જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


27 March 2019

માત્ર ગુલાબની ખેતી કરી ડબલ કમાણી કરતા ખેડૂત ભાઈઓ

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના શિક્ષીત  યુવાન ખેડૂત નિલેષ રવજીભાઈ ગોરસીયાએ સુગંધીત દેશી  ગુલાબ તથા ગેલડીયો ફૂલોની ખેતી અપનાવેલી છે. તે યુવાનને   એમની ફૂલોની વાડી પર જઈ રૂબરૂ મળીને એમની  ફૂલોની ખેતીમાં કમાણી બાબતે  પૂછપરછ કરતાં યુવાન શિક્ષીત ખેડૂતે જણાવેલ કે માત્ર ઓગણીસ  વર્ષની ઉંમરે ફૂલોની ખેતી શરૂ કરી તે પહેલા એક વર્ષ વેચાતા ફૂલો ખરીદી હાર બનાવી કારખાના માલિકોને ડોર ટુ ડોરનું  વેચાણ કરતાં આ એક વર્ષના ગાળામાં અન્ય પાકો કરતા વેચાણ ખરીદી કરતા હોવા છતાં સારી કમાણી થવા લાગી. એટલે બીજા જ વર્ષે  ઘરની જમીનમાં ફૂલોની ખેતી અપનાવી અને આજે શાપર  (રાજકોટ)માં ઘરની દુકાન છે ત્યાં અમો જાતે જ ફૂલોની વીણી કરી  જાતે જ હાર બનાવી વેચાણ કરી રહ્યા છીએ. એમાં અમો બે ભાઈઓને સારામાં સારો રોજગાર મળી રહ્યો છે.

વધુમાં જણાવ્યું કે ટૂંકી જમીન  હોઈ એકાદ બે કલાકનું પાણી હોય તો આરામ અઢીથી સાડાત્રણ  વીઘામાં ફૂલોનો બગીચાનું વાવેતર થઈ શકે અને ઘર પરિવારને સારામાં સારી કમાણી મળે પણ મહેનત વગર ક્યાંય  મળતું નથી. પારકા શેઢા ટોચવા તેના બદલે ઘરની જમીનમાં  જાતે જ બધા કામ કરીએ. કુદરત પૂરતી કમાણી આપે જ અને અમોને  ફૂલમાંથી સારી કમાણી મળી રહી છે.

ખેડૂતે જણાવ્યું કે મારી  પાસે કુલ સાડાસાત વીઘા જમીન છે તેમાથી દોઢ વીઘા દેશી  સુગંધીત ગુલાબી તથા અઢી વીઘામાં કોલડીયો તેમજ બેહાર ઈંગ્લીશ ગુલાબ પણ છે.

અત્યારે ચોતરફથી ખેતી ખર્ચાળના  બ્યુગલ ભુંગળા વાતો સંભળાય છે તેને માટે પણ આપણે જ  જવાબદાર છીએ જમીનમાં વધુમાં વધુ રાસાયણીક ખાતરો અને  પેસ્ટીસાઈડના છંટકાવથી આપણે જ ખેતી ખર્ચાળ અને ખેતી રસ કસ  વગરની કરી નાખી કોઈને મહેનત કરવી નથી બજારમાં મોંઘુ  વેચાય તે ખરીદી ખેતીમાં ઠાલવાળું છે પણ કોઈને મફતમાં  ખેતી થાય ઘરપરિવારની સાથે સમાજ પણ સારૂ ખાય તેની ચિંતા  નથી એકાદ ગાય ઘર બાંધો અને ગાય આધારીત ખેતી અપનાવો  એટલે કમાણી કમાણી જ છે અને સાથો સાથ સૂક્ષ્મ પિયત પદ્ધતી  પણ અપનાવો પાણીનો બચાવ પણ થશે ત્રણ ગણો ફાયદો  ખેતીખર્ચ ૦%, ઉત્પાદન વધુ અને કમાણી પણ સારી.

અમો ગાય  આધારીત ૦% બજેટમાં ડ્રીપ વડે કુલ ૪ વીઘામાં  ફૂલોની ખેતી  અપનાવેલ છે તેમાં ગુલાબ દેશીની કુલ દોઢ વીઘામાં બગીચો  છે દેશી ગુલાબનું કણમાંથી વાવેતર કરેલ છે વાવેતર પહેલા  પાયાનું ખાતર વીઘે ૧ ટ્રોલી છાણીયું ખાતર. એરંડીનો ખોળ  વીઘે ૩ થેલી નાખી બે હાર વચ્ચે ૭૨ ઈંચ અને બે છોડ વચ્ચે ૩૬  ઈંચના અંતરે વાવેતર કરેલ અત્યારે દેશી ગુલાબને ૩ વર્ષ થયા છે  અને તેનુ આયુષ્ય ૬/૭ વર્ષ દેશી ગુલાબના ૧૦૦૦ છોડ ઉભા છે.

દેશી ગુલાબ અને ડીવાયએન બંને જાત સારી ઉત્પાદનમાં દેશી  ગુલાબ ને કોઈ ન પહોંચે તેની સામે ઈંગ્લીશ ગુલાબ ઉત્પાદન  ઓછું પણ ભાવ સારા મળે. બંને જાતમાં કમાણી સારી.

