જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


28 March 2018

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા

જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે


રાજકોટ (અકીલા) તા. ર૮ : ગુજરાતના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળી વેંચેલ પણ તેમાના અનેક ખેડૂતોને મગફળી વેચાણના પૈસા ૩ મહિના જેટલો સમય થવા આવ્યો છતા હજુ મળ્યા નથી ખેડૂતોના હિતના દાવો કરતી કેન્દ્ર અને રાજય સરકાર માટે આ પ્રશ્ન પડકાર જેવો થઇ ગયો છે. હાલનું નાણાકીય વર્ષ પુરૂ થતા સુધીમાં (૩ દિવસમાં) ખેડૂતોને નાણા ન મળે તો બેક વ્યાજનું મોટું ભારણ માથે આવવાની ભીતિ છે.

સરકારે ગઇ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદેલ. ખેડૂતોને ટેકાના ભાવથી આપવાના થતા નાણા કેન્દ્ર અને રાજય સરકારે નાફેડ મારફત ચૂકવવાના થતા હોય છે. છેલ્લા ત્રણેક મહિનાની ખરીદીના રૂ.૮૦૦ કરોડથી વધુ રકમ આપવા પાત્ર થતી હોવાનું કૃષિ ક્ષેત્રના વર્તુળો જણાવે છે. કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચેના સંકલનના અભાવે અથવા અન્ય કોઇ કારણસર ખેડૂતોને આ નાણા મળ્યા નથી. જે તે વખતે ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા બજારમાં વેચી હોત તો તે વખતે જ પૈસા મળી ગયા હોત અથવા અત્યાર સુધી રાખી હોત તો ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળ્યા હોત તેમ ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યુ છે. કેન્દ્ર અને રાજયમાં ગુજરાત ખેડૂત અગ્રણી કૃષિ મંત્રીપદે છે ત્યારે ખેડૂતોની આશા વધી છે. ખેડૂતોના હિતની માત્ર વાત કરવાના બદલે કૃષિમંત્રી આર. સી. ફળદુ ખેડૂતો માટે કંઇક કરી બતાવે તેવુ ખેડૂતો ઇચ્છે છે.

ખેડુતોનો કપાસનો પાક વીમો મંજૂર થઇ ગયો છે. પણ હજુ ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યો નથી

25 March 2018

હિટવેવેનું આગમન હવે ગરમી ભુક્કા બોલાવશે આગામી બે દિવસ આકરી ગરમી સહન કરાવી પડશે

હિટવેવેનું આગમન

રાજકોટ સૌરાષ્ટ્ર માં હવે ગરમી ભુક્કા બોલાવશે આગામી બે દિવસ આકરી ગરમી સહન કરાવી પડશે  રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હીટવેવને કારણે સૌરાષ્ટ્રમાં ગરમ પવનો ફૂંકાશે. જેના કારણે મહતમ તાપમાનમાં વધારો થશે.


22 March 2018

આજ ના બજાર ભાવ તા : 23/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

કપાસ બીટી - 895.00 , 1031.00
ઘઉં લોકવન - 307.00 , 355.00

ઘઉં ટુકડા - 312.00 , 390.00
જુવાર - સફેદ - 600.00 , 725.00
જુવાર - પીળી - 280.00 , 375.00
બાજરી - 230.00 , 270.00
મકાઇ - 250.00 , 275.00
તુવેર - 711.00 , 825.00
ચણા - પીળા - 660.00 , 700.00
અળદ - 550.00 , 765.00
મગ - 830.00 , 990.00
વાલ - દેશી - 400.00 , 741.00
વાલ - પાપળી - 575.00 , 795.00
ચોળી - 800.00 , 1300.00
મઠ - 725.00 , 0.00
કડથી - 550.00 , 650.00
તલી - 1550.00 , 1660.00
એરન્ડા - 715.00 , 777.00
અજમો - 600.00 , 925.00
સુવા - 725.00 , 895.00
સીંગફાડા - 620.00 , 905.00
તલ કાળા - 1320.00 , 1580.00
લસણ - 130.00 , 435.00
ધાણા - 750.00 , 1200.00
મરચા - 1400.00 , 2200.00
વરીયાળી - 1105.00 , 1275.00
જીરૂ - 2638.00 , 3010.00
 રાય - 650.00 , 891.00
મેથી - 550.00 , 771.00
ઇસબગુલ - 1155.00 , 1310.00
રાયડો - 540.00 , 625.00
ગુવારનું - બી - 760.00 , 780.00

બટાટા - 100.00 , 160.00
ડુંગળી સુકી - 70.00 , 145.00
ટમેટા - 90.00 , 130.00
સુરણ - 200.00 , 260.00
કોથમરી - 100.00 , 140.00
સકરીયા - 200.00 , 280.00
મુળા - 220.00 , 360.00
રીંગણા - 40.00 , 110.00
કોબીજ - 20.00 , 40.00
ફુલાવર - 100.00 , 230.00
ભીંડો - 450.00 , 700.00
ગુવાર - 500.00 , 900.00
ચોળા સીંગ - 600.00 , 700.00
વાલોળ - 290.00 , 410.00
ગીલોડા - 110.00 , 190.00
દૂધી - 200.00 , 250.00
કારેલા - 500.00 , 600.00
સરગવો - 140.00 , 260.00
તુરીયા - 600.00 , 800.00
પરવર - 350.00 , 550.00
કાકડી - 300.00 , 410.00
ગાજર - 150.00 , 250.00
વટાણા - 260.00 , 420.00
તુવેર સીંગ - 400.00 , 500.00
બીટ - 130.00 , 210.00
ગલકા - 260.00 , 410.00
મેથી - 270.00 , 340.00
વાલ - 450.00 , 550.00
ડુંગળી લીલી - 80.00 , 130.00
આદુ - 480.00 , 710.00
ચણા - લીલા - 160.00 , 250.00
મરચા - લીલા - 320.00 , 510.00
લસણ - લીલુ - 220.00 , 410.00
મકાઇ - લીલી - 150.00 , 210.00
ગુંદા - 450.00 , 650.00
લીંબુ - 1150.00 , 1750.00
 તરબુચ - 150.00 , 250.00 

