જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


4 December 2017

મધરાત સુધીમાં ઓખી દ.ગુજરાતના કાંઠે ત્રાટકશે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે.

સુરતના કિનારે ઓખીનું લેન્ડ ફોલઃ તંત્ર એલર્ટઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ વલસાડથી લઇને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના કાંઠે ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાશે સુરતમાં તમામ કર્મચારીઓની રજા રદ્દઃ સ્ટેન્ડ ટુઃ ૧૫-૧૭ કિ.મી.ની સ્પીડથી વાવાઝોડુ આગળ વધે છે ગુજરાતના ૯ જિલ્લામાં ૨ થી ૪ ઇંચ વરસાદ પડવાની સંભાવના ગઇકાલે મુંબઇમાં ડિસેમ્બર મહિનાનો દાયકાનો સૌથી વધુ વરસાદ પડયાઃ શાળા - કોલેજો બંધ

   નવી દિલ્હી તા. ૫ : ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મધરાત સુધીમાં ઓખી સુરતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત સોમવારે સાંજે ગુજરાતના દરિયા કિનારાથી ૭૭૦ કિમી દૂર હતું જે પ્રતિ કલાક ૧૫-૧૭ કિમીની ઝડપે સુરત તરફ વધી રહ્યું છે. જેના કારણે સોમવાર સવારથી જ પોરબંદર, ભાવનગર, રાજકોટ, આણંદ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને મોડી સાંજથી છૂટોછવાયો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
   ૫૦ લાખ જેટલી વસ્તી ધરાવતા સુરતમાં NDRFની ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણરૂપે તૈયાર છે અને ડિઝાસ્ટર પ્લાન વર્કિંગ કરી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વિજ કંપનીઓને ચક્રવાત દરમિયાન પાવર બંધ કરવા અને ત્યારબાદ ફરી પૂર્વવત કામગીરી શરૂ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ઇલેકિટ્રસિટીના ખુલ્લા જંકશન બોકસને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈરાઇઝ ટાવર લાઇટને ૬ ડિસેમ્બર સુધી નીચે કરી દેવામાં આવી છે. શહેરના ૭૮૦૦ સ્ટ્રોમ વોટર ડ્રેન કિલન કરી દેવામાં આવ્યા છે. તેમજ જો ઝાડ પડવાના કેસમાં રસ્તો કિલયર કરવા માટે ૬૦ કટિંગ મશિન સાથે ૬૦ લોકો ધરાવતી એક એવી કુલ ૧૫ ટીમ સ્ટેન્ડબાયમાં તૈયાર રાખવામાં આવી છે.'
   મુંબઈમાં સોમવારે ઓખી વાવાઝોડાના કારણે ડિસેમ્બર મહિનામાં દશકાનો સૌથી વધુ વરસાદ નોધવામાં આવ્યો હતો. જેના પગલે મંગળવારે રાજય સરકાર દ્વારા સ્કુલ અને કોલેજોમાં તકેદારીના ભાગે રજા ઘોષિત કરવામાં આવી છે. જોકે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું કે યુનિવર્સિટીઝની એકઝામ તેના શેડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે.
   દ.ગુજરાતમાં નવસારી-વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી-ભાવનગર ખાતે NDRFના વધુ ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. પ્રિન્સિપલ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે, 'દ. ગુજરાતના વલસાડથી લઈને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ૭૦ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર આ નવ જીલ્લામાં ૭૦-૧૦૦ mm જેટલો હળવોથી ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે.' વાવાઝોડાના કારણે અમે દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય નુકસાનની ભીતી સેવી રહ્યા છે. જોકે દરેક જાતની આપત્તિ સામે લડવા માટે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...