દેશી  ગુલાબને ડેપલી ઉતારવા પડે કારણ ન ઉતારીએ તો પાંદડી ખરી  પડે ઈંગ્લીશ ગુલાબ ૩/૪ દિવસના ઉતારીએ તો પણ ચાલે.

કલમોનું વાવેતર કર્યા બાદ પિયત ૩/૪ દિવસે આપવાના પછીના  પિયત રેગ્યુલર પાંચ/પાંચ દિવસે ૬૦ મીનીટ ડ્રીપથી પિયત  આપવાનું.

જેમ ઠંડી સીઝન અને ચોમાસુ હોય તેમ  ધારેલ કરતા વધુ ઉત્પાદન મળે અને ખાસ ઉનાળે કટીંગ કરવાનું જેમ  કટીંગ કરો તેમ ફૂટ વધુ પડે તેમ ઉત્પાદન પણ વધુ મળે.

પૂરક  ખાતર માં અમોએ જાતે જ તૈયાર કરેલ જીવામૃત ૧૫/૧૫ દિવસે  ડ્રીપમાં આપવાનું ઉપરાંત ગૌમુત્ર અને રાખ બે દિવસ પલાળી  ૧૫/૧૫ દિવસે ડ્રીપમાં આપવાનું તેમજ ફૂગ ન આવે તે માટે રોઢા  પાળે થતો આકડો બેરલમાં ૮ દિવસ પલાળી ૨૦/૨૦ દિવસે ડ્રીપમાં  આપવાનું એટ રેગ્યુલર ૮/૧૦ દિવસે છોડને કુદરતી ખર્ચ વગરનું  ખાતર મળે.

રોગ બાબતે પૂછતા યુવાન ખેડૂતે કહેલ કે  ગુલાબમાં ઈયળ અને થ્રીપ્સ આવે તો તેના માટે પણ શેઢાપાળે  કુદરતી ઊગી નીકળતી વનસ્પતિ સાથે ખાટીછાસ અને ગૌમુત્રના  છંટકાવ રોગ હોય કે ના હોય ૧૦/૧૦ દિવસે છંટકાવ કરવાના.

ગુલાબનું ઉત્પાદન ડેપલી ૨૦ કિલો જે ઠંડી રતમાં વધીને ૩૦  કિલો સુધી પહોંચી જાય ડેયલી જાતે જ હાર બનાવીને વેચવાના  કાયમી ૧૪૦૦ રૂનું હારનું વેચાણ છે ૩૦ દિવસે ૪૨૦૦૦/-નું રોકડું  વેચાણ ખર્ચ ૦% બે વ્યક્તિનો ખૂબ જ સારી રોજગારી મળે.

આ  ઉપરાંત અઢી વીઘામાં ગેલડીયો ફૂલનું વાવેતર છે જેના ધરૂનું  અમો જાતે જ તૈયાર કરી ચોપણી કરીએ છીએ અને વારાફરતી ફૂલનું  ઉત્પાદન ચાલુ રહે તે રીતે વાવેતર પદ્ધતી અપનાવેલ છે કારણકે  ગેલડીયા ફૂલની કે પાકની છ માસની આયુષ્ય હોય છે.

ગેલડીયાની  વાવેતર પદ્ધતી બેહાર વચ્ચે અને બે છોડ વચ્ચે ૩૬/૩૬ ઈંચના અંતરે  કરેલ ટાઈમ ટુ ટાઈમ ડ્રીપથી પિયત-જીવામૃત-ગૌમૂત્ર વગેરે  આપવાનું અને રોગ પ્રમાણે ૧૨ પર્ણી દવાના છંટકાવ કરવાના.  ગેલડીયા ફૂલોમાં ડેપલી ૩૦ કિલોનું ઉત્પાદન મળે છે તે પણ  અમો છુટક તથા હાર બનાવી જાતે જ વેચાણ કરીએ છીએ તેમાં મહીને  ૨૦/૨૨ હજારનું વેચાણ ખર્ચમાં ફુલ ઉતારવાની મજૂરી ખર્ચ લાગે  તે જ બાકી કોઈ ખર્ચ નહીં.

ગાય આધારીત ૦% બજેટ ડ્રીપથી  ફૂલોની ખેતીમાં ઉત્પાદન અને કમાણી અને ભાવ બધુ જ આપણું. કમાણીમાં ચીલાચાલુ પાકો કરતા ડબલ આવક છે.

મો.ન.૯૮૨૫૫૯૬૦૪૫
સોર્સ - સંદેશ સમાચાર

23 March 2019

મોરબી તાલુકા સરપંચ એસો. પાકવિમામા થયેલા અન્યાય મામલે મેદાને

મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશન પાકવીમાંમાં થયેલા અન્યાય મામલે મેદાને આવ્યું છે. એસોસીએશને રણનીતી ઘડવા આગામી સોમવારના રોજ મિટિંગનું પણ આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લામા પાકવિમામા ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો સુર ઉઠ્યો છે. આ મામલે ત્રણ જેટલા પદાધિકારીઓએ સરકારને રજુઆત પણ કરી છે. ત્યારે મોરબી તાલુકા એસોસિએશન પણ ખેડૂતો સાથે અન્યાય થતા મેદાને ઉતર્યુ છે. પાકવીમામા અન્યાય થતા આગામી રણનીતી ઘડવા માટે એસોસિએશન દ્વારા આગામી સોમવારના રોજ ત્રી મંદિર ખાતે સવારે ૯:૩૦ કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિટિંગમાં મોરબી તાલુકાના તમામ ગામોના સરપંચો તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહીને જરૂરી ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડવાના છે. તેમ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું છે.

