જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


31 January 2018

Budget 2018-19: જાણો જેટલીના બજેટમાં ખેડૂતો, મધ્યમવર્ગ, અપર ક્લાસને શું મળ્યું

નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ આજે વર્ષ 2018-19નું બજેટ સંસદમાં રજુ કર્યું છે. આ બજેટમાં જેટલીએ ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે સારુ બજેટ હોવાનું કહ્યું છે. સાથે જ સરકાર સતત ગરીબો માટે અને તેમના આગળ વધવા અંગે વિચારી રહી હોવાનું પણ જેટલીએ કહ્યું છે. જેટલી બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રાલય પહોંચ્યા હતા અને તે દરમિયાન બજેટના પેપર્સ પાર્લામેન્ટ હાઉસમાં પહોંચાડી દેવાયા હતા. જેટલી રાષ્ટ્રપતિ કોવિંદને પણ મળ્યા હતા.
દેશને શું મળ્યું, જુઓ અહીં
- શિક્ષા પાછળ 1500 કરોડ ખર્ચ કરવાની સરકારની યોજના છે.

- નવા કર્મચારીના ઈપીએફમાં 12 ટકા રકમ સરકાર આપશે, 70 લાખ નવી નોકરીઓ આપવાની સરકારની યોજના. 1 હજાર વિદ્યાર્થીઓને આઈઆઈટીમાઁથી પીએચડી કરવાની સુવિધા આપવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં સ્કીલ સેન્ટર બનાવાશે. 2022 સુધી 50 લાખ યુવાનોને સ્કોલરશિપ આપવામાં આવશે.

- રેલવેના વિકાસ માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. પાટા અને ગેજ બદલવા પર ભાવ મૂકાશે

- ટેક્સટાઈલ ક્ષેત્રના કર્મચારીઓ માટે 600 કરોડની ફાળવણી કરાઈ. નાના ઉદ્યોગો માટે 3794 કરોડની ફાળવણી કરાઈ

- સરહદ પર રસ્તાઓ બનાવવા બજેટમાં વધુ ભાર મૂકાયો

- 20,653 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવા 99 શહેર પસંદ કરાયા. 100 સ્મારકોને આદર્શ બનાવાશે. ધાર્મિક સ્થળો માટે ખાસ હેરિટેજ યોજના અમલમાં મૂકાશે. પીએમ ખુદ સરકારના લક્ષ્યાંકોની સમીક્ષા કરે છે.

- બ્રોડગેજ રેલ ગેજ નેટવર્ક સ્થપાસે

- 600 આધુનિક સ્ટેશન્સને વાઈફાઈથી સજ્જ કરાશે

- પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે

- એરપોર્ટ પર ટ્રાફિક ક્ષમતા પાંચ ગણી કરવાનું લક્ષ્યાંક બનાવાયું. 16 એરપોર્ટ બનાવવાનું કામ ચાલુ

- ખેડૂતો માટે 11 લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન

- 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

- દિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. 1290 કરોડ આપી વાંસ યોજના ચલાવાશે

- દેશના 4 કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્શન અપાશે.

- ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે

- નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ

- ફાર્મ ડેવલપમેન્ટ ફંડ માટે 2000 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે

- તીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ

- ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે

- તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્પાદન રોકેર્ડ સ્તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્પાદન થયું છે. 275 મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ

- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે

- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે

- દુનિયામાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત. સરકારે અર્થવ્યવસ્થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્યું

27 January 2018

વિશ્વમાં નાળિયેર ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ

નવી દિલ્હી: કેન્દ્રિય કૃષિ  તથા ખેડૂત કલ્યાણ મંત્રી રાધા મોહન સિંહે શનિવારે પટનામાં કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા નારિયેળ વિકાસ બોર્ડના ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર તથા ક્ષેત્રિય કાર્યાલય ભવનાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે વિશ્વમાં નારિયળના ઉત્પાદન અને ઉત્પાદક્તામાં  ભારત અગ્રણી દેશ છે. વાર્ષિક નારિયેળનુ ઉત્પાદન 20.82 લાખ હેક્ટરમાંથી 2395 કરોડ નારિયેળ છે અને ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 11505 નારિયેળ છે. દેશના GDPમાં નારિયેળનુ યોગદાન અંદાજે  રૂ.27900 કરોડનુ છે.


વર્ષ 2016-17માં ભારતમાંથી રૂ.2084 કરોડના મૂલ્યની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં 1 કરોડ્થી વધુ લોકો પોતાની આજિવિકા ચલાવવા માટે આ પાક પર નિર્ભર છે. કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે નારિયેળના ઉત્પાદનમાંવધારો જોવા મળ્યો છે. વર્ષ 2013-15માં 4210.4 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ હતુ જ્યારે વર્ષ 2015-17માં 4440.5 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ. જે મોટી ઉપલબ્ધી છે.