21 March 2018

આજ ના બજાર ભાવ તા- 22/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

કપાસ બીટી - 890.00 , 1026.00
ઘઉં લોકવન - 302.00 , 354.00
ઘઉં ટુકડા - 308.00 , 385.00
જુવાર - સફેદ - 650.00 , 735.00
જુવાર - પીળી - 275.00 , 375.00
બાજરી - 225.00 , 250.00
મકાઇ - 250.00 , 280.00
તુવેર - 740.00 , 800.00
ચણા - પીળા - 650.00 , 690.00
 અળદ - 575.00 , 780.00
મગ - 800.00 , 1000.00
વાલ - દેશી - 450.00 , 700.00
વાલ - પાપળી - 650.00 , 850.00
ચોળી - 800.00 , 1300.00
મઠ - 550.00 , 625.00
કડથી - 500.00 , 650.00
મગફળી - જીણી - 700.00 , 750.00
મગફળી જાડી - 600.00 , 750.00
તલી - 1300.00 , 1650.00
એરન્ડા - 705.00 , 770.00
અજમો - 850.00 , 1150.00
સુવા - 750.00 , 890.00
સીંગફાડા - 650.00 , 900.00
તલ કાળા - 1320.00 , 1580.00
લસણ - 130.00 , 405.00
ધાણા - 840.00 , 1450.00
મરચા - 1400.00 , 2500.00
વરીયાળી - 1205.00 , 1425.00
જીરૂ - 2450.00 , 2860.00
ઇસબગુલ - 1150.00 , 1400.00
રાયડો - 550.00 , 670.00
ગુવારનું - બી - 750.00 , 765.00

બટાટા - 140.00 , 200.00
ડુંગળી સુકી - 80.00 , 151.00
ટમેટા - 100.00 , 140.00
સુરણ - 180.00 , 250.00
કોથમરી - 80.00 , 120.00
સકરીયા - 150.00 , 240.00
મુળા - 200.00 , 350.00
રીંગણા - 50.00 , 100.00
કોબીજ - 25.00 , 45.00
ફુલાવર - 110.00 , 220.00
ભીંડો - 500.00 , 620.00
ગુવાર - 400.00 , 610.00
ચોળા સીંગ - 500.00 , 600.00
વાલોળ - 300.00 , 400.00
ગીલોડા - 100.00 , 150.00
દૂધી - 110.00 , 220.00
કારેલા - 550.00 , 650.00
સરગવો - 180.00 , 320.00
તુરીયા - 500.00 , 610.00
પરવર - 400.00 , 600.00
કાકડી - 220.00 , 340.00
ગાજર - 120.00 , 210.00
વટાણા - 300.00 , 400.00
તુવેર સીંગ - 350.00 , 450.00
બીટ - 120.00 , 200.00
ગલકા - 250.00 , 400.00
મેથી - 250.00 , 350.00
વાલ - 400.00 , 500.00
ડુંગળી લીલી - 60.00 , 120.00
આદુ - 500.00 , 700.00
ચણા - લીલા - 150.00 , 240.00
મરચા - લીલા - 300.00 , 500.00
લસણ - લીલુ - 200.00 , 400.00
મકાઇ - લીલી - 160.00 , 200.00
ગુંદા - 500.00 , 700.00
લીંબુ - 1100.00 , 1700.00
તરબુચ - 120.00 , 260.00 

20 March 2018

આજ ના બજાર ભાવ તા - 21/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

કપાસ બીટી - 905.00 , 1025.00
ઘઉં લોકવન - 306.00 , 354.00

ઘઉં ટુકડા - 310.00 , 383.00
જુવાર - સફેદ - 535.00 , 700.00
જુવાર - પીળી - 290.00 , 350.00
બાજરી - 225.00 , 248.00
મકાઇ - 165.00 , 250.00
તુવેર - 740.00 , 825.00
ચણા - પીળા - 660.00 , 695.00
અળદ - 550.00 , 775.00
મગ - 800.00 , 1130.00
વાલ - દેશી - 535.00 , 655.00
વાલ - પાપળી - 590.00 , 825.00
ચોળી - 805.00 , 1453.00
મઠ - 550.00 , 650.00
કડથી - 525.00 , 650.00
મગફળી - જીણી - 680.00 , 745.00
મગફળી જાડી - 590.00 , 733.00
તલી - 1540.00 , 1665.00
એરન્ડા - 705.00 , 771.00
અજમો - 810.00 , 1205.00
સુવા - 750.00 , 975.00
સીંગફાડા - 630.00 , 900.00
તલ કાળા - 1330.00 , 1586.00
લસણ - 125.00 , 422.00
ધાણા - 750.00 , 1250.00
મરચા - 1700.00 , 2400.00
વરીયાળી - 1250.00 , 1405.00
જીરૂ - 2446.00 , 2855.00
રાય - 750.00 , 950.00
મેથી - 600.00 , 1100.00
ઇસબગુલ - 1160.00 , 1425.00
રાયડો - 600.00 , 670.00
ગુવારનું - બી - 760.00 , 775.00

બટાટા - 150.00 , 230.00
ડુંગળી સુકી - 80.00 , 145.00
ટમેટા - 40.00 , 90.00
સુરણ - 120.00 , 240.00
કોથમરી - 100.00 , 140.00
મુળા - 230.00 , 310.00
રીંગણા - 100.00 , 140.00
 કોબીજ - 20.00 , 40.00
ફુલાવર - 120.00 , 210.00
ભીંડો - 400.00 , 650.00
 ગુવાર - 500.00 , 600.00
ચોળા સીંગ - 430.00 , 620.00
 વાલોળ - 230.00 , 310.00
ગીલોડા - 120.00 , 160.00
દૂધી - 100.00 , 200.00
કારેલા - 500.00 , 600.00
સરગવો - 200.00 , 350.00
તુરીયા - 400.00 , 600.00
પરવર - 500.00 , 700.00
 કાકડી - 200.00 , 300.00
ગાજર - 100.00 , 200.00
વટાણા - 200.00 , 320.00
તુવેર સીંગ - 300.00 , 400.00
બીટ - 100.00 , 150.00
ગલકા - 260.00 , 340.00
મેથી - 150.00 , 230.00
વાલ - 300.00 , 400.00
ડુંગળી લીલી - 100.00 , 160.00
આદુ - 500.00 , 700.00
મરચા - લીલા - 300.00 , 400.00
લસણ - લીલુ - 250.00 , 350.00
મકાઇ - લીલી - 100.00 , 150.00
ગુંદા - 600.00 , 800.00
લીંબુ - 900.00 , 1400.00
તરબુચ - 160.00 , 250.00 

લાખો ખેડૂતો માટે કપાસનો કરોડોનો વીમો તૈયાર થોડાક દિવસો મા સરકાર જાહેર કરશે.