જમીનમાં વારસાઇ ફેરફાર કરવાની નોંધની હવે ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે

ફેરફાર નોંધની ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ કાર્યવાહી 

રાજયસરકાર દ્વારા બિનખેતીની ઓનલાઇન મંજૂરી બાદ જમીનમાં વારસાઇ ફેરફાર નોંધની અરજીની મહેસુલી સેવા ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પરંતુ મોટાભાગના ખેડૂતોને કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય અને ગામડાઓમાં અપૂરતી કનેકટીવીટીથી સેવાની સફળતા સામે સવાલ પ્રશ્નાર્થ સર્જાયા છે.બીજી બાજુ ખેડૂતોને કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ન હોય વચેટિયા અને સાયબર કાફેના ધંધાર્થીઓ તકનો લાભ લઇ ખેડૂતો પાસેથી અરજી કરવાના નાણાં ખંખેરે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ઉઠયો છે.

વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ કાર્યવાહી

* વારસાઇ નોંધ માટે iora.gujarat.gov.in વેબસાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

* અરજીમાં જણાવેલી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. iora સાઇટ પર શ્રુતિ ફોન્ટની વિગતો દર્શાવી છે.

* સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમીટ કર્યાની તારીખથી મહતમ 15 દિવસમાં અસલ દસ્તાવેજો જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે.

* અરજી સાથે 7-12,8-અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.

* જો કોઇ ચોકકસ કિસ્સા માટે કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

* જો કોઇ ચોકકસ કિસ્સા માટે કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

* ઉપરોકત તમામ વિગતોની ડેટા એન્ટ્રી કરી તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવાથી અરજદારની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થશે.

* મરણ પામનાર તથા તેમના વારસદારોની વિગત સાથેની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકકપત્ર કે કાચી નોંધનો નંબર જનરેટ થશે.

* અરજદાર તથા અરજી મુજબના હકક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે.

ઇ-ધરા કેન્દ્ર આ કાર્યવાહી કરશે

* ઓનલાઇન વારસાલ નોંધ ઓટો મ્યુટેશન રજીસ્ટરમાં દેખાશે.

* ઇ-ધરા નાયબ મામલતદારે ઓટ મ્યુટેશન રજીસ્ટર પરથી મરણના પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે.

* જે તે ખાતાની 8-અ તથા 7-12ની પ્રિન્ટ પોતાના લોગીનમાંથી મેળવવાની રહેશે.

* અરજદાર દ્વારા મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું અને અસલ અરજી રજૂ થયેથી ઓનલાઇન રીસીવ કરવાના રહેશે.જેથી અરજદારને એસએમએસથી જાણ થઇ શકે.

* જો અરજી સબમીટ કર્યાની તારીખથી 10 દિવસ સુધી અરજદાર દ્વારા ઉપરોકત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે તો 11 માં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ * જનરેટેડ એસએમએસ જાય તે વ્યવસ્થા એનઆઇસી દ્વારા કરવાની રહેશે.

* મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજૂ થયેથી નાયબ મામલતદાર ઇ-ધરાએ પોતાના લોગીનમાં ઓનલાઇન રીસીવ કરીને નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપી તે આપ્યા બદલ સહી મેળવવાની રહેશે.

* વારસાઇ નોંધનો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઇ તપાસીને કરવાનો રહેશે.

6 March 2019

હવે બટાકની માથાકુટ ...

એક સમયે વિદેશમાં બટાકાની નિકાસ કરતા ડીસાના ખેડૂતની જાણે કે માઠી બેઠી. છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવ ન મળતા પહેલેથી પરેશાન તાતને આ વર્ષે પણ રોવાનો વારો આવ્યો છે.

બટાકા નગરી તરીકે જગ વિખ્યાત ડીસાના તાતને આ રોવાનો વારો આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવ તળિયે ગયા છે. જો કે આ વર્ષે સારા ભાવની આશાએ ખેડૂતોએ હોંશે હોંશે બટાકાનું વાવેતર કર્યું. શરૂઆતમાં ખેડૂતોને બટાકાના સારા ભાવ મળ્યા પણ ખરા. પણ નવા બટાકા બજારમાં આવતા જ ફરી ભાવ તળિયે પહોંચ્યો. અને તાતનો જીવ તાળવે ચોંટ્યો.

ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવાનું ચાલુ કર્યું છે. જો કે ગત વર્ષે સ્ટોર કરેલા બટાકા જેમના તેમ પડ્યા હોઇ કોલ્ડ સ્ટોરેજમાં પણ જગ્યાનો અભાવ છે. ત્યારે હવે કોલ્ડ સ્ટોરેજના માલિક અને ખેડૂતોએ સરકાર સામે મદદ માટે મીટ માંડી છે.

