જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


28 March 2018

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા

જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે


રાજકોટ (અકીલા) તા. ર૮ : ગુજરાતના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળી વેંચેલ પણ તેમાના અનેક ખેડૂતોને મગફળી વેચાણના પૈસા ૩ મહિના જેટલો સમય થવા આવ્યો છતા હજુ મળ્યા નથી ખેડૂતોના હિતના દાવો કરતી કેન્દ્ર અને રાજય સરકાર માટે આ પ્રશ્ન પડકાર જેવો થઇ ગયો છે. હાલનું નાણાકીય વર્ષ પુરૂ થતા સુધીમાં (૩ દિવસમાં) ખેડૂતોને નાણા ન મળે તો બેક વ્યાજનું મોટું ભારણ માથે આવવાની ભીતિ છે.

સરકારે ગઇ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદેલ. ખેડૂતોને ટેકાના ભાવથી આપવાના થતા નાણા કેન્દ્ર અને રાજય સરકારે નાફેડ મારફત ચૂકવવાના થતા હોય છે. છેલ્લા ત્રણેક મહિનાની ખરીદીના રૂ.૮૦૦ કરોડથી વધુ રકમ આપવા પાત્ર થતી હોવાનું કૃષિ ક્ષેત્રના વર્તુળો જણાવે છે. કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચેના સંકલનના અભાવે અથવા અન્ય કોઇ કારણસર ખેડૂતોને આ નાણા મળ્યા નથી. જે તે વખતે ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા બજારમાં વેચી હોત તો તે વખતે જ પૈસા મળી ગયા હોત અથવા અત્યાર સુધી રાખી હોત તો ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળ્યા હોત તેમ ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યુ છે. કેન્દ્ર અને રાજયમાં ગુજરાત ખેડૂત અગ્રણી કૃષિ મંત્રીપદે છે ત્યારે ખેડૂતોની આશા વધી છે. ખેડૂતોના હિતની માત્ર વાત કરવાના બદલે કૃષિમંત્રી આર. સી. ફળદુ ખેડૂતો માટે કંઇક કરી બતાવે તેવુ ખેડૂતો ઇચ્છે છે.

ખેડુતોનો કપાસનો પાક વીમો મંજૂર થઇ ગયો છે. પણ હજુ ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યો નથી

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...