જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


27 July 2018

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી

અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર ગુલાબી પટ્ટી થાય છે કપાસના જીંડવાને કાતરતી કાતરતી અડધા ઈંચની આ ઈયળ તમને સૌને ખુલ્લમ ખુલ્લા ચેલેન્જ કરે છે કે તમે મનુષ્યો ભલે ભારે અક્કલવાળા ગણાવ પણ તમારે જ હવે વિચારવાનું છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે. 

અમે ગુલાબી ઈયળ કિટક સમુદાયની લેપીડોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબ માંથી આવેલી પેકટીનોફોરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળને અંગ્રેજીમાં પીંક બોલવર્મ કહે છે અને તમે બધા અમને ગુલાબી ઈયળ તરીકે ઓળખો છો.   


ગુલાબી ઈયળનો આખો સમાજ કૃષિ વૈજ્ઞાનિકો ઉપર હસી રહ્યો છે. અમારું વતન એશીયા ગણાય છે અમો સૌ પ્રથમ ઈસ્ટર્ન ઈન્ડીયન ઓશન રીજીયનમાં  દેખા દીધેલી પછી ૧૯૧૭માં અમે અમેેરીકાના ટેકસાસમાં દરીયાની સ્ટીમરો મારફત અમે મેકસીકો સુધી પહોંચેલા છીએ. તમે અમને કયાં કયાં મારશો, થાકી જાશો.  
અમે માત્ર કપાસ ઉપર જીવીએ છીએ તે પણ તમને મંજુર નથી !

અને કપાસ ખાવાના અમારા હક્ક ઉપર તરાપ મારવા તમે જાતજાતની જંતુનાશકો બનાવી અધુરામાં પુરુ તમે સિન્થેટીક પાયરેથ્રોઈડ જેવી દવાઓ દ્વારા અમને મારવાની લાયમાં પર્યાવરણને નુકશાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.  ડીડીટી જેવી ઝહેરીલી દવા બંધ થઈ ગઈ તેને બનાવતી કંપની પણ બંધ થઈ ગઈ તેમ છતા તેના નુકશાનકારક અસરથી હજી વિશ્વનો કોઈ દેશ મુકત નથી તોય તમે સમજતા નથી અને છેલ્લે તમે તો અમારુ નિકંંદન નીકળી જાય તે માટે બીટી ટેકનોલોજી લાવ્યા. 
પણ તમે યાદ રાખજો કે અમે આ ધરતી ઉપર હંમેશા રહેવાના અમારી બહેનો લીલીબેન , કાબરી બેન, લશ્કરી બેન પણ અમારી જેમ પ્રતિકારકતા કેળવવા અત્યારે  અથાક મહેનત કરી જ રહી છે. તે પણ આવતા વર્ષોમાં શક્તિ કેળવી લેશે. ત્યારે તમને ખબર પડશે અને તમારા મોઢા ફાટયા રહેશે. 
અમને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાથી બહુ બીક લાગે છે. ઈ  તમે જાણી ગયા છો અને બીજુ ખેતરે ખેતરે અમારા ભાયડાને પકડવા ઓલ્યા ફુગાવાળા પીંજરા (ફેરોમોન ટ્રેપ) મૂકો છો ને વળી માદાની સુગંધવાળી ટ્‌યુબના ટપકા મૂકો છો અમારા ભાયડા અમારી માદાની સુગંધ ભાળીને ભલે ગલોટીયા મારી જાય તેવુંં તમે કર્યુુ અને બેવેરીયા બેસીયાના ફુગને પણ  અમારી પાછળ છોડી પણ એમ કાંઈ અમે લીલી-કાબરી-લશ્કરી નથી તે તમે સમજી લેજો. અમે છીએ ઈયળના આખા સમાજની સૌથી રીઢી જાત ગુલાબી ઈયળ. 
અમારું નામ છે... પીંક ગૌરી ગુલાબ ચંદ્ર લાલગુલાબી અમે એમ કાંઈ તમારા વિસ્તારમાંથી જવાના નથી, તમે જયાં સુધી કપાસ વાવશો ત્યાં સુધી અમે તમારા વિસ્તારમાં રહેવાના ને રહેવાના. તમે અમને જીંડવામાં ગરતા પહેલા જો મારી શકો તો મારો નહિત્તર  એકવાર અમે જીંડવામાં ગરી જાય પછી તમારા જેવા પામર મનુષ્યનું કાંઈ ન આવે 
થાઈ ઈ કરી લેજો, તમને સૌને જાહેર ચેલેન્જ કરીએ છીએ. આ વર્ષે જો તમે વીધે ૩૦ મણ કપાસ  કરી બતાવો તો સાચા ગણીએ. તમારી તેવડ કેટલી છે ઈ દીવાળીએ ખબર પડશે. જોજો રાતા પાણીએ રોવાનો વારો આવશે ત્યારે યાદ કરજો કે મેં શું કીધુ હતું. તમારા માંથી થોડાકે આ વર્ષે પ્રો-કોટન ચેલેન્જ લીધી છે તેટલાનો અમને ડર છે બાકી કપાસ વાવવા વાળા બધા ખેડૂતો કઈ સીન્થેટીક છાંટી શકવાના નથી ઈ અમને ખબર છે. 
લી. 
જય ભલ્લાલમલાલ, 
પીંક ગૌરી ગુલાબચંદ્ર લાલગુલાબી,
ગુલાબી ઈયળ સંગઠનના પરમુખની જાહેર ચેતવણી
- કૃષિ શિક્ષણ શ્રેણી કૃષિ વિજ્ઞાન દ્વારા. 
- સૌજન્ય : કૃષિ વિજ્ઞાન
@સાભાર કૃષિ વિજ્ઞાન 
ચિત્ર પ્રતીકાત્મક છે -  માહિતી સંકલિત કરેલ છે. 