સમગ્ર દેશમાં બટાટા નગર તરીકે જાણીતા ડીસાના નેશનલ હાઈવે ઉપર શહેરની ઓળખ માટે ચાર વર્ષ અગાઉ બટાટાની આકૃતીવાળું સ્ટેચ્યું મુકવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડ પાસે ગોઠવાયેલ આ સ્ટેચ્યુથી સર્કલનું નામ પણ બટાટા સર્કલ પડી ગયું હતું. પરંતુ હાઈવે ઉપર ઓવરબ્રીજ બનનાર હોઈ તાજેતરમાં નેશનલ હાઈવે દ્વારા દબાણો સાથે આ સ્ટેચ્યું પણ હટાવી દેવાયું છે. પરંતુ શહેરની આગવી ઓળખ રૂપે તેને યોગ્ય જગ્યાએ ફરી ગોઠવી દેવાશે.

જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી શકાય ? મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે.

જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઇ રાખવાની જરૂર હોય છે. વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે. તમારા હક્ક-હિતને જોખમમાં મૂકતી હોય એવી કોઈ બાબત તેમાં અકસ્માતે કે ઈરાદાપુર્વક દાખલ તો નથી થઈ ગઈને તેની તકેદારી રાખવાની હોય છે. ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે.


રાજ્યમાં ઘણા ગામો નગરોની જમીનમાં ગામ નમુના નંબર ૭/૧૨ ના સર્વે/બ્લોક નંબરોમાં એટલે કે રેવન્યુ રેકર્ડમાં સરકારનું નામ કબજેદાર તરીકે દાખલ કરેલ હોય છે. કયા કારણોસર સરકાર દાખલ થયેલ હોય તે ઉત્તરોત્તર જુના રેવન્યુ રેકર્ડ ઉપરથી તપાસ કરવાની બાબત બને છે. ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીનમાં સરકાર દાખલ થાય છે.

જો કોઈ પણ પ્રકારના કાયદેસરના હુકમ કે ફેરફાર નોંધ વગર ખાનગી માલિકીની/કબજેદારની જમીનમાં સરકાર દાખલ થયેલ હોય તેવું પણ બને છે. તેવા સંજોગોમાં તેના મૂળ માલિક અથવા વારસદારો જમીન મહેસુલ ધારાની કલમ-37 ની જોગવાઈ અનુસાર જમીન પરત માગવા અને ખાનગી માલિકીની ઠરાવવા માટેની કાર્યવાહી સરકાર વિરૂદ્ધ કરી શકે છે.

પરંતુ જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરેલી જમીનમાં પોતાનો હક્ક સાબિત કરતી નથી. ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 37(૧)માં સરકારી જમીનનો નિકાલ કરવાનો અધિકાર કલેકટરને અપાયેલો છે. અગર તો સરકારી જમીન નિકાલ કરવાના અધિકાર માટે તાબાના અધિકારીને ડેલીગેટ કરવામાં આવે છે. જે તે જમીન પર સરકારનો હક્ક કે માલિકી કયા સંજોગોમાં આવે છે. તેની સમજ મેળવવી પણ જરૂરી છે.

ખાસ કરીને ભાડા પટ્ટે અપાયેલી જમીન પર વિવિધ સંજોગોમાં સરકારનો હક્ક દાખલ થતો હોય છે, તેમજ કલમ 60-62 માં પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 68માં સરકાર તરફથી જમીન એક સાલ કે લાંબા ગાળાના પટ્ટે (૯૯ વર્ષના ભાડાપટ્ટે) આપવાનો પણ અધિકાર છે. તે પરત્વે જમીન જેને અપાય તેને માલિકી હક્ક મળતો નથી, પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગ કરવાનો હક્ક મળે છે.

માલિકી હક્ક તો સરકારનો જ રહે છે. કોઈ પણ જમીનના નીચેના ખાણ-ખનીજ વિગેરેના હક્કો સરકારના જ રહે છે. ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. આથી કોઈ પણ ખાતા હસ્તકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટરે મહેસુલ વિભાગ, રાજ્ય સરકારની મંજૂરીથી જ આપી શકાય છે. તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કાયદેસરનો હક્ક હોય તો કલેકટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ્યો જતો નથી.

સરકાર જમીનના નિકાલ માટે ત્રણ પદ્ધતિઓ છે (૧) હરાજીથી, (૨) ઉચ્ચક કિંમત ઠરાવી અને (૩) વગર કિંમતે (મહેસૂલ માફીથી) જયારે કોઇ પણ જમીન પરત્વેના હક્કો સંબંધમાં સરકાર, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વચ્ચે તકરાર હોય ત્યારે કલેકટર તેવી તકરારોનો નિર્ણય કરવા પ્રયત્ન કરશે. પરંતુ તેવી કોઈ પણ મુદ્દા હક્ક વગેરે પરત્વે શંકા હોય ત્યારે તેવા કેસને નિર્ણય અર્થે રાજ્ય સરકારને મોકલવામાં આવે છે.