લાખો ખેડૂતો માટે કપાસનો કરોડોનો વીમો તૈયાર

સરકારે ખૂબ રાહ જોવડાવી, હવે આતુરતાનો અંતઃ વહીવટી પ્રક્રિયા પૂરીઃ બે-ચાર દિવસમાં જ જાહેરાત


અકિલા સમાચાર રાજકોટ તા., ર૦: ગુજરાતના ખેડુતો જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયા છે તે કપાસનો પાક વીમો હવે હાથવેતમાં છે. રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને વીમા કંપનીએ લગભગ બધી પ્રક્રિયા પુરી કરી નાખ્યાના વાવડ છે. કોઇ અણધાર્યો મુદ્દો ઉભો ન થાય તો આ અઠવાડીયામાં જ કપાસના પાક વીમાની જાહેરાત થઇ જાય તેવા એંધાણ છે. ધારાસભાની ચૂંટણી પહેલા પાક વીમો મળી જવાની ધરતીપુત્રોને અપેક્ષા હતી. પરંતુ ઘણા વિલંબ બાદ હવે વીમા બાબતની આતુરતા અંત તરફ છે.

નવી પ્રધાનમંત્રી વીમા યોજના અમલમાં આવ્યા બાદ કપાસનો પાક વીમો પ્રથમ વખત ર૦૧૬-૧૭ના વર્ષનો આવી રહયો છે. ૪૦ ટકા ક્રોપ કટીંગના આધારે તેમજ ૩૦ ટકા વરસાદના આધારે વીમો નક્કી થયાનું બીનસતાવાર રીતે જાણવા મળે છે. વીમાના પ્રમાણ બાબતે સતાવાર વિગતો બહાર આવી નથી. વીમાનો લાભાર્થી ખેડુત વર્ગ લાખોની સંખ્યામાં થાય છે. વીમાની રકમ કરોડોમાં થશે.
કપાસના પાક વીમાનો નિર્ણય જાહેર થયા બાદ ખેડુતોના ખાતામાં જમા થઇ જશે. કયા ખેડુતને કેટલો પાક વીમો મળે છે? તે ટુંક સમયમાં જ સ્પષ્ટ થઇ જશે

19 March 2018

આજ ના બજાર ભાવ તારીખ 20/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ


કપાસ બીટી - 900.00 , 1019.00 
ઘઉં લોકવન - 307.00 , 350.00 
ઘઉં ટુકડા - 309.00 , 385.00 
જુવાર - સફેદ - 525.00 , 730.00 
જુવાર - પીળી - 280.00 , 340.00 
બાજરી - 220.00 , 240.00
મકાઇ - 180.00 , 248.00

તુવેર - 710.00 , 839.00
ચણા - પીળા - 660.00 , 715.00
અળદ - 550.00 , 775.00 
મગ - 800.00 , 1090.00
વાલ - દેશી - 525.00 , 650.00
વાલ - પાપળી - 580.00 , 830.00 
ચોળી - 825.00 , 1435.00
મઠ - 575.00 , 705.00
કડથી - 550.00 , 575.00
મગફળી - જીણી - 680.00 , 752.00
મગફળી જાડી - 580.00 , 736.00
તલી - 1560.00 , 1665.00
એરન્ડા - 750.00 , 774.00
અજમો - 650.00 , 1190.00 
સુવા - 850.00 , 920.00 
સીંગફાડા - 650.00 , 910.00 
તલ કાળા - 1325.00 , 1541.00 
લસણ - 111.00 , 410.00
ધાણા - 850.00 , 1200.00 
મરચા - 1700.00 , 2400.00
વરીયાળી - 1150.00 , 1340.00
જીરૂ - 2450.00 , 2850.00
રાય - 750.00 , 950.00
 મેથી - 600.00 , 980.00 
ઇસબગુલ - 1250.00 , 1485.00
રાયડો - 580.00 , 670.00
ગુવારનું - બી - 740.00 , 750.00

બટાટા - 100.00 , 250.00 
ડુંગળી સુકી - 70.00 , 140.00 
ટમેટા - 50.00 , 110.00 
સુરણ - 200.00 , 260.00 
કોથમરી - 90.00 , 130.00
મુળા - 240.00 , 300.00
રીંગણા - 50.00 , 90.00
કોબીજ - 25.00 , 45.00
ફુલાવર - 100.00 , 220.00
ભીંડો - 450.00 , 600.00
ગુવાર - 400.00 , 650.00
ચોળા સીંગ - 450.00 , 620.00
વાલોળ - 200.00 , 300.00 
ગીલોડા - 100.00 , 150.00
દૂધી - 150.00 , 250.00
કારેલા - 350.00 , 450.00
સરગવો - 240.00 , 360.00
તુરીયા - 500.00 , 600.00
પરવર - 350.00 , 500.00
કાકડી - 260.00 , 400.00 
ગાજર - 110.00 , 220.00
વટાણા - 310.00 , 420.00
તુવેર સીંગ - 200.00 , 300.00
બીટ - 110.00 , 160.00
ગલકા - 260.00 , 400.00 
મેથી - 160.00 , 220.00 
વાલ - 260.00 , 350.00 
ડુંગળી લીલી - 110.00 , 150.00
 આદુ - 500.00 , 720.00
મરચા - લીલા - 220.00 , 310.00 
લસણ - લીલુ - 260.00 , 340.00 
મકાઇ - લીલી - 110.00 , 190.00 
લીંબુ - 950.00 , 1420.00 
તરબુચ - 150.00 , 240.00

17 March 2018

7 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાક વીજળી, ગુજરાતમાં 8 કલાક પણ પૂરી નહીં

7 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાક વીજળી, ગુજરાતમાં 8 કલાક પણ પૂરી નહીં
ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી આપતી ગુજરાત સરકારની મોટી અને ખોટી વાતનો પર્દાફાશ કરતાં ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટને ટાંકતાં કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત કરતાં દેશના અન્ય 16 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાકથી લઈ 9 કલાક સુધી વીજળી આપવામાં આવે છે અને તે પણ દિવસના સમયે. જ્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી અને તે પણ દિવસ-રાતના રોટેશન પ્રમાણે આપવામાં આવે છે.