નાળિયેર પ્રોડક્ટની નિકાસ વર્ફ્ષ 2011-14માં રૂ.3017.30 કરોડની થઈ હતી જે વધીને વર્ષ 2014-17માં રૂ.4846.36 કરોડ થઈ જે 60.62%ની વૃધ્ધિ છે. વર્ષ 2016ની શરૂઆતમાં ભારત મલેશિયા, ઈન્ડિનેશિયા અને શ્રીલંકાને કોકોનટ ઓઈલની નિકાસ કરવા લાગ્યુ છે, જ્યાંથી પહેલા આપણે આયાત કરી રહ્યા હતા. ભારતમાંથી પ્રથમ વખત વર્ષ 2016થી મોટી માત્રામાં નારિયેળની નિકાસ યુએસ અને યૂરોપમાં નિકાસ થઈ રહી છે.

બિહારમાં પણ સારી રીતે દેખરેખ રાખવાથી નારિયેળની ખેતી થઈ શકે છે. અત્યારે બિહારમાં 14,900 હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ રહી છે,. પરંતુ  બોર્ડના અનુમાન પ્રમાણે અંદાજે 50 હજાર હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ શકે છે.   

23 January 2018

તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું ફરજિયાત POS મશીનથી જ વિતરણ

રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધત્તિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખાતર વપરાશ અંગે ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા શુભ હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણનું POS મશીન મારફતે નક્કી કરેલ છે.


જે અંતર્ગત તા. ૧ લી ફેબ્રુઆરી-૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં રાસાયણિક ખાતરોનું પી.ઓ.એસ. મશીન દ્વારા ફરજિયાત વેચાણ કરવાનું રહે છે. ખાતર ખરીદી માટે ખાતર ખરીદી કરવા જનાર ખેડુતે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. જે ખેડુત પાસે આધાર કાર્ડ નથી, તેઓએ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી, નોંધણી નંબર મેળવવાનો રહેશે. આધાર માટે નોંધણી કરાવેલ ખેડુતોએ ખાતર ખરીદી માટે આધાર નોંધણી નંબર અને ચુંટણી ઓળખપત્ર અથવા કિસાન ક્રેડીટ કાર્ડ સાથે, લઈ જઇ ખાતર ખરીદી શકશે. ખેડુત વતી ખાતર ખરીદવા જનાર વ્યક્તિએ પોતાનું અને જે ખેડુત માટે ખાતર ખરીદવાનું હોય તે, ખેડુતનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે.
ખેડુતોને, ખાતર વિતરણ કેન્દ્ર પરથી POS દ્વારા ખાતર ખરીદી માટે સંપૂર્ણ માર્ગદર્શન-સહયોગ આપવામાં આવશે. રાજ્યના તમામ ખાતર વિક્રેતાઓને રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પી.ઓ.એસ. મશીન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવેલ છે. તમામ ખાતર વિક્રેતાઓને આપવામાં આવેલ પી.ઓ.એસ.મશીનમાં કરાવવાનું થતું રજીસ્ટ્રેશન તથા સોફ્ટવેર અપગ્રેડેશન તથા તેમને મળેલ તમામ રાસાયણિક ખાતરોના જથ્થાનું એકનોલેજમેન્ટની કામગીરીતા.૨૦-૧-૨૦૧૮ પહેલાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તમામ ખાતર વિક્રેતાઓને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને આ અંગે કોઇ મુશ્કેલી હોય તો ખેતીવાડી અધિકારીશ્રી / ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પી.ઓ.એસ.મશીન સિવાય વિતરણ થનાર ખાતર સબસીડીને પાત્ર ગણાશે નહી.

21 January 2018

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.
જીરાના પાક માટે અત્યાર સુધી વાતાવરણ અનુકુળ રહ્યુ છે. જો 15 ફેબ્રૂઆરી સુધી આવુ જ સારૂ વાતાવરણ રહેશે તો જીરાના પાકને કોઈ પ્રકારનુ નુકશાન નહી થાય અને જીરાની ગુણવતા પણ સારી રહે તેવી સંભાવના છે.

ઉંઝા કોમોડિટી એસોસીએશનના પ્રમુખ વિજય જોશીએ જણાવ્યુ હતુ કે ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની રોજની અંદજીત 50 થી 100 બોરીની આવક છે. તેમજ જુના જીરાની રોજની 2000 બોરીની આવક છે. તેમજ અંદાજે રોજની 5000 બોરીની વેચવાલી છે. અત્યારે જુના જીરાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.3400-3500 ચાલી રહ્યો છે. જો કે નવા જીરાની આવક ફેબ્રૂઆરીમાં શરૂ થશે. ગત વર્ષે સીઝનમાં ખેડુતોને પ્રતિ 20 કિલો જીરાના ભાવ રૂ.3000-3500 વચ્ચે મળ્યા હતા. આ વર્ષે પણ ખેડુતોને રૂ.3000 થી 3500 ભાવ મળે તેવી સંભાવના છે. જો કે દિવાળીમાં જીરાનો ભાવ રૂ.4000 પર પહોંચી ગયો હતો. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનથી પણ જીરૂ આવે છે.