22 July 2018

સરકારે કોઇ મદદ ના કરી અપના હાથ જગન્નનાથ - જાત મહેનત જીંદાબાદ સૌરાષ્ટ્રના વાંકાનેર ના પાજ ગામ લોકોએ સ્વખર્ચે બનાવ્યો બ્રિજ

મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના પાજ ગામના લોકોએ મચ્છુ નદી પર બ્રીજ બનાવવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હતી. સરકારે નાના ગામના લોકોની અરજ ન સાંભળતા ગ્રામજનોએ જાતે જ વિશાળ બ્રીજ બનાવી દેશમાં નવો રાહ ચીંધ્યો છે.

વાંકાનેરથી 12 કિમી દૂર આવેલા પાજ ગામમાં મુસ્લિમો, કોળી અને માલધારીઓ વસવાટ કરે છે. 1200ની વસ્તી ધરાવતા આ ગામના લોકોને વાંકાનેર જવા માટે મચ્છુ નદી ઓળંગવી પડતી હતી. પરંતુ ચોમાસામાંએ રસ્તો જ બંધ થઈ જતો હતો. બીજો રસ્તો 30 કિમી ફરીને જતો હતો. પરંતુ તે રસ્તો પણ અત્યંત જોખમી હતો. ગત વર્ષે વધુ વરસાદના કારણે આ ગામ 12 દિવસ સુધી સંપર્ક વિહોણુ થઈ ગયું હતું. જેનાં કારણે ગામના વિદ્યાર્થીઓ શાળાએ નહોતા જઇ શકતા કે દર્દીઓને સારવાર પણ ન મળી શકતી.