રાજ્યનું નામજાન્યુઆરી-2017માં ખેતી માટે વીજળી (કલાકમાં)
પોંડિચેરીકોઈ મર્યાદા નહીંકેરાલાકોઈ મર્યાદા નહીં
ગોવા કોઈ મર્યાદા નહીં
ઓરિસ્સા 24ઃ00 કલાક 
ઉત્તરાખંડ 23ઃ17 કલાક 
મધ્યપ્રદેશ 23ઃ13 કલાક 
પશ્ચિમ બંગાળ 23ઃ00 કલાક
ઝારખંડ 20: 00 કલાક 
ઉત્તરપ્રદેશ 18ઃ51 કલાક 
છત્તીસગઢ 18ઃ00 કલાક 
બિહાર 18ઃ00 કલાક 
હરિયાણા10:11 કલાક 
મહારાષ્ટ્ર 9ઃ00 કલાક 
તેલંગણા 9ઃ00 કલાક 
તામિલનાડુ 9ઃ00 કલાક 
ગુજરાતમાત્ર 8 કલાક

ડુંગળીના ભાવ તળીયે પહોંચ્યા ડુંગળીનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે કલેકટરને-કૃષિમંત્રીને જાણ કરી

રાજકોટ તા. ૧૭ : ડુંગળીનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. આવી સ્થિતિમાં ખેડૂતોને નુકશાનથી બચાવવા માટે મહુવા યાર્ડ દ્વારા ખેડૂતોની સફેદ ડુંગળીની રૂ. ૮૦ પ્રતિ ર૦ કિલોથી નીચે હરરાજી ન કરવાનો અતિ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેની જાણ જિલ્લા કલેકટરને પણ કરવામાં આવી છે.


મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે સફેદ ડુંગળીની પુષ્કળ આવક છે. અને ભાવ છેલ્લા ર૦ દિવસથી રૂ. ૬પ થી ૭પ જેટલા નીચા ચાલી રહ્યાં છે, જેના સંદર્ભમાં આજે ખેડૂતો સાથે ચર્ચા કરીને એવો નિર્ણય લેવાયો છે કે ખેડૂતોએ રૂ. ૮૦ થી નીચે વેચાણ ન કરવું. ખેડૂતોની માર્કેટ યાર્ડમાં  પહોંચ રૂ. ૧૪૦ ની પડતર પડે છે, જેની સામે ખેડૂતો રૂ. ૬૦ ની નુકસાની સહન કરવા તૈયાર છે. જયાં સુધી રૂ. ૮૦ નાં મણ ખરીદનાર નહીં મળે ત્યાં સુધી હરરાજી પણ બંધ રાખવામાં આવશે. જો આ ભાવ નહીં મળે તો હરાજી અચોકકસ મુદત સુધી બંધ રાખવામાં આવશે અને સરકારને આની રજૂઆત કરવામાં આવશે.
ઘનશ્યામભાઇ પટેલે વધુમાં કહ્યું કે ફેબ્રુઆરી અંતમાં મહુવા અને ગારીયાધારનાં ધારાસભ્યને સાથે રાખીને કૃષિ મંત્રી આર. સી. ફળદુને રજૂઆત કરવામાં આવી છે. અને કૃષિ મંત્રીએ પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા માટે વિચારણા કરી રહી છે, પરંતુ આ અંગેનો નિર્ણય એપ્રિલ પહેલા આવે તેવી સંભાવનાં નથી, પરિણામે ખેડૂતોએ પણ નીચા ભાવથી વેચાણ કરવા માટે ઉતાવળ ન કરવા ની સલાહ છે.


16 March 2018

મોરબી ના નિવૃત ફોરેસ્ટ ઓફિસર અને પ્રયોગશીલ ખેડુતે જીરો બજેટ ખેતી શરૂ કરી ઘઉનો મબલખ ઉત્પાદન મેળવ્યું

ગાજીયાબાદ યુનિવર્સીટીમાંથી વેસ્ટ ડી કંમ્પોઝ ખાતર મંગાવી શરૂ કરી ઓર્ગેનિક ખેતી

મોરબી : મોરબીના ખાખરાળા ગામના પ્રયોગશીલ ખેડૂત અને નિવૃત ફોરેસ્ટ ઓફિસરે જીરો બજેટ ખેતી શરૂ કરી વગર ખાતર અને દવાએ મબલખ ઓર્ગેનિક ખેત ઉત્પાદન મેળવવાનું શરૂ કરતાં આજુબાજુના ગામડાઓના ખેડૂતો દંગ રહી ગયા છે અને અન્ય ખેડૂતો પણ આ જીરો બજેટ ખેતી તરફ વળી રહયા છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા અને માત્ર આઠ વિઘા જેટલી જમીન ધરાવતા શિવલાલભાઈ ડાંગર નિવૃત ફોરેસ્ટ ઓફિસર છે, પોતાની ૬૦ વર્ષની ઉંમર હોવા છતાં યુવાનોને વિચારતા કરી મૂકે તેવી કુનેહ ધરાવતા હોય યુ ટ્યુબ મારફત ઓર્ગેનિક અને ઝીરો બજેટ ખેતી અંગે જાણકારો મેળવવા ખૂબ મથામણ કરી અને તેમાં આજે ધારી સફળતા મેળવી છે.

શિવલાલભાઈ ડાંગરે યુ ટ્યુબ મારફતે ઝીરો બજેટ ખેતી અંગે માહિતી મેળવી ગાજીયાબાદ યુનિવર્સીટીના નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગમાંથી ગાયના છાણ અને ગૌમૂત્ર માંથી તૈયાર થતું વેસ્ટ ડી કંપોસ્ટ નામનું ખાતર રૂ.૧૦૦ નું મનીઓર્ડર કરી મંગાવ્યું, રૂપિયા ૧૦૦ માં ગાજીયાબાદ યુનિવર્સીટીએ ૫ બોટલ દવા મોકલાવી હતી.

આ ખાસ વેસ્ટ ડી કંપોસ્ટની એક બોટલમાંથી અંદાજે ૨૦૦ લીટર ખાતર દવાનો ઓર્ગેનિક ડોઝ તૈયાર થાય છે, જેને પિયતમાં અથવા પંપ મારફતે વાવેતરમાં છંટકાવ કરવાનો હોય છે.

શિવલાલભાઈ ડાંગર ઉમેરે છે કે આ વેસ્ટ ડી કંમ્પોઝની એક બોટલમાં દવા તૈયાર કરવામાં બેરલમાં ૨૦૦ લીટર પાણી ભરી તેમાં અઢી કીલો જૂનો ગોળ નાખી છ થી સાત દિવસ આ દ્રાવણ ને મૂકી રાખવાનું હોય છે અને સાતમા કે આઠમા દિવસે આ દ્રાવણ પાકને આપવા માટે તૈયાર થઈ જાય છે.