દેશની વાર્ષિક જીરાની જરૂરિયાત અંદાજે 35 લાખ બોરીની છે. તેમજ નિકાસ 20 લાખ બોરીની રહે છે. ગત વર્ષે અંદાજીત 58 લાખ બોરીનું ઉત્પાદન થયુ હતુ. આ વર્ષે વાતાવરણ એક મહિનો સારૂ રહ્યુ તો જીરાનુ ઉત્પાદન વધુ થવાની સંભાવના છે. રાજ્યમાં સ્ટોકિસ્ટો પાસે હાલમાં અંદાજીત ચાર થી પાંચ લાખ બોરીનો સ્ટોક છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર ગત વર્ષે જીરાની નિકાસ અંદાજે 1,19,000 ટનની હતી. આ વર્ષે જીરાની નિકાસ 1,25,000 ટનની રહે તેવી સંભાવના છે. ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહી છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

20 January 2018

આવતા અઠવાડીયે ઝાકળવર્ષા - ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે : અશોકભાઈ પટેલ

આવતા અઠવાડીયે ઝાકળવર્ષા - ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૦ : હાલ ગરમીમાં ઘટાડો થયો છે. જયારે આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો - ઘટાડો તેમજ ઝાકળવર્ષા પણ થશે. જયારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.


તેઓએ જણાવેલ કે ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ અઠવાડીયાના શરૂઆતના દિવસોમાં તાપમાન નોર્મલથી ઘણુ ઉંચુ જોવા મળ્યુ હતું. જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળેલ. તાપમાન નોર્મલ કે તેનાથી નીચું નોંધાયેલ અને ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. આંકડાઓ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન ૧૧.૮ (નોર્મલ), રાજકોટ - ૧૩.૨ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), જયારે વિવિધ ૧૧-૧૨ ડિગ્રીવાળા સેન્ટરોમાં ગાંધીનગર-૧૧, મહુવા-૧૨ અને ભુજ ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ.
અશોકભાઈએ તા.૨૦થી ૨૭ની આગાહી કરતાં જણાવ્યુ કે હાલ તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૨૨-૨૩ (સોમ-મંગળ) દરમિયાન પશ્ચિમી પવનોના લીધે પહેલા કચ્છ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ઝાકળની શકયતા છે.
તા.૨૩મીના મંગળવારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વરસાદ પડશે. તા.૨૪-૨૫ (બુધ-ગુરૂ)ના સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તાપમાન નોર્મલથી એકાદ-બે ડિગ્રી ફરી નીચુ જશે.
તા.૨૬-૨૭ (શુક્ર-શનિ)ના પશ્ચિમી પવનના લીધે ઝાકળની સંભાવના છે. તેમજ તા.૨૫ થી ૨૭ દરમિયાન વાદળો પણ છવાશે. આમ, આ અઠવાડીયા દરમિયાન તાપમાનમાં વધારો - ઘટાડો જોવા મળશે. દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે. ઠંડીના ચમકારા અનુભવાશે.

 અકીલા સમાચાર

11 January 2018

ખેતી વિષયક નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા આદેશ

ગાંધીનગર તા.૧૧: ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ૧૫ વર્ષ પૂર્ણ થયેથી ફકત ખેતીથી ખેતીના હેતુસર નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબતે મહેસુલ વિભાગે સંયુકત સચિવ (જમીન સુધારણા) શ્રી કલ્પેશ શાહની સહીથી ગઇકાલે પરિપત્ર પ્રસિધ્ધ કરી તમામ કલેકટરોને મોકલાયેલ છે.


પરિપત્રમાં જણાવાયુ છે કે મંત્રીશ્રી (મહેસુલ)ની સુચના ધ્યાને રાખીને તા.૩૧-૧૨-૧૭ના રોજ ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને તા.૪-૦૭-૨૦૦૮ અને તા.૦૩-૦૫-૨૦૧૧ના ઠરાવીને જોગવાઇઓ ધ્યાને રાખીને ફકત ખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવીને જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજપ સત્તા પ્રકાર એવી નોંધ કમી કરી તેની જગ્યાએ માત્ર બીનખેતીના હેતુ માટે પ્રિમીયમને પાત્ર ગણીને આવા હુકમો સંબંધિત મામલતદારશ્રીએ કરવાના રહે છે. જેથી ભવિષ્યમાં બિનખેતીના પ્રસંગે ફકત ખેતીથી બિનખેતીનું પ્રિમીયમ વસુલ કરવાનું રહે છે.
ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલી નવી શરતની જમીન તેમજ ભુદાન હેઠળ આપવામાં આવેલી જમીનોને આ સુચનાઓ લાગુ પડતી નથી તે બાબત ખાસ ધ્યાને લેવાની રહેશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા નવી શરતથી જુની શરતમાં ફેરવવા અંગે વખતો વખત બહાર પડેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
તેમજ તા.૩૧-૧૨-૧૭ અંતિત ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય અને શરતભંગ ના હોય તેવી કોઇ પણ નવી શરતની ગ્રામ્ય વિસ્તારની જમીન હવે પછી બાકી રહેતી નથી. જે અંગે કલેકટરને પ્રમાણપત્ર પણ આપવાનું રહે છે આ પ્રમાણપત્ર તા.૩૧-૦૧-૧૮ના સુધીમાં રૂબરૂમાં સચિવશ્રી (જ.સુ.)ને મોકલી આપવુ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...