ગુજરાત સરકારના પુરવઠા વિભાગ મારફતે તા.1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે. જેમાં ખેડૂતો સ્થાનિક એપીએમસી અથવા પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે જઇને રજીસ્ટ્રેશન કરવી શકશે. આ માટ આધારકાર્ડ, 7-12, 8-અ, વાવેતરની નોંધ, બેંક પાસબુક અથવા રદ થયેલ ચેક સહિતના દસ્તાવેજ રજુ કરવા પડશે. સરકાર દ્વારા આ વર્ષે રૂ.368 પ્રતિમણના ભાવે ઘઉંની ખરીદી થશે. આગામી એક મહિના સુધી એટલે કે તા.30 માર્ચ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આગામી તા.15 માર્ચથી તા.31 મે સુધી રાજ્યમાં 202 જેટલા કેન્દ્રો ખાતેથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે પુરવઠા વિભાગના હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 ઉપર ફોન મારફતે સંપર્ક કરવો.
સરકાર દ્વારા જાહેર થયેલ ટેકાના ભાવની સરખામણીએ હાલમાં ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોમાં ઘઉંના બજારભાવ ઘણાં ઉચા ચાલી રહ્યા છે. આ કારણે ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતો નહિવત રજીસ્ટ્રેશન કરાવે એવી સંભાવના છે. શુક્રવારે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે ઘઉં(ટુકડા)ના રૂ.394થી રૂ.438ની સપાટીએ ભાવ રહ્યા. રાજ્યભરના માર્કેટયાર્ડોમાં સરેરાશ રૂ.425ની સપાટીએ ઘઉંના ભાવ જોવા મળી રહ્યા છે.