આ ગામમાં મચ્છુ નદી પર બ્રીજ બનાવવા માટે ગ્રામજનોએ તાલુકા પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ સરકારે કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. વારંવારની રજુઆત બાદ પણ કશું જ ન થતા ગ્રામજનોએ જાત મહેનત જિન્દા બાદ સૂત્ર મુજબ નિર્ણય લીધો. ગત 5 ડિસેમ્બર ગામના બધા લોકો એકઠા થયા. ગ્રામજનોએ પોતાના જ ખર્ચે બ્રીજ બનાવવાનું નક્કી કર્યું. પરંતુ 84 મીટર લાંબો બ્રીજ બનાવવા માટે પોણો કરોડથી વધુનો ખર્ચ થતો હતો. તેથી ગામના દરેક કુટુંબે યથાશક્તિ ફાળો આપ્યો. પરંતુ ગામમાં ગરીબો વધુ હોવાથી એકઠી થયેલી રકમ ખૂબ ઓછી હતી. તેથી તેમણે સમાજના આગેવાનો પાસે દાનની માંગણી કરી અને 12 ડિસેમ્બરે બ્રિજનું ખાત મુહૂર્ત કર્યું. ગામના દરેક લોકો વિનામૂલ્યે મજૂરી કામમાં જોડાયા જે લોકો પાસે ટ્રેકટર હતા તેમણે ડિઝલના પણ પૈસા લીધા વિના પોતાના ટ્રેક્ટર કામગીરીમાં આપી દીધા હતા અને માત્ર 7 મહિનામાં 84 મીટર લંબાઈનો 20 ફુટ પહોળો બ્રીજ બનાવી લીધો. આ બ્રિજની ઊંચાઈ 24 ફુટ છે. જે આ બ્રિજ બનાવવા માટે 9700 બેગ સિમેન્ટ, 42 ટન લોખંડ, 1650 ટન કપચી, 1240 ટન રેતીનો ઉપયોગ થયો છે અને 86.25 લાખના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. આગામી 24 તારીખે મોરબીના કલેક્ટર દ્વારા આ બ્રિજ નુ ઉદ્ઘાટન કરવામાં આવશે પણ સંપૂર્ણ ગ્રામજનોના ખર્ચે બનેલો હોય એવો કદાચ દેશનો પ્રથમ બ્રીજ બની રહેશે.

"પાજ લોક બ્રીજ બિન રાજકીય બ્રીજ"

પાજ ગ્રામ લોક સમિતિ નિર્મિત......

 સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક બ્રિજનું કામ પુર્ણ થય ગયેલ છે આ બ્રિજમાં ગામજનો તેમજ સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓનો સહકાર આપવા બદલ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ ... 

આ બ્રિજનું લોકાર્પણ 24/07/2018 ના રોજ સવારે 9:00 કલાકે રાખેલ છે

19 July 2018

લાખોપતિ એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી લાઈફ ....

ગામડામાં રહેતા આજના યુવાનો શહેરો તરફ આકર્ષાયા છે. માતા-પિતા પણ પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પણ જૂનાગઢનો એક પટેલ પરિવાર આ બધાથી જરા હટકે છે. 

જૂનાગઢના જામકા ગામે રહેતા પરસોત્તમભાઈ સીદપરા પરિવારના બંને પુત્રોએ હાઈ એજ્યુકેશન બાદ ખેતી અને પશુપાલનને પોતાનો વ્યવસાય બનાવી ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.
એટલું જ નહીં પરસોત્તમભાઈની ભણેલી-ગણેલી પુત્રવધૂઓ ગામડામાં રહીને ખેતી-પશુપાલન જેવી પ્રવૃતિઓમાં હોશેહોશે ભાગ લે છે. ગામડામાં પણ ખેતી અને પશુપાલન કરી લાખો રૂપિયાનો બિઝનેસની સાથે ગામડાના વારસા, મુલ્યો અને સંસ્કારનું જતન કરતા સીદપરા પરિવારના આ પગલાથી અન્ય ખેડૂતો અને યુવાનો પણ પ્રોત્સાહિત થયા છે. પરસોત્તમભાઈ પોતાના પુત્રોના લગ્ન પણ યુનિક રીતે કર્યાં હતા. જેના દ્વારા પણ તેઓએ ખેડૂતોને સ્વાવલંબી જીવન જીવે શકે તેવો સંદેશો આપ્યો હતો.

પુત્રવધૂઓ પણ ગામડે રહેવા માટે તૈયાર

- ખેતી અને પશુપાલનને ઈન્ડસ્ટ્રી તરીકે વિકસાવી આગળ વધેલા ભાવિન અને કિશનની પત્નીઓએ પણ તેમને સાથે આપ્યો.
- આ અંગે પરસોત્તમભાઈ જણાવ્યું હતું કે, લગ્નની વાત કરતા સમયે મેં દીકરીઓને જીવનમુલ્યો વિશે સમજાવ્યું.
- મોટા શહેરોની જેમ ગામડામાં ખેતી અને પશુપાલન દ્વારા ઈનકમનો સારો સ્ત્રોત છે તે અંગે પણ જણાવ્યું.
- પરસોત્તમભાઈ કહ્યું કે, પુત્રવધૂઓ તેમના ઘરે પણ ખેતી અને પશુપાલન કરતી હોવાથી તેઓ આ કામ હોશેહોશે કરે છે.
- પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રદ્ધાએ બીબીએનો અભ્યાસ કર્યો છે.
- જ્યારે નાના પુત્રની પત્ની વંદનાએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
- કોલેજ સમયની બહેનપણી એવી વંદના અને શ્રદ્ઘા ગામડે રહીને ખેતી-પશુપાલન સહિતની પ્રવૃતિ કરે છે.

