ગુજરાતના નાણામંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા મંગળવારથી લેખાનુદાન રજુ કરવાની શરૂઆત થઇ.
જેમાં નાણા મંત્રીએ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સીટી સ્થાપવાની જાહેરાત કરી. આ યુનિવર્સીટી દ્વારા ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધે એ માટે અભ્યાસક્રમ તેમજ સંશોધનની કામગીરી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા ઓર્ગેનિક યુનિવર્સીટીની જાહેરાત થઇ હતી. આ ઉપરાંત નાણા મંત્રી નિતિનભાઇએ પાટણ ખાતે પશુપાલન અંગેની ખાસ સિમેન લેબોરેટરી સ્થાપવાની જાહેરાત કરી. જેમાં રૂ.47 કરોડના ખર્ચે તૈયાર થનાર આ લેબોરેટરી દ્વારા કૃત્રિમ પ્રજનન થકી ગાયને વાછરડી જ જન્મે અને ભેંસને પાડી જ જન્મે એ પ્રકારે કામ થશે. આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા 8 ડિસ્ટીલેશન પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ દ્વારા દરિયાના ખારા પાણીને સિંચાઇ થઇ શકે એવુ બનાવી ખેડૂતોને અપાશે.
આ ઉપરાંત સમગ્ર રાજ્ય માટે નર્મદા યોજના તેમજ સૌરાષ્ટ્ર માટે સૌની અને ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજનાના વધારાના કામો માટે ફાળવણી કરવાની જાહેરાત નાણામંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા થઇ. ઉત્તર ગુજરાતના સીપુ ડેમથી થરાદ સુધી પાઇપલાઇ નાખવાની જાહેરાત થઇ. ખેડૂતોને જીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળી રહે એ માટે સરકારે રૂ.500 કરોડનું ખાસ રિઝર્વ ફંડ ઉભુ કર્યુ છે એમ નિતિનભાઇએ જણાવ્યુ. છેલ્લી પશુધન ગણતરી પ્રમાણે ગુજરાતમાં પશુઓની સંખ્યામાં 15 ટકાનો વધારો નોંધાયો છે. માથાદીઠ દૂધ ઉત્પાદન વધીને 564 ગ્રામ થયુ હોવાનો દાવો નાણામંત્રીએ કર્યો. ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવા માટે રાજ્ય સરકાર ઉપર રૂ.436 કરોડનું વધારાનું ભારણ આવ્યુ. રાજ્યના 96 તાલુકાના 16 લાખથી વધુ ખેડૂતોને રૂ.1557 કરોડ રૂપિયાની ઇનપુટ સહાયનો લાભ મળ્યો હોવાનો દાવો નિતિનભાઇ પટેલે કર્યો.