જમીન મહેસુલ કાયદાની કલમ 37(2) મહત્વની જોગવાઈ છે, કોઈ પણ વ્યક્તિ કે જે જૂના રેકર્ડ ઉપર અગાઉના માલિક હોય અથવા તેમના પૂર્વજ જમીન ખેડતા હોય તેવા કોઈ પણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે.

રેવન્યુ રેકર્ડ ઉપર સરકાર ચાલતી જમીનના હક્ક ખાનગી માલિકને પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા માટેના અધિકારો મામલતદારે/પપ્રાન્ત અધિકારીને ડેલીગેટ કરવામાં આવે છે. કોઈ પણ જમીન મિલકત અગાઉથી પોતાની ખાનગી માલિકીની ઠરાવવા માટે સાબિતીરૂપે અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે. તેમાં મુખ્યત્વે (૧) જમીન કેવી રીતે પોતે કે તેમના વડીલોએ મેળવેલ છે.

(૨) જમીન પરત્વેના સતત વર્ષો જૂનો કબજો ભોગવટો છે. 
(૩) જ્યારે પ્રતિકૂળ કબજો તેવો હોય 
(૪) કબજાના આધારે માલિકીનો દાવો કરતો હોય પરંતુ પોતાનો કબજો સાબિત કરવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરેલ હોય અથવા તો તેને વંડી કરેલ હોય તેવા પ્રકારના સ્વતંત્ર કબજા ભોગવટાના પુરાવા જોઈએ. ખાનગી વ્યક્તિના તેવા કબજા સામે સરકારે પણ પોતાના બેટર ટાઇટલ પુરાવા રજૂ કરવા જોઈએ.

તેવી જમીન ખાનગી માલિકીની જાહેર કરવા માટે હક્ક દાવો કરનાર તરફથી પુરાવા સાબિત કરવા માટેનો બોજો અરજદાર ઉપર રહે છે. અરજદારે જમીન મહેસુલ કાયદા નીચે દાદ લેવાની થતી બધી જોગવાઈનો ઉપયોગ કરેલ ન હોય, ત્યાં સુધી દીવાની કોર્ટમાં સરકાર વિરુદ્ધ જઈ શકાય નહીં. કોઈ પણ દફ્તરમાં કોઈ પણ ફેરફાર નોંધથી કોઈ પણ પ્રકારનો હુકમ વગર જમીનના રેકર્ડમાં સરકાર લખાઈ જવાથી જમીન સરકારી બનતી નથી. પરંતુ તેવી જમીનને ખાનગી માલિકીની જમીન છે. તેવું પુરવાર કરવા માટે જે તે કબજેદારો એ સરકારની વિરુદ્ધ હક્ક દાવો કરવો જરૂરી છે.

અધિકારીએ કલમ 37(2)ની તપાસમાં કરેલ ઠરાવ ઉપર કલેકટર રિવિઝનના અધિકાર ના ચલાવી શકે. અધિકારીએ કરેલ હુકમની રાજ્ય સરકાર તરફથી પુનઃઅવલોકન, રીવ્યુ કે રીવીઝનમાં લેવામાં આવે છે અને જો ચુકાદા સરકારની વિરુદ્ધમાં હોય તો ગુજરાત મહેસુલ પંચમા સમય મર્યાદામાં પડકારી શકાય છે.

૩૭(૨)ની જ્યાં સુધી કાર્યવાહી ચાલતી હોય અને આખરી નિકાલ ના થાય ત્યાં સુધી કલેકટર કલમ-૬૧ હેઠળના અધિકાર એટલે કે સરકારી જમીન ઉપર દબાણ દુર કરવાના અધિકારનો અમલ કરી શકાતો નથી. સરકાર તરફથી કોઇ પણ પ્રકારથી સિવિલ દાવો એક વર્ષમાં ન થાય તો તેવા સંજોગોમાં સમય મર્યાદા લક્ષમાં રાખી કે તે ખાનગી માલિકી તરીકે જાહેર થયેલી વ્યક્તિના નામ મહેસુલ દફતરે દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં જમીન મહેસુલ કાયદાની કલમ 37(2) હેઠળ જમીનને ખાનગી માલિકીની ઠરાવવા પ્રોસિડીંગ્સ ચાલી રહ્યા છે.

લોકોની જાગરૂકતા માટે ખાસ લાઇક અને શેયર કરશો. 

5 March 2019

ઘઉં પાકી ગયા તો’ય નથી મળ્યો મગફળીનો ‘ટેકો’ ખરીદીનાં અઢી મહિના બાદ પણ 4.47 લાખ મેટ્રિક ટન મગફળીનું 2238 કરોડનું પેમેન્ટ અટકી પડયું