ગામડેથી વિદેશમાં મોકલે છે પોતાની પ્રોડક્ટ

- વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા પરસોત્તમભાઈ પાસે આજે 105 ગીર ગાયો છે.
- પરસોત્તમભાઈના પત્ની સુશિલાબેન પણ પતિની દરેક પ્રવૃતિમાં સાથ આપે છે.
- પોતાની બાર એકર તેમજ 15 એકર ભાડા પેટે રાખેલી જમીનમાં તેઓ માઈક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે.
- 105 ગાયો દ્વારા પશુપાલન કરી તેઓ રોજનું આશરે 250 લિટરથી વધારે દૂધ ઉત્પાદન મેળવે છે.
- સવારે દૂધને હોમ ડિલિવરી અને સાંજે દૂધમાંથી વલોણાનું ઘી, માવો, પેંડા સહિતની પ્રોડક્ટ બનાવે છે.
- તેઓએ જણાવ્યું હતુ કે, અહીં તૈયાર થતી દેશી પ્રોડક્ટ લોકો વિદેશમાં પણ મંગાવે છે.
- ખાસ કરીને સુવાવડના લાડું ભારત ઉપરાંત અમેરિકા, લંડન, દુબઈ, નોર્વે, આફ્રિકા સહિતના દેશોમાં પણ જાય છે.
- ઘઉં, તેમજ અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ બનાવી તેનું વેચાણ કરે છે.
- ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ જેવુ બિઝનેસ મોડેલ અપનાવી ગામડામાં રહીને પણ સીદપરા પરિવાર સારી કમાણી કરે છે.

- ગામડાના જીવનને માણે છે આ યુવાઓ

- ગામડાના મુલ્યો અને સંસ્કાર દ્વારા મોટા થયેલા પરસોત્તમભાઈ પુત્રો વ્યસનથી દૂર રહે છે.
- સામાન્ય જીવન પસંદ કરતી ભાવિન અને કિશનની પત્નીઓ પણ ગામડાના જીવનને પસંદ કરે છે.
- આ ચારેય યુવાઓ માને છે કે, શહેરો ધીમે ધીમે સંસ્કૃતિ અને જીવનની ગુણવત્તા ગુમાવી રહ્યાં છે.
- તેઓ માને છે ગામડામાં જ આરોગ્ય, આહાર સહિતની વસ્તુ ઉત્તમ મળી રહે છે.
- શ્રદ્ધા એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ અંગે વધુ ધ્યાન આપે છે. જ્યારે વંદના સંપૂર્ણરીતે ગૃહીણી તરીકેને જવાબદારી સંભાળે છે.
- ચારેય એજ્યુકેટેડ યુવાઓને જોઈને અન્ય યુવાઓ પણ પ્રોત્સાહિત થઈ ગામડાના મુલ્યો સમજ્યા છે.

સ્વાવલંબી લગ્ન કરી પ્રેરક સંદેશો પ્રસરાવ્યો

- ભાવિન અને કિશનના લગ્નની ખાસ વાત એ હતી કે, તેઓએ વ્યસનમુક્તિનો સંદેશો પ્રસરાવ્યો હતો.
- વ્યસન કરતા લોકોને લગ્નમાં આવવાથી મનાઈ કરવામાં આવી હતી.
- કેમિકલ રહીત અને દેશી ગાય આધારીત ભોજનની પ્રેરણા આપવા માટે ખાસ આયોજન કર્યું હતું.
- લગ્નમાં ચારેય દિવસ ઓર્ગેનીક સામગ્રીથી વૈદીક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.
- ભોજનમાં પોતાના જ ખેતરમાં ગાયના છાણ મુત્રથી બે માસ અગાઉ આઠ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા હતા.
- ગીર ગાયોના દુધ-ઘી છાશ, લાડુ, ખીર, જાદરીયું, શાક-દાળ-ભાત, કઢી-ખીચડી, જુવાર, બાજરી, મકાઇના રોટલાનુ મેનુ.
- બજારૂ સરબતોને બદલે શેરડીનો રસ-ગોળ, વરીયાળીનું સરબત, ગાયની છાસ, ઘરની વાડીના ઓર્ગેનીક તરબુચ-ટેટીની વ્યવસ્થા.
- પુત્રવધુઓ અને પરિવારની તમામ સ્ત્રીઓએ બ્યુટી પાર્લરનો બહિષ્કાર કરી પરંપરાગત શણગાર ધારણ કર્યો હતો.
- સીદપરા પરિવારના આ સ્વાવલંબી લગ્નના કારણે અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થયા હતા.