વધુમાં શિવલાલભાઈ ઉમેરે છે કે આ ઓર્ગેનિક દ્રાવણ ના ઉપયોગથી જમીનમાં ફળદ્રુપતા વધે છે અને પ્રત્યેક વિધે વાવેતર કરવામાં બિયારણ ઓછું જોઈ છે અને ઉત્પાદન વધુ આવે છે, તેઓએ ઘઉના વાવેતર અંગે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે અન્ય ખેડૂતો વિધે ૨૦ થી ૨૫ કિલો ઘઉં વાવે છે જયારે તેઓએ માત્ર ૧૫ કિલો બિયારણ ઉઓયોગ કર્યું અને એક વિધે ૫૦ મણ ઘઉંનું ઉત્પાદન મેળવશે જ્યારે અન્ય ખેડૂતોને વિધે માત્ર ૨૫ થી ૩૦ મણ ઘઉંનો જ ઉતારો આવે છે.

એથી પણ આગળ તેઓ ખેતીને સાવ ઝીરો બજેટ કેમ બનાવી શકાય તેની સલાહ આપી પોતાની ખેતી કરવાની પદ્ધતિ અંગે જણાવે છે કે સામાન્ય રીતે કોઈપણ પાક વાવેતર કરતા દરેક દશ વિઘા જેટલી જમીનમાં પાળા નાખવાને કારણે દોઢ વિઘો જમીન બિનઉપયોગી થઈ જાય છે પરંતુ શિવલાલભાઈ કોઠાસૂઝ અને આધુનિક પ્રયોગશીલ ખેતીમાં નકામા જણાતા પાળા ઉપર આડ પેદાશ રૂપે મગ,અડદ, ચણા,સૂર્યમુખી જેવા રોકડીયા પાક વાવી વાવેતર ખર્ચ કરતા પણ વધુ રકમની વધારાની આવક મેળવી રહ્યા છે વળી આવા કઠોળ જેવા પાકને કારણે જમીનને પૂરક તત્વો મળતા હોય ખેતીની ફળદ્રુપતામાં વધારો થતો હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઝીરો બજેટ ખેતી અપનાવી ખાખરાળા અને આજુબાજુના ગામોમાં પ્રયોગશીલ ખેડૂત તરીકેની નામના મેળવનાર શિવલાલભાઈ ડાંગર માત્ર પોતા માટે જ નહીં અન્ય ખેડૂતોને પણ પોતાના જેવી ઝીરો બજેટ ખેતી અપનાવવા સલાહ આપી અન્ય ખેડૂતોને વિનામૂલ્યે ઓર્ગેનિક વેસ્ટ ડી કંમ્પોઝ ભેટ આપી રહ્યા છે.

આજ ના બજાર ભાવ તારીખ: 17/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

આજ ના બજાર ભાવ

કપાસ બીટી - 900.00 , 1025.00
ઘઉં લોકવન - 311.00 , 356.00
 ઘઉં ટુકડા - 316.00 , 390.00
જુવાર - સફેદ - 545.00 , 710.00
જુવાર - પીળી - 350.00 , 455.00
બાજરી - 190.00 , 248.00
મકાઇ - 190.00 , 248.00
તુવેર - 700.00 , 850.00

ચણા - પીળા - 670.00 , 720.00
અળદ - 580.00 , 780.00
મગ - 880.00 , 1080.00
વાલ - દેશી - 525.00 , 650.00
વાલ - પાપળી - 555.00 , 850.00
ચોળી - 825.00 , 1425.00
મઠ - 590.00 , 805.00
કડથી - 550.00 , 675.00
મગફળી - જીણી - 650.00 , 720.00
મગફળી જાડી - 600.00 , 730.00
 તલી - 1550.00 , 1665.00
એરન્ડા - 705.00 , 790.00
અજમો - 650.00 , 1090.00
સુવા - 850.00 , 925.00
સીંગફાડા - 650.00 , 930.00
તલ કાળા - 1330.00 , 1589.00
લસણ - 112.00 , 390.00
ધાણા - 800.00 , 1150.00
મરચા - 1500.00 , 2200.00
વરીયાળી - 1275.00 , 1440.00
જીરૂ - 2500.00 , 2950.00
રાય - 850.00 , 950.00
મેથી - 550.00 , 1040.00
ઇસબગુલ - 1475.00 , 1575.00
રાયડો - 600.00 , 650.00
ગુવારનું - બી - 745.00 , 755.00 

15 March 2018

આજ ના બજારભાવ તારીખ 16/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

કપાસ બીટી - 892.00 , 1020.00
ઘઉં લોકવન - 314.00 , 360.00
ઘઉં ટુકડા - 315.00 , 405.00
જુવાર - સફેદ - 550.00 , 730.00
જુવાર - પીળી - 325.00 , 450.00
બાજરી - 185.00 , 245.00
મકાઇ - 185.00 , 245.00
તુવેર - 700.00 , 842.00
ચણા - પીળા - 665.00 , 715.00
અળદ - 550.00 , 750.00
મગ - 800.00 , 1100.00
વાલ - દેશી - 500.00 , 750.00
વાલ - પાપળી - 550.00 , 850.00
ચોળી - 805.00 , 1400.00
મઠ - 525.00 , 800.00
કડથી - 525.00 , 650.00
મગફળી - જીણી - 670.00 , 722.00
મગફળી જાડી - 600.00 , 728.00
 તલી - 1550.00 , 1665.00
એરન્ડા - 705.00 , 785.00
અજમો - 850.00 , 1105.00
સુવા - 850.00 , 915.00
 સીંગફાડા - 630.00 , 915.00
તલ કાળા - 1280.00 , 1575.00
લસણ - 112.00 , 380.00
ધાણા - 800.00 , 1285.00
મરચા - 1800.00 , 2300.00
વરીયાળી - 1150.00 , 1425.00
જીરૂ - 2600.00 , 3025.00
રાય - 850.00 , 970.00
મેથી - 650.00 , 1200.00
ઇસબગુલ - 1350.00 , 1502.00
રાયડો - 600.00 , 680.00
ગુવારનું - બી - 755.00 , 765.00