ગાંધીનગર તા.5 ખેડૂતોની આવક વધારવાના ઇરાદાથી લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરનાર ગુજરાત સરકારે ગુજરાતના 20થી 25 ટકા ખેડૂતોને હજી સુધી પેમેન્ટ કર્યા જ નથી. ખેડૂતો તેમના પેમેન્ટ તેમના ખાતામાં જમા આવવાની બેથી અઢી મહિનાથી રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત સરકારે રૂ.2238 કરોડની કિંમતની અંદાજે 4,47,000 મેટ્રિકટન મગફળીની 2018-19ના વર્ષ દરમિયાન કરી હતી. ક્વિન્ટલદીઠ રૃા. 4890ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને ક્વિન્ટલે રૃા.110નું બોનસ આપવાની જાહેરાત કરવામાં  આવી હતી. આ ભાવે ડિસેમ્બર કે તેની પહેલી માલ વેચનારાઓને પણ તેમના નાણાં તેમના ખાતામાં જમા મળ્યા નથી. ગુજરાત સરકારની જાહેરાતોમાં માલ વેચ્યા પછી સાતથી 15 દિવસમાં ખેડૂતોને તેમના નાણાં પરત મળી જવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આજે મગફળી વેચ્યાના બેથી અઢી મહિના વીતી ગયા હોવા છતાંય ખેડૂતોના બેન્કના ખાતામાં પૈસા જમા આવ્યા જ નથી. વિસાવદરના ખેડૂતોને પણ પૈસા મળ્યા ન હોવાની ફરિયાદ થઈ રહી છે.

દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ખેડૂતોમાંથી ખાસ્સા ખેડૂતોને આજદિન સુધી તેમના પૈસા મળ્યા નથી. તેવી જ રીતે વંથલી તાલુકાના ખેડૂતો પણ પૈસા મળવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં બાબરા અને લાઠીના ખેડૂતો પણ પૈસા ન આવતા અકળાઈ ઊઠયા હોવાનું સ્થાનિક વિધાનસભ્યોનું કહેવું છે. 25% કોમોડિટીની ટેકાનાં ભાવે ખરીદી

બીજું, સરકાર સામાન્ય રીતે ટેકાના ભાવે જે કોઈ કોમોડિટીની ખરીદી કરે છે તે કુલ ઉત્પાદનના 25 ટકા જેટલી જ કોમોડિટી ખરીદે છે. તેને પરિણામે બાકીના 25 ટકા ખેડૂતોને અન્યાય થતો હોવાની લાગણી જન્મે છે. આ સ્થિતિમાં એક જ વસ્તુના એક ખેડૂતને વધુ મળે છે અને બીજા ખેડૂતને ઓછા મળે છે. આ સ્થિતિનો એક સંભવિત ઉકેલ સરકાર જે ટેકાના ભાવ નક્કી કરે તે ભાવથી નીચા ભાવે માલ ખાનગી વેપારીઓને પણ ખરીદવાની છૂટ ન આપવામાં આવે તો તમામ ખેડૂતને એક સરખો લાભ મળી શકે છે.

સોર્સ - http://gujaratmirror.in/

શહીદના પરિવારોની મદદ માટે દાન કરી રહ્યા છે, મુર્તજા અલી 110 કરોડ રૂપિયા, જાણો કોણ છે આ મુર્તજા અલી ?

જ્યારે દેશમાં પુલવામામાં અટેક થયો છે અને આપણા દેશે 40 જવાનોની શહીદી જોઈ છે, ત્યારથી દરેક વ્યક્તિએ પોતાના સામર્થ્ય અનુસાર શહીદના પરિવારોની મદદ કરી છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા પરિવારોને મદદ મળી ગઈ છે. સામાન્ય જનતાએ પણ શહીદોની મદદ કરી છે, તો સેલિબ્રિટીઓએ પણ ભારે રૂપિયા દાન કરી શહીદના પરિવારોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

જેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહિ એમણે પીએમ કાર્યાલયમાં ઈ-મેલ કરી ભારતના પ્રધાનમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. જેના જવાબમાં પીએમ કાર્યાલય માંથી એમને જવાબ મળ્યો છે કે બે ત્રણ દિવસની અંદર પીએમ સાથે મળવાનો સમય નક્કી કરવામાં આવશે.

વૈજ્ઞાનિક છે મુર્તજા અલી

જે જન્મથી નેત્રહીન (પાર્શીયલ બ્લાઇન્ડ) છે. એમણે કોટામાં કોમર્સ કોલેજ માંથી શિક્ષણ લીધું છે. એમણે કોટાથી સ્નાતકનું ભણતર પણ પૂરું કર્યુ છે. અને એમનો પારિવારિક વ્યાપાર ઓટોમોબાઇલનો હતો. જો કે નેત્રહીન હોવાને કારણે એમાં એમને નુકશાન થઇ રહ્યું હતું. એવામાં એમણે મોબાઈલ અને ડીશ ટીવીના ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કરી દીધું.

એકવાર 2010 માં તે કોઈ કામથી જયપુર ગયા હતા. ત્યાં તે કોઈની સાથે એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી રહ્યા હતા. એવામાં એમની નજીક ઉભેલા કોઈ અન્ય વ્યક્તિના ફોન પર કોલ આવ્યો અને એણે જેવો જ ફોન રિસીવ કર્યો કે અચાનક આગ લાગી ગઈ. એનું કારણ જાણવાની ઉત્સુકતા એમના મનમાં ઉત્પન્ન થઇ. આ રીતે એમણે ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલોજી બનાવી. આ ટેક્નોલોજી દ્વારા, જીપીએસ, કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે.

