જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


2 July 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨ થી ૭ જુલાઈ સુધીની આગાહી : ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ, આમ છતાં વાતાવરણ સુધર્યુ હોય છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ વરસશે

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨ થી ૭ જુલાઈ સુધીની આગાહી : ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ, આમ છતાં વાતાવરણ સુધર્યુ હોય છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ વરસશ


રાજકોટ, તા. ૨ : મેઘમહેરની રાહ જોતા લોકો અને ખાસ કરીને ખેડૂત માટે આંશિક વરસાદના સમાચાર છે. જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ હોવા છતાં વાતાવરણ થોડું સુધર્યુ હોય, છૂટાછવાયા ઝાપટાથી માંડી હળવો વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તા.૨ થી ૭ જુલાઈ સુધીની આગાહીમાં જણાવાયુ છે કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા અને કયારેક વધુ વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ અમુક દિવસે પડશે. મધ્યમ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો - મધ્યમ પડશે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા - હળવો વરસાદ પડશે. જેમાં પોરબંદરથી ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના રહેલી હોવાનું જણાવ્યુ છે. ૨૯મીના હવામાન ખાતા મુજબ ચોમાસુ દેશમાં બેસી ગયુ છે પરંતુ ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસુધરી જે સામાન્ય રીતે રાજસ્થાનના બાડમેરથી એમપી, છત્તીસગઢ, ઓરીસ્સા થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે તેના બદલે ચોમાસુધરી હિમાલયની તળેટી તરફ સરકે છે. આવતા ૨૪ કલાકમાં હિમાલય પહોંચી જશે. ત્યારબાદ ૩-૪ દિવસ તે સ્થિતિમાં રહે તેવો હાલનો અંદાજ છે. જેથી સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી છે. 


વિવિધ પરીબળોમાં એક સામાન્ય અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છે. અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ થ ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી છેલ્લે નોર્થ અરબી અને લાગુ મધ્ય અરબી સમુદ્ર ઉપર હતું. તેમાં આજે ૩.૧ કિ.મી.ના લેવલે ફકત ટ્રફ માલૂમ પડે છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્ય - પૂર્વ અરબી સમુદ્રમાં ૫.૮ કિ.મી.ના લેવલે કર્ણાટકથી પશ્ચિમે છે. એક મામુલી ઓફસોરટ્રફ નોર્થ કોંકણથી લક્ષદ્વીપ સુધી લંબાય છે. સૌરાષ્ટ્ર - કચ્છ હાલ નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યુ છે. તા.૨ થી ૭ દરમિયાન દ. ગુજરાતમાં છૂટાછવાયા તેમજ કયારેક વધુ વિસ્તારમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ આગાહીના અમુક દિવસે પડવાની સંભાવના છે. ઉત્તર તરફ જતા માત્રા ઓછી થતી જશે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ આગાહીના સમયના થોડા-  અમુક દિવસે પડવાની શકયતા છે. ગુજરાતના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડરમાં વધુ શકયતા છે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે. આગાહીના સમયના થોડા કે અમુક દિવસે પડવાની શકયતા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...