બટાટા - 100.00 , 200.00
ડુંગળી સુકી - 70.00 , 180.00
ટમેટા - 80.00 , 100.00
સુરણ - 140.00 , 250.00
કોથમરી - 110.00 , 220.00
મુળા - 60.00 , 100.00
રીંગણા - 70.00 , 90.00
કોબીજ - 40.00 , 60.00
ફુલાવર - 140.00 , 240.00
ભીંડો - 550.00 , 710.00
ગુવાર - 710.00 , 810.00
ચોળા સીંગ - 540.00 , 610.00
વાલોળ - 210.00 , 310.00
ગીલોડા - 100.00 , 200.00
દૂધી - 210.00 , 310.00
કારેલા - 510.00 , 710.00
સરગવો - 240.00 , 340.00
તુરીયા - 510.00 , 610.00
પરવર - 410.00 , 640.00
કાકડી - 250.00 , 310.00
ગાજર - 110.00 , 240.00
વટાણા - 240.00 , 340.00
તુવેર સીંગ - 310.00 , 410.00
બીટ - 110.00 , 210.00
ગલકા - 230.00 , 330.00
 મેથી - 110.00 , 210.00
વાલ - 340.00 , 410.00
ડુંગળી લીલી - 110.00 , 220.00
આદુ - 440.00 , 600.00
ચણા - લીલા - 110.00 , 210.00
મરચા - લીલા - 310.00 , 410.00
લસણ - લીલુ - 110.00 , 340.00
મકાઇ - લીલી - 150.00 , 230.00
લીંબુ - 810.00 , 1210.00
તરબુચ - 150.00 , 260.00

ચાર વર્ષમાં કૃષિની આયાતમાં સતત વધારો નિકાસમાં ઘટાડોઃ કૃષિ વિકાસદર પણ ઘટ્યો

રાજકોટ, તા.૧૫ : સરકારની કૃષિક્ષેત્રની આયાત અને નિકાસની નીતિથી વૈશ્વિક કૃષિ વેપારની અસંતુલનતા બહાર આવી છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં કૃષિક્ષેત્રની આયાતમાં સતત વધારો થઇ રહયો છે. જયારે નિકાસમાં દ્યટાડો જોવાઈ રહયો છે.



દેશમાંથી કૃષિસંલગ્ન નિકાસ છેલ્લાં ચાર વર્ષમાં ૧૯ ટકા ઘટી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૯.૬ અબજ ડોલરનો વેપાર થયો હતો. જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૩૨ અબજ ડોલર રહી ગયો છે. આ સમયગાળામાં કૃષિ સંબંધિત વસ્તુઓની આયાતમાં ૬૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૪.૬ અબજ ડોલરથી વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૪.૨ અબજ ડોલરે પહોંચી ગઈ છે. કૃષિક્ષેત્રની નિકાસમાં વધારો થાય તો કૃષિવિકાસને ચાર ચાંદ લાગે પણ આયાત-નિકાસમાં આયોજનોને અભાવે કૃષિ વિકાસદર દ્યટીને ૨.૧ ટકા રહે તેવી સંભાવના છે.

13 March 2018

ગુલાબી ઇયળના ત્રાસ અને પાણીની તંગીને લીધે કપાસ માં આ વર્ષે ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે - ભાવ વધે તેવી સંભાવના


અમદાવાદ તા. ૧૩ : કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ) એ ચાલુ કોટન વર્ષ દરમિયાન કોમોડિટીનું ઉત્પાદન ૩૬૨ લાખ ગાંસડી (એક ગાંસડી એટલે ૧૭૦ કિગ્રા) રહેશે એમ જણાવ્યું છે.



તાજેતરમાં મળેલી બેઠકમાં તેણે અગાઉના ૩૬૭ લાખ ગાંસડીના અંદાજમાં ૫ લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે. તેમાં મુખ્ય ઘટાડો કર્ણાટક અને તામિલનાડુમાંથી જોવા મળશે એમ સંસ્થાએ જણાવ્યું છે. બંને રાજયોમાં ઉત્પાદન બે-બે લાખ ગાંસડી જેટલું ઓછું જોવા મળશે. જયારે અન્યત્ર એક લાખ ગાંસડી ઉત્પાદન ઘટશે. ગુલાબી ઈયળની સમસ્યા તેમજ પાણીની તંગીને કારણે પાકમાં ઘટાડો નોંધાશે.ઉત્પાદનમાં અગાઉના અંદાજ સામે ઘટાડો જોવાયો છે પરંતુ દેશમાંથી નિકાસ સારી જોવા મળી રહી છે. અગાઉના ૫૫ લાખ ગાંસડીના અંદાજ સામે દેશમાંથી ચાલુ સીઝનમાં નિકાસ ઊંચી રહેવાની સંભાવના છે. ૬૦ જેનું મુખ્ય કારણ વિશ્વમાં હાલમાં ભારતીય કોટન સૌથી સસ્તું કોટન છે અને તેથી સ્થાનિક પાકની ઊંચી માગ રહી છે.
૩૧ માર્ચ સુધીમાં ભારતમાંથી ૪૫ લાખ ગાંસડીની નિકાસ થઈ જવાની સંભાવના છે. ભારતીય ટેકસટાઇલ મિલ્સનો વપરાશ ૧૦ લાખ ગાંસડી વધીને ૩૨૦ લાખ ગાંસડી પરથી ૩૩૦ લાખ ગાંસડી રહેશે. વપરાશમાં વૃદ્ઘિનું મુખ્ય કારણ ગુજરાતમાં ૩૫-૪૦ લાખ નવી સ્પિન્ડલ્સની સ્થાપના છે. આમ ગુજરાતમાં કોટનનો વપરાશ નોંધપાત્ર વધીને ૬૫ લાખ ગાંસડીનો રહેવાની સંભાવના છે એમ સીએઆઇના પ્રમુખ અતુલ ગણાત્રા કહેવુ  છે.
૨૦૧૭-૧૮ના વર્ષ માટે કેરી ફોરવર્ડ ઘટીને ૨૨ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. જે અગાઉ ૪૨ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાતો હતો. કેરી ફોરવર્ડમાં ઘટાડો મુખ્યત્વે ભારતીય મિલ્સના વપરાશમાં ૧૦ લાખ ગાંસડીની વૃદ્ઘિને કારણે છે. ઉપરાંત નિકાસમાં ૫ લાખ ગાંસડી વૃદ્ઘિ અને ઉત્પાદનમાં ૫ લાખ ગાંસડીનો ઘટાડો પણ આ માટે કારણભૂત છે.ઊંચા સ્થાનિક વપરાશ અને નિકાસ માગ પાછળ આગામી સમયગાળામાં કોટનના ભાવમાં મજબૂતી જોવા મળે તેવું પણ ગણાત્રા જણાવે છે. છેલ્લાં ત્રણેક વર્ષથી ભારતમાંથી નીચી આયાત કરી રહેલા ચીનમાં પણ રિઝર્વ સ્ટોકનો વપરાશ ચાલુ છે અને તેથી ત્યાંની માગ પણ વધી શકે છે.