જણાવી દઈએ કે મુર્તજા અલીએ બર્ન રેડિએશન ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરા કે અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને શોધી કાઢવાની ટેક્નિકનો આવિષ્કાર કરી ચુક્યા છે. આ સમયે મુર્તજા અલી મુંબઈમાં વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. એક કંપની સાથે ડીલ ફાઇનલ થવાથી એમને સારી રકમ મળી છે.

જણાવી દઈએ કે પુલવામાના શહીદો માટે બધા સેલિબ્રિટીઓએ યથા શક્તિ રકમ આપી છે, જેથી એમના પરિવારની મદદ થઇ શકે. સાથે જ સરકારે પોતાના વીર જવાનોનો બદલો લેવા માટે પાકિસ્તાન પર એયર સ્ટ્રાઇક પણ કરી હતી, જેમાં લગભગ 300 આતંકવાદીઓ મારવામાં આવ્યાના સમાચાર છે. અહીં સુધી કે એવું માનવામાં આવી રહ્યું છે કે જૈશ એ મોહમ્મદના આગેવાન મસૂદ અઝહરના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે. જો કે અત્યારે આ વાતની પુષ્ટિ નથી થઇ શકી.

આ સમયે દરેક દેશવાસીનું દિલ ફક્ત પોતાના શહીદ જવાન માટે ધડકી રહ્યું છે અને એ પણ આશા છે કે આપણે એમની વધારે માં વધારે મદદ કરી શકીએ. સાથે જ આતંકવાદનો સંપૂર્ણ રીતે સફાયો થાય. જણાવી દઈએ કે આ દિવસોમાં ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધ ઘણા તણાવ પૂર્ણ થઇ ગયા છે.

આપણા વિંગ કમાંડર પાકિસ્તાનની કેદમાં ફસાયા હતા એનાથી બંને દેશ વચ્ચે સમસ્યા ઘણી વધી હતી. જો કે વિંગ કમાંડર અભિનંદન સકુશળ પાછા ભારત આવી ગયા છે. પણ પાકિસ્તાનને લઈને અત્યારે પણ ભારતનું વલણ કડક જ છે.

2 March 2019

ચાલુ વર્ષના કૃષિ ઉત્પાદન અંગે સરકારનો ચોથો આગોતરો અંદાજ


સરકાર દ્વારા હાલ જાહેર થયેલ ચોથા આગોતરા અંદાજ પ્રમાણે આ વર્ષે દેશમાં રૂનું ઉત્પાદન 300 લાખ ગાંસડી થશે . જે ગત વર્ષે 365 લાખ ગાંસડી હતુ . શિયાળુ સિઝનમાં દેશમાં 991 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે . જે ગયા વર્ષે 997 લાખ ટન હતુ . જ્યારે કઠોળનું આ વર્ષે 240 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે . જે ગયા વર્ષે 253 લાખ ટન હતુ . તેલીબિયાની વાત કરીએ તો ગયા વર્ષે દેશમાં 313 લાખ ટન તેલીબિયા પાકનું ઉત્પાદન થયુ હતુ . જે આ વર્ષે સામાન્ય વધીને 315 લાખ ટન થવાનો અંદાજ સરકાર દ્વારા રજુ થયો . ડાંગરનું ઉત્પાનદ પણ ગત વર્ષના 1129 લાખ ટનની સરખામણીએ આ વર્ષે વધીને 1156 લાખ ટન થઇ શકે છે . આમ , અમુક અપવાદોને બાદ કરતા દેશમાં મોટાભાગની કૃષિ પેદાશોના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘટાડો થશે એવો અંદાજ છે . આ કારણે ચાલુ નાણાકીય વર્ષ 2018 - 19 દરમિયાન દેશનો કૃષિ વિકાસ દર ઘટીને 2 . 7 ટકા રહે એવી સંભાવના છે . જે ગત વર્ષે 5 ટકા રહ્યો હતો . નબળા ચોમાસાના કારણે મોટાભાગની કૃષિ પેદાસોના ઉત્પાનદમાં ઘટાડા થવાની શકયતાના પગલે દેશનો કૃષિ વિકાસ દર નીચો રહેવાની ધારણા ઉભી થઇ છે      . સબસીડી ઉપલબ્ધ ભારત મોટોમેટિક ઓરણી ' વધુ માહિતી માટે સીધો ફોન જોડવા અહીં ક્લીક કરો કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગયા મહિને જાહેર થયેલા અંદાજ પ્રમાણે દેશમાં 330 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાની સંભાવના રજુ થઇ . જ્યારે હવે સરકારના ચોથા આગોતરા અંદાજમાં 300 લાખ ગાંસડી ઉત્પાદન થવાની વાત આવી છે . છેલ્લા ઘણાં સમયથી ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસમાં પ્રતિ મણ રૂ . 1100ની સપાટીએ વેપાર થઇ રહ્યો છે.

ડુંગળીના ભાવ ફરી વધે તેવી શકયતા બટેટા અને અન્ય શાકભાજીનું વાવેતર ઓછું : ભાવ વધે તેવી વકી

ગુજરાતમાં ઉનાળો શરૂ થતાં જ ડુંગળીના ભાવ વધે તેવી શકયતા છે.