- સારી સારી સંસ્થા પરસોત્તમભાઈને પાઠવે છે આમંત્રણ
- ધોરણ બાર સુધીનો અભ્યાસ કરી ખેતી તરફ વળેલા પરસોત્તમભાઈને આજે મોટી મોટી સંસ્થા આમંત્રણ પાઠવે છે.
- ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસ મોડેલ દ્વારા કમાણી કરતા પરસોત્તમભાઈ ગીર ગાય સંવર્ધનની કામગીરી પણ કરે છે.
- કૃષિ તેમજ ફોરેસ્ટ સંસ્થા પરસોત્તમભાઈના લેક્ચરનું આયોજન કરે છે.
- એટલું જ નહીં ખેતીમાં પરસોત્તમભાઈ યુનિક કામગીરી જોવા માટે મોરારીબાપુ જેવી અનેક હસ્તીઓ તેમની મુલાકાત લઈ ચૂક્યાં છે.
- પરસોત્તમભાઈ કહે છે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરે છે, પણ જો ખેતીને યોગ્ય રીતે કરવામાં આવે તો સારી કમાણી કરી શકાય.
- આજે ઈન્ટરનેટના માધ્યમથી તમે ગામડે બેઠા-બેઠા પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો.


કેમ કર્યો ગામડે રહેવાનો નિર્ણય

- જૂનાગઢ નજીના જામકા ગામે રહેતો સીદપરા પરિવાર પરંપરાગત ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હતો.
- પરસોત્તમભાઈ ધોરણ બારનો અભ્યાસ કરી કોલેજ અધવચ્ચે છોડી પિતા સાથે ખેતી અને પશુપાલનમાં લાગી ગયા હતા.
- પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, ખેતી-પશુપાલનને તમે એક ઈન્ડસ્ટ્રીઝ તરીકે જુઓ તો તેની સરખામણીમાં કોઈ ન આવી શકે.
- પરંપરાગત ખેતી કરતા પિતા સાથે પરસોત્તમભાઈએ નવી નવી ટેકનિક અપનાવી ખેતી કરવાનું શરૂ કર્યું.
- પરસોત્તમભાઈના પુત્ર ભાવિન અને કિશન પિતાને નાનપણથી ખેતી અને પશુપાલન કરતા જોઈ મોટા થયા હતા.
- પિતાના સંસ્કાર અને ગામડાના સારા જીવન તેમજ ખેતીના વારસાને આગળ વધારવા પુત્રોએ પણ ગામડે રહેવાનો વિચાર કર્યો.
- પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિન મિકેનિકલ એન્જીનિયરના અભ્યાસ બાદ પિતાના પશુપાલનનો કાર્યભાળ સંભાળ્યો.
- જ્યારે નાના પુત્ર કિશને પણ એન્જીનિયરિંગના અભ્યાસ બાદ ખેતી અને ગૌશાળાની જવાબદારી સંભાળી.

-divyabhaskar.co.in

x

14 July 2018

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

સહાય ના ધોરણ
ફરજીયાત ઘટક (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય

(૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય

(૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક

(૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-, રૂ!. ૭,૫૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય

રિમાર્ક

(૧) લાભાર્થીએ રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા / બેંક પાસેથી ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ Ikhedut portal પર અરજી કરવી

(૨) પોતાની માલિકીની, ભોગવટાની, લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઇએ. 

(૩) નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઇએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઇએ. વધુ વિગતો માટે અરજી કરો પેજની સુચનાઓ વાંચો.

