મુંબઈ- ઊંચા પાકની અપેક્ષાને કારણે ઉત્તર પ્રદેશમાં બટાકાના ભાવમાં ૩૦ ટકા અને પશ્ચિમ બંગાળામાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમાન સમયગાળા દરમિયાન ગયા વર્ષે બટાકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૮૦૦ની આસપાસ જોવા મળ્યા હતા, જે આશરે ૫૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. હાલમાં બટાકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૪૦૦એ ઉપલબ્ધ છે.
અનૂકૂળ હવામાનની સ્થિતિને કારણે ગયા વર્ષની સરખામણીમાં ચાલું વર્ષમાં બટાકાના ઉત્પાદન કરનારા આ બંને પ્રદેશોના ઉત્પાદનમાં ૧૦-૨૦ ટકાનો વધારો થશે. ચાલું વર્ષે પશ્ચિમ બંગાળમાં ૧૨૦ લાખ ટન ઉત્પાદનની ધારણા છે, જ્યારે સૌથી મોટો ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ૧૪૪ લાખ ટન ઉત્પાદન થવાની અપેક્ષા છે.
આ વર્ષે વાવણી ૫-૭ ટકા ઓછી જોવા મળી છે, પરંતુ સરેરાશ ઊપજમાં ૧૫-૨૦ ટકા જેટલો વધારો થયો છે. આનો અર્થ એ છે કે, ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં ૭-૧૦ ટકાનો વધારો જોવા મળશે. પશ્ચિમ બંગાળે માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો કરવા માટે રૂ.૫૫૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ૧૦ લાખ ટન બટાકા ખરીદવાનો નિર્ણય કર્યો છે.