જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


13 March 2018

ગુલાબી ઇયળના ત્રાસ અને પાણીની તંગીને લીધે કપાસ માં આ વર્ષે ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે - ભાવ વધે તેવી સંભાવના


અમદાવાદ તા. ૧૩ : કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ) એ ચાલુ કોટન વર્ષ દરમિયાન કોમોડિટીનું ઉત્પાદન ૩૬૨ લાખ ગાંસડી (એક ગાંસડી એટલે ૧૭૦ કિગ્રા) રહેશે એમ જણાવ્યું છે.



તાજેતરમાં મળેલી બેઠકમાં તેણે અગાઉના ૩૬૭ લાખ ગાંસડીના અંદાજમાં ૫ લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે. તેમાં મુખ્ય ઘટાડો કર્ણાટક અને તામિલનાડુમાંથી જોવા મળશે એમ સંસ્થાએ જણાવ્યું છે. બંને રાજયોમાં ઉત્પાદન બે-બે લાખ ગાંસડી જેટલું ઓછું જોવા મળશે. જયારે અન્યત્ર એક લાખ ગાંસડી ઉત્પાદન ઘટશે. ગુલાબી ઈયળની સમસ્યા તેમજ પાણીની તંગીને કારણે પાકમાં ઘટાડો નોંધાશે.ઉત્પાદનમાં અગાઉના અંદાજ સામે ઘટાડો જોવાયો છે પરંતુ દેશમાંથી નિકાસ સારી જોવા મળી રહી છે. અગાઉના ૫૫ લાખ ગાંસડીના અંદાજ સામે દેશમાંથી ચાલુ સીઝનમાં નિકાસ ઊંચી રહેવાની સંભાવના છે. ૬૦ જેનું મુખ્ય કારણ વિશ્વમાં હાલમાં ભારતીય કોટન સૌથી સસ્તું કોટન છે અને તેથી સ્થાનિક પાકની ઊંચી માગ રહી છે.
૩૧ માર્ચ સુધીમાં ભારતમાંથી ૪૫ લાખ ગાંસડીની નિકાસ થઈ જવાની સંભાવના છે. ભારતીય ટેકસટાઇલ મિલ્સનો વપરાશ ૧૦ લાખ ગાંસડી વધીને ૩૨૦ લાખ ગાંસડી પરથી ૩૩૦ લાખ ગાંસડી રહેશે. વપરાશમાં વૃદ્ઘિનું મુખ્ય કારણ ગુજરાતમાં ૩૫-૪૦ લાખ નવી સ્પિન્ડલ્સની સ્થાપના છે. આમ ગુજરાતમાં કોટનનો વપરાશ નોંધપાત્ર વધીને ૬૫ લાખ ગાંસડીનો રહેવાની સંભાવના છે એમ સીએઆઇના પ્રમુખ અતુલ ગણાત્રા કહેવુ  છે.
૨૦૧૭-૧૮ના વર્ષ માટે કેરી ફોરવર્ડ ઘટીને ૨૨ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. જે અગાઉ ૪૨ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાતો હતો. કેરી ફોરવર્ડમાં ઘટાડો મુખ્યત્વે ભારતીય મિલ્સના વપરાશમાં ૧૦ લાખ ગાંસડીની વૃદ્ઘિને કારણે છે. ઉપરાંત નિકાસમાં ૫ લાખ ગાંસડી વૃદ્ઘિ અને ઉત્પાદનમાં ૫ લાખ ગાંસડીનો ઘટાડો પણ આ માટે કારણભૂત છે.ઊંચા સ્થાનિક વપરાશ અને નિકાસ માગ પાછળ આગામી સમયગાળામાં કોટનના ભાવમાં મજબૂતી જોવા મળે તેવું પણ ગણાત્રા જણાવે છે. છેલ્લાં ત્રણેક વર્ષથી ભારતમાંથી નીચી આયાત કરી રહેલા ચીનમાં પણ રિઝર્વ સ્ટોકનો વપરાશ ચાલુ છે અને તેથી ત્યાંની માગ પણ વધી શકે છે.


બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...