6 March 2018

ખેડૂતોને અડધી કિમતે એટલે 50% માં ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો ના નામે લોભામણી યોજના ચલાવી ને ખેડૂતો ની લુટ ચલાવામા આવે છે.

રાજકોટ : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસો ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી અમુક લોકોને ટ્રેકટર સહિતની વસ્તુઓ આપી બીજા  લોકો પાસેથી ફીના નામે પૈસા મેળવ્યા બાદ ટ્રેકટર ન આપી ઠગાઇ કરતાં શખ્સોની ટોળકીનું જબરૂ કોૈભાંડ સામે આવ્યું છે. આ પૈકી રાજકોટમાં રૂ. ૨,૯૧,૦૦૦ની ઠગાઇઅને રૂ. ૧ લાખની ઠગાઇના બે ગુના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં આરોપી તરીકે રાજકોટની મહિલા-અમદાવાદ-મહેસાણાના ૭ લોકો સામેલ છે. જેમાં અમદાવાદની એક મહિલા  પણ આરોપીના લિસ્ટમાં છે. આ ટોળકીએ ખેડૂતોને એક કહીન છેતર્યા હતાં કે અડધી રકમ તમે ભરો બાકીના કેન્દ્ર સરકાર ભરશે અને તમને અડધા ભાવે ટ્રેકટર મળશે!

પોલીસે છેતરાયેલા ખેડૂતો પૈકીના લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) નામના લેઉવા પટેલ ખેડૂતની ફરિયાદ પરથી રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ઓફિસ ખોલનાર મહેશ્વરીબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ગીરધરભાઇએ જણાવ્યું છે કે હું દેવડા ગામે આઠ એકર ખેતી છે તેમાં ખેતી કરી ગુજરાન ચલાવુ છું અને ચાર ધોરણ સુધી ભણ્યો છું. ત્રણેક મહિના અગાઉ હું જ્યુબીલી ચોક પાલવ હોટેલ પાસે ઉભો હતો ત્યારે જાણવા મળેલ કે અડધી કિંમતે ટ્રેકટર મળે છે અને તેની પાલવ હોટેલમાં મિટીંગ છે. હું અંદર જતાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનું બોર્ડ લગાડાયેલુ જોવા મળ્યું હતું. જ્યાં મુકુંદભાઇ પરમાર અને બીજા માણસો હતાં. મુકુંદભાઇ હિન્દીમાં બોલતા હતાં. તેણે પ્રથમ અમુક રકમ ભરીએ તો બાદમાં અડધી કિંમતે ટ્રેકટર, પશુ તથા ખેતીના બીજા સાધનો મળે તેવું સમજાવી ફોર્મ ફીના રૂ. ૨૦૦૦ ભરી સભ્યપદ મેળવવા કહ્યું હતું. તેણે સરકાર દ્વારા જે લાભ અપાશે તે તમામ ખેડૂતોને મળશે તેવી વાતો કરી હતી.

મને જાણવા મળ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદની બીજી મિટીંગ ચોટીલા નજીક હાઇવે પરની હોટેલમાં યોજાઇ હતી. એ મિટીંગમાં પણ હું અને બાજુના છાપરા ગામના સાગરભાઇ ગયા હતાં. જેમાં સભ્યપદ મળ્યાના ૪૫ દિવસ પછી અડધી કિંમતે ટ્રેકટર મળી જશે તેવો વિશ્વાસ અપાયો હતો. સાગરભાઇ જે આ પરિષદની રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની ઓફિસમાં હોઇ તેને હું ત્યાં પણ લઇ ગયો હતો. જ્યાં મહેશ્વરીબેન અગ્નિહોત્રી હાજર હતાં. તેણે સ્કીમ સમજાવી હતી કે પહેલા ૧ લાખ ભરવાના અને થોડા દિવસ પછી ૧,૯૧,૦૦૦ ભરવાના. એ પછી ટ્રેકટર મળી જશે. આ કંપનીની ઓફિસો દેશભરમાં અલગ-અલગ શહેરોમાં રજીસ્ટર થઇ હોવાનું પણ જણાવાયું હતું.  તેમજ આ કંપનીના ડિરેકટરોના નામો પણ મને અપાયા હતાં અને ભારતભરમાં સરકાર અલગ-અલગ જગ્યાએ આ રીતે ખેડૂતોને  લાભ આપી રહી હોવાની માહિતી અપાઇ હતી.

આ સ્કીમ સાંભળીને મને એમ થયુ હતું કે સરકારશ્રીની આ યોજના હશે. જેથી મેં વિશ્વાસ રાખી ૧ લાખ રોકડા ભર્યા હતાં. તેની મને પહોંચ અપાઇ નહોતી. બાદમાં ૨૮/૧ના રોજ ફરી હું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સાધુ વાસવાણી રોડ પરની ઓફિસે જતાં એકાઉન્ટમાં ૧ લાખ જમા થયેલા તેની બેંકની પહોંચ અપાઇ હતી. પણ કંપનીના સહી સિક્કાવાળી કોઇ પહોંચ નહોતી. એ પછી મને ૧૨/૨/૧૮ના રોજ ૧,૯૧,૦૦૦ ભરવા બાબતો ફોન આવ્યો હતો. જથી હું આ રકમ ભરવા મહેશ્વરી અગ્નિહોત્રીને મળ્યો હતો. તે વખતે પણ મને પહોંચ કે લખાણ આપ્યા વગર આ રકમ તેણે લઇ લીધી હતી અને વિશ્વસ આપ્યો હતો કે થોડા દિવસમાં જ ટ્રેકટર મળી જશે. પરંતુ આજ સુધી ટ્રેકટર મળ્યું નથી.

ગીરધરભાઇએ વિશેષમાં જણાવ્યું હતું કે મેં ત્રણ માસ પહેલા સભ્ય ફીના ૨૦૦૦ ભર્યા હતાં. તે બદલ મને આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદનું કાર્ડ અપાયું હતું. કંપનીની શરતો મુજબ મેં પૈસા ભર્યા છતાં કોઇ પણ ટ્રેકટર મને ન મળતાં અને પૈસા પણ પાછા ન મળતાં અંતે મેં ફરિયાદ નોંધાવી છે.