નવી દિલ્હી તા. ૨  રવિ પાકના વાવેતરના આંકડા પ્રમાણે આ વર્ષે જુવાર, વરિયાળી અને મકાઈનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં વધારે થયું છે. જયારે લસણ, સવા, ઈસબગુલ અને ડુંગળીનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું છે. બટાકાં અને અન્ય શાકભાજીનું વાવેતર પણ આ વર્ષે ઓછું જોવા મળતાં ઉનાળામાં ભાવમાં વધારો થાય તેવી શકયતા છે. 

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોથમીરનું વાવેતર ૫૭ ટકા ઓછું હતું, જયારે લસણનું વાવેતર ૪૯ ટકા ઓછું હતું તો ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઓછું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષના ઓગસ્ટમાં ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ વધીને ૫૦ રૂપિયા થાય તેવી શકયતા છે. મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવ વધવાની શકયતાને જોતા સરકાર પણ ચિંતિત રહેશે.
સામાન્ય રીતે દર વર્ષે ૩૧.૩૫ લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે માત્ર ૨૮.૩૭ લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરાયું છે. કૃષિ હિતધારકોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ઓછો વરસાદ અને સિંચાઈ માટે ઓછું પાણી રવિ પાકના ઓછા વાવતેર માટે જવાબદાર છે. ડુંગળી, લસણ અને કોથમીરનું વાવેતર મોટેભાગે સૌરાષ્ટ્રમાં કરવામાં આવે છે જયાં પાણીની તંગી પ્રવર્તે છે.
ખેડૂતોએ કહ્યું કે મોટા ભાગનો પાક બગડી જતો હોવાથી અને સારા પાકની કોઈ ખાતરી નહીં હોવાના કારણે કેટલાક લોકોએ ઘાસચારાનો વિકલ્પ પસંદ કર્યો છે, જે અછતના સમયમાં પણ વેચાવાની ખાતરી પૂરી પાડે છે. એક વરિષ્ઠ કૃષિ અધિકારીએ જણાવ્યું કે જુવાર, જીરૂ, વરિયાળી અને ઘાસચારો સિવાય રાજયમાં મુખ્ય ૧૭ એવા પાકની વાવણી ૧૦૦ ટકા કરતાં પણ ઓછી છે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી બધા પાકની વાવણી લગભગ ૧૦૦ ટકા જેટલી હોય છે. જયારે ૨૦૧૮ના જાન્યુઆરીમાં ૨૧માંથી માત્ર ૧૩ પાકની ૧૦૦ ટકા વાવણી નોંધાઈ હતી.
રાજયના ડેમોમાં પાણીના ઘટતા જતા સ્તરને જોતા ઉનાળામાં લેવાતા પાક પર પણ અસર થશે તેમ અધિકારીઓનું કહેવું છે. સરકારે રવિ પાક લેવા માટે જે રીતે નર્મદાનું પાણી આપ્યું હતું તે રીતે ઉનાળું પાક લેવા માટે પાણી આપશે નહીં. અધિકારીએ જણાવ્યું કે, 'સરકાર ઉનાળામાં પીવાનું પાણી પૂરુ પાડવા માટે નર્મદાનું પાણી સુરક્ષિત કરશે.'

- અકિલા સમાચાર

1 March 2019

ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, શુ ખેડૂતો ટેકા ના ભાવ થી ઘઉં વેચશે ? જાણો ક્યા ભાવથી ખરીદી થશે...

ગુજરાત સરકારના પુરવઠા વિભાગ મારફતે તા.1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે. જેમાં ખેડૂતો સ્થાનિક એપીએમસી અથવા પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે જઇને રજીસ્ટ્રેશન કરવી શકશે. આ માટ આધારકાર્ડ, 7-12, 8-અ, વાવેતરની નોંધ, બેંક પાસબુક અથવા રદ થયેલ ચેક સહિતના દસ્તાવેજ રજુ કરવા પડશે. સરકાર દ્વારા આ વર્ષે રૂ.368 પ્રતિમણના ભાવે ઘઉંની ખરીદી થશે. આગામી એક મહિના સુધી એટલે કે તા.30 માર્ચ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આગામી તા.15 માર્ચથી તા.31 મે સુધી રાજ્યમાં 202 જેટલા કેન્દ્રો ખાતેથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે પુરવઠા વિભાગના હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 ઉપર ફોન મારફતે સંપર્ક કરવો.

સરકાર દ્વારા જાહેર થયેલ ટેકાના ભાવની સરખામણીએ હાલમાં ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોમાં ઘઉંના બજારભાવ ઘણાં ઉચા ચાલી રહ્યા છે. આ કારણે ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતો નહિવત રજીસ્ટ્રેશન કરાવે એવી સંભાવના છે. શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે ઘઉં(ટુકડા)ના રૂ.394થી રૂ.438ની સપાટીએ ભાવ રહ્યા. રાજ્યભરના માર્કેટયાર્ડોમાં સરેરાશ રૂ.425ની સપાટીએ ઘઉંના ભાવ જોવા મળી રહ્યા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...