રાજ્યનો વર્ષ ૧૮-૧૯ નો સંભવિત લક્ષ્યાંક: 5000

*અરજી કરવાની તારીખ*

તા 05/05/2018 થી 05/08/2018 સુધી

વધુ માહીતી અને અરજી કરવા અહી ક્લિક કરશો ખેડૂત મીત્રો

4 July 2018

સરકારે કઇ કૃષિ પેદાસ માટે કેટલો ખેતી ખર્ચ નક્કી કર્યો છે? જાણો વિગતવાર માહિતી

સરકારે કઇ કૃષિ પેદાસ માટે કેટલો ખેતી ખર્ચ નક્કી કર્યો છે? જાણો વિગતવાર માહિતી

કેન્દ્ર સરકાર હસ્તકના કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝ (CAPC) દ્વારા વિવિધ કૃષિ પેદાસોની ખેતી અંગેના ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવે છે. આ અંદાજના આધારે સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે. સરકાર દ્વારા ચોમાસુ સિઝનના 14 જેટલા કૃષિ પાકો માટે ટેકાના ભાવમાં 10 ટકાથી લઇને 50 ટકા સુધી વધારો કરાયો છે. સરકારનો દાવો છે કે ખેડૂતોના ખેતી ખર્ચ ઉપરાંત 50 ટકા નફો મળે એ રીતે ટેકાના ભાવ નક્કી થયા છે. હવે આપણે જોઇએ કે સરકારના મત પ્રમાણે કઇ કૃષિ પેદાસની ખેતી કરવામાં કેટલો ખર્ચ થાય છે. સરકારના મતે એક મણ કપાસનું ઉત્પાદન કરવામાં રૂ.686 ખર્ચ થાય છે. આ ખર્ચમાં ખેડ, ખાતર, બિયારણ, સિંચાઇ, મજુરી ખર્ચ તેમજ જમીનનું ભાડુ પણ ભાડુ પણ આવી જાય છે એવો સરકારનો દાવો છે. આથી ખેડૂતોને કપાસની ખેતીના પ્રતિમણ સરેરાશ ખર્ચ રૂ.686 ઉપર 50 ટકા નફો મળે એ રીતે કપાસના ભાવ રૂ.1090 પ્રતિમણ જાહેર કરાયા છે. આવી જ રીતે સરકારના આંકડા પ્રમાણે એક મણ મગફળીનું ઉત્પાદન કરવા માટે રૂ.652 ખર્ચ ખેડૂતને થાય છે. આથી મગફળીની ખેતીમાં ખર્ચ ઉપર પણ 50 ટકા નફો મળે એ રીતે રૂ.978 ટેકાના ભાવ જાહેર કરાયા છે. એક મણ તલનું ઉત્પાદન કરવા માટેનો ખેતી ખર્ચ રૂ.833 આવે આથી તલનો ટેકાનો ભાવ પ્રતિમણ રૂ.1250 જાહેર કરાયો છે. મગની ખેતી માટે પ્રતિ મણ ઉત્પાદનનો સરેરાશ ખર્ચ રૂ.930 જેટલો આવે એ ગણતરીએ સરકારે મગના ટેકાના ભાવ પ્રતિમણ રૂ.1395 જાહેર કર્યા છે. સરેરાશ એક મણ ડાંગરનું ઉત્પાદન કરવા માટેનો ખર્ચ રૂ.233 આવે એ ગણતરી સરકારે ડાંગર માટે ટેકાના ભાવ રૂ.354 પ્રતિ મણ જાહેર કર્યા છે.

બાજરી, તુવેર અને અળદમાં સરકારે ખેતી ખર્ચ કરતા 50 ટકાથી પણ વધારે નફો આવે એ રીતે ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારના અંદાજ પ્રમાણે બાજરની ખેતીમાં પ્રતિ મણ ઉત્પાદનનો સરેરાશ ખર્ચ રૂ.198 થાય છે. સરકારે બાજરીની ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે બાજરીમાં ખેડૂતોને ખર્ચ ઉપર 96 ટકા નફો મળે એ રીતે રૂ.390 પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારના અંદાજ પ્રમાણે તુવેરની ખેતીમાં એક મણ ઉત્પાદન દીઠ સરેરાશ રૂ.686 ખર્ચ આવે છે. તુવેરની ખેતીના ખર્ચ ઉપર 62 ટકા નફો મળે એ રીતે સરકારે પ્રતિ મણ રૂ.1135 ટેકાના ભાવ જાહેર કર્યા છે. અડદની ખેતીમાં પ્રતિમણ ઉત્પાદન દીઠ રૂ.687 ખર્ચ ગણીને સરકારે રૂ.1120 પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