બીજી ફરિયાદ ગોંડલના વેજાગામમાં રહેતાં પ્રશાંત પ્રતાપભાઇ સિંધવ (રજપૂત) (ઉ.૨૧) નામના યવાનની નોંધવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે હું વેજાગામમાં ગોૈશાળાનું સંચાલન કરું  છું. ધોરણ-૧૨ સુધી ભણેલો છું. મને ગત જાન્યુઆરી માસમાં ખબર પડી હતી કે અડધા ભાવે ટ્રેકટર મળે છે અને આ માટે સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ખુલી છે. જેથી હું ત્યાં ગયો હતો. મને સમજાવાયેલ કે ૧ લાખ પહેલા ભરવાના અને બાકીના ૧ાા લાખ ખેડૂતને ટ્રેકટર મળે ત્યારે ચુકવવાના છે. બાકીની રકમ કેન્દ્ર સરકાર સબસીડી મારફત આપે છે. જેથી ટ્રેકટર માત્ર અઢી લાખમાં મળશે. આવી સ્કીમ મને સાચી લાગતાં મેં ૧ લાખ રોકડા ભર્યા હાં. સભ્યપદ બાદ બીજા ૧ાા લાખ ભરવાના રહેશે અને આઠ-દસ દિવસમાં સભ્યપદ મળી જશે તેમ કહેવાયું હતું. પરંતુ  મને પછી કોઇ ફોન ન આવતાં હું તપાસ કરવા જતાં મને અમદાવાદ વિવેક દવે સાથે વાત કરવા કહેવાયું હતું. મેં ફોન પર વાત કરતાં મને તેણે કહેલ કે ઉપરથી ફી ઓછી આવી છે અને હું દિલ્હી તપાસ કરવા જાઉ છું. તેમ કહી તેણે મહેસાણા હેડ બ્રાંચ હોવાનું કહી ત્યાંના મુકુંદભાઇ પરમારના નંબર આપ્યા હતાં. મેં ફોન કરતાં તેણે રૂબરૂ ઓફિસે આવો તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી મને શંકા ઉપજી હતી કે આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે.

બાદમાં મેં તપાસ કરતાં સરકાર દ્વારા આવી કોઇ સ્કીમ કે યોજના અમલમાં જ નહિ હોવાની ખબર પડી હતી. તેમજ કોઇ એનજીઓ કે પ્રાઇવેટ કંપનીને પણ સરકારે આવી કોઇ ઓથોરિટી આપી નહિ હોવાની ખબર પડતાં છેતરપીડી થયાની ખબર પડી હતી અને મેં ફરિયાદ કરી હતી.

પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, લક્ષમણભાઇ મહાજન, ગિરીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ, અમીનભાઇ સહિતના સ્ટાફે બંને ગુનાની તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ રાજ્યભરમાં ઠગાઇ કર્યાનું મોટુ ભોપાળુ સામે આવવાની શકયતા છે. હાલ રાજકોટની ઓફિસને તાળા લાગી ગયા છે.

5 March 2018

આજ ના બજાર ભાવ તારીખ: 06/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

આજ ના બજાર ભાવ તારીખ: 06/03/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ
કપાસ બીટી - 895.00 , 1031.00
ઘઉં લોકવન - 310.00 , 350.00
ઘઉં ટુકડા - 311.00 , 400.00
જુવાર - સફેદ - 425.00 , 725.00
જુવાર - પીળી - 285.00 , 335.00
બાજરી - 190.00 , 252.00
મકાઇ - 225.00 , 280.00
 તુવેર - 721.00 , 852.00
ચણા - પીળા - 680.00 , 745.00
અળદ - 650.00 , 780.00
 મગ - 725.00 , 1050.00
વાલ - દેશી - 450.00 , 650.00
વાલ - પાપળી - 500.00 , 705.00
ચોળી - 800.00 , 1405.00
મઠ - 575.00 , 675.00
કડથી - 500.00 , 650.00
મગફળી - જીણી - 700.00 , 770.00
મગફળી જાડી - 650.00 , 750.00
તલી - 1550.00 , 1650.00
એરન્ડા - 705.00 , 770.00
અજમો - 775.00 , 1291.00
સુવા - 805.00 , 911.00
સોયાબીન - 701.00 , 718.00
સીંગફાડા - 620.00 , 935.00
તલ કાળા - 1311.00 , 1578.00
લસણ - 92.00 , 351.00
ધાણા - 850.00 , 1600.00
મરચા - 1800.00 , 2500.00
વરીયાળી - 951.00 , 1211.00
જીરૂ - 2650.00 , 2935.00
રાય - 860.00 , 1009.00
મેથી - 400.00 , 701.00
ઇસબગુલ - 1450.00 , 1625.00
રાયડો - 631.00 , 675.00
ગુવારનું - બી - 770.00 , 789.00

બટાટા - 80.00 , 120.00
ડુંગળી સુકી - 90.00 , 180.00
ટમેટા - 70.00 , 130.00
સુરણ - 250.00 , 420.00
કોથમરી - 90.00 , 130.00
મુળા - 210.00 , 320.00
રીંગણા - 50.00 , 90.00
કોબીજ - 40.00 , 70.00
ફુલાવર - 110.00 , 220.00
ભીંડો - 420.00 , 630.00
ગુવાર - 850.00 , 1150.00
ચોળા સીંગ - 450.00 , 650.00
વાલોળ - 140.00 , 210.00
ગીલોડા - 110.00 , 250.00
દૂધી - 120.00 , 210.00
કારેલા - 450.00 , 620.00
સરગવો - 250.00 , 310.00
તુરીયા - 500.00 , 700.00
પરવર - 460.00 , 650.00
કાકડી - 240.00 , 360.00
ગાજર - 160.00 , 230.00
વટાણા - 220.00 , 310.00
તુવેર સીંગ - 270.00 , 320.00
ગલકા - 170.00 , 230.00
મેથી - 110.00 , 220.00
વાલ - 350.00 , 410.00
ડુંગળી લીલી - 110.00 , 160.00
આદુ - 420.00 , 610.00
ચણા - લીલા - 110.00 , 220.00
મરચા - લીલા - 270.00 , 540.00
લસણ - લીલુ - 220.00 , 310.00
મકાઇ - લીલી - 160.00 , 220.00
લીંબુ - 850.00 , 1250.00
તરબુચ - 110.00 , 200.00

ખેતી સમ્રુદ્ધ તો ગામડા સમ્રુદ્ધ
ગામડા સમ્રુદ્ધ તો  દેશ સમ્રુદ્ધ
તો અને તોજ ભારત નો સાચો વીકાસ થયો કહેવાય

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...