રાજ્યમાં કમોસમી વરસાદના ૫ગલે ખેતીના શિયાળુ ૫ાકોને ૫ણ ભારે નૂકશાની જવાની ભીતિ પેદા થઇ છે. ઘઉં, જીરુ, બાજરી સહિતના ખેતરમાં વવાયેલા પાકો ઉ૫ર વરસાદની માઠી અસર ૫ડશે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો માટે ચિંતાનો વિષય બનેલા ઓખી વાવાઝોડાની અસર તળે ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા વરસાદી છાંટા વરસી રહ્યા છે. આ ઉ૫રાંત સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં ૫ણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
આ વાવાઝોડું આજે રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થયું હતું. હવામાન વિભાગે અગાઉથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડાના આગમનની અસર ગત રાતથી જ જોવા મળી છે. અને આજે દિવસભર તેની અસર રહેશે. આજે મધરાતે વાવાઝોડું ત્રાટક્યા પછી પણ તા. 6 સુધી તેની અસર ચાલુ રહેશે. આ બન્ને દિવસો દરમ્યાન દરિયો તોફાની બની રહેશે. જો કે માછીમારોને ગઇકાલથી ચેતવણી આપી દેવામાં આવી છે અને બધાને માછીમારીએ જતા રોકી દેવાયા છે. આ વાવાઝોડાના આગમન પૂર્વે ગુજરાતભરમાં આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી વગેરે શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં ગત રાતથી વરસાદ શરૂ થયો છે.
સુરતમાં શાળાઓમાં રજાનો આદેશ : 63 જેટલા ગામડાઓનું સ્થળાંતર
સંભવિત ઓખી વાવાઝોડાને લઈ સુરતમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરભરની શાળાઓને પરિસ્થિતિ જણાય તો રજા અથવા બંધ પાળવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે. કુલ 63 જેટલા ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF ની 4 ટિમ અને SDRF ની 2 ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રખાઇ છે. તારીખ દસમી સુધી સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરાઈ છે. લોકોને ઘરોની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. 6 તારીખ ની મધરાત્રી સુધીમાં ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે. વાવાઝોડા ને લઈ વૃક્ષો, વિજપોલ, જર્જરિત ઇમારત જેવી જગ્યાઓથી દૂર રહેવાની લોકોને અપીલ કરાઇ છે.
વડોદરામાં બેવડી ઋતુનો અનુભવ કરતા લોકો
વડોદરામાં પણ ઓખી વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ છે. વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ બહાર જવાનું ટાળ્યુ હતુ. લોકોએ ઠંડીની સાથે વરસાદના કારણે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.