ખેતીમાં ખર્ચ અંગેના આ સરકારી આંકડા છે. જેમાં ખેતીમાં થતા તમામ ખર્ચની ગણતરી કરી હોવાનો સરકારનો દાવો છે. ખેડૂત મિત્રો આપ આ બાબતે શુ માનો છો એ અંગે કોમેન્ટમાં જણાવો. ખેતીમાં થતા ખર્ચના આ આંકડા વાસ્તિવિક છે કે નહિં એ અંગે કોમેન્ટ કરો. આ ઉપરાંત આપના મતે કઇ કૃષિ પેદાસમાં કેટલો ખર્ચ થાય છે એ અંગે પણ આપ અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જય કિસાન

2 July 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨ થી ૭ જુલાઈ સુધીની આગાહી : ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ, આમ છતાં વાતાવરણ સુધર્યુ હોય છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ વરસશે

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨ થી ૭ જુલાઈ સુધીની આગાહી : ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ, આમ છતાં વાતાવરણ સુધર્યુ હોય છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ વરસશ


રાજકોટ, તા. ૨ : મેઘમહેરની રાહ જોતા લોકો અને ખાસ કરીને ખેડૂત માટે આંશિક વરસાદના સમાચાર છે. જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ હોવા છતાં વાતાવરણ થોડું સુધર્યુ હોય, છૂટાછવાયા ઝાપટાથી માંડી હળવો વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તા.૨ થી ૭ જુલાઈ સુધીની આગાહીમાં જણાવાયુ છે કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા અને કયારેક વધુ વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ અમુક દિવસે પડશે. મધ્યમ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો - મધ્યમ પડશે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા - હળવો વરસાદ પડશે. જેમાં પોરબંદરથી ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના રહેલી હોવાનું જણાવ્યુ છે. ૨૯મીના હવામાન ખાતા મુજબ ચોમાસુ દેશમાં બેસી ગયુ છે પરંતુ ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસુધરી જે સામાન્ય રીતે રાજસ્થાનના બાડમેરથી એમપી, છત્તીસગઢ, ઓરીસ્સા થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે તેના બદલે ચોમાસુધરી હિમાલયની તળેટી તરફ સરકે છે. આવતા ૨૪ કલાકમાં હિમાલય પહોંચી જશે. ત્યારબાદ ૩-૪ દિવસ તે સ્થિતિમાં રહે તેવો હાલનો અંદાજ છે. જેથી સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી છે. 


વિવિધ પરીબળોમાં એક સામાન્ય અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છે. અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ થ ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી છેલ્લે નોર્થ અરબી અને લાગુ મધ્ય અરબી સમુદ્ર ઉપર હતું. તેમાં આજે ૩.૧ કિ.મી.ના લેવલે ફકત ટ્રફ માલૂમ પડે છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્ય - પૂર્વ અરબી સમુદ્રમાં ૫.૮ કિ.મી.ના લેવલે કર્ણાટકથી પશ્ચિમે છે. એક મામુલી ઓફસોરટ્રફ નોર્થ કોંકણથી લક્ષદ્વીપ સુધી લંબાય છે. સૌરાષ્ટ્ર - કચ્છ હાલ નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યુ છે. તા.૨ થી ૭ દરમિયાન દ. ગુજરાતમાં છૂટાછવાયા તેમજ કયારેક વધુ વિસ્તારમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ આગાહીના અમુક દિવસે પડવાની સંભાવના છે. ઉત્તર તરફ જતા માત્રા ઓછી થતી જશે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ આગાહીના સમયના થોડા-  અમુક દિવસે પડવાની શકયતા છે. ગુજરાતના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડરમાં વધુ શકયતા છે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે. આગાહીના સમયના થોડા કે અમુક દિવસે પડવાની શકયતા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...