જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


23 January 2018

તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું ફરજિયાત POS મશીનથી જ વિતરણ

રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધત્તિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખાતર વપરાશ અંગે ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા શુભ હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણનું POS મશીન મારફતે નક્કી કરેલ છે.


જે અંતર્ગત તા. ૧ લી ફેબ્રુઆરી-૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં રાસાયણિક ખાતરોનું પી.ઓ.એસ. મશીન દ્વારા ફરજિયાત વેચાણ કરવાનું રહે છે. ખાતર ખરીદી માટે ખાતર ખરીદી કરવા જનાર ખેડુતે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. જે ખેડુત પાસે આધાર કાર્ડ નથી, તેઓએ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી, નોંધણી નંબર મેળવવાનો રહેશે. આધાર માટે નોંધણી કરાવેલ ખેડુતોએ ખાતર ખરીદી માટે આધાર નોંધણી નંબર અને ચુંટણી ઓળખપત્ર અથવા કિસાન ક્રેડીટ કાર્ડ સાથે, લઈ જઇ ખાતર ખરીદી શકશે. ખેડુત વતી ખાતર ખરીદવા જનાર વ્યક્તિએ પોતાનું અને જે ખેડુત માટે ખાતર ખરીદવાનું હોય તે, ખેડુતનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે.
ખેડુતોને, ખાતર વિતરણ કેન્દ્ર પરથી POS દ્વારા ખાતર ખરીદી માટે સંપૂર્ણ માર્ગદર્શન-સહયોગ આપવામાં આવશે. રાજ્યના તમામ ખાતર વિક્રેતાઓને રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પી.ઓ.એસ. મશીન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવેલ છે. તમામ ખાતર વિક્રેતાઓને આપવામાં આવેલ પી.ઓ.એસ.મશીનમાં કરાવવાનું થતું રજીસ્ટ્રેશન તથા સોફ્ટવેર અપગ્રેડેશન તથા તેમને મળેલ તમામ રાસાયણિક ખાતરોના જથ્થાનું એકનોલેજમેન્ટની કામગીરીતા.૨૦-૧-૨૦૧૮ પહેલાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તમામ ખાતર વિક્રેતાઓને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને આ અંગે કોઇ મુશ્કેલી હોય તો ખેતીવાડી અધિકારીશ્રી / ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પી.ઓ.એસ.મશીન સિવાય વિતરણ થનાર ખાતર સબસીડીને પાત્ર ગણાશે નહી.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...