કેશલેસ સિસ્ટમ,
પ્લાસ્ટીક મની,
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ,
પીઓએસ (Point of sale) મશીન,
ઓનલાઈન શોપિંગ આ શબ્દો હવે અજાણ્યા નહિ રહે.
મારા ભારત દેશની જનતા કેશલેસ સિસ્ટમ અને પ્લાસ્ટિક મની તરફ આગળ વધી રહી છે
નોટબંધીના પગલે સરકાર ડિજિટલ ઇન્ડિયાના પ્રથમ ચરણ સમાન ભારતને કેશલેસ બનાવવાના પ્રયાસ પણ હાથ ધરાશે. એક અંદાજ મુજબ ભારતમાં થતા નાણાંકીય વ્યવહારોમાં ૬૦ ટકા જેટલા વ્યવહાર રોકડમાં થવાનો અંદાજ છે. બાકીના ૪૦ ટકા વ્યવહાર ઓનલાઈન થાય છે. દેશનો યુવાવર્ગ ઓનલાઈન શોપિંગ તરફ વળેલો છે. જ્યારે બાકીનો તમામ વર્ગ ઓફલાઈન શોપિંગ કરે છે. ધીમે ધીમે તેમાં પરિવર્તન આવતું જશે. દુકાનદારો દ્વારા કાર્ડ સ્વેપ થકી ખરીદ વેચાણ, કાર્ડ થકી પેટ્રોલ પુરાવાય, કાર્ડ થાકી શાકભાજી ખરીદાય, ઘરના દરેક સભ્ય પાસે કાર્ડ હોય અને તેના થકી ખરીદ વેચાણ ના વ્યવહારો થતા હોય, તે દિવસો દૂર નથી.
કાર્ડનો ત્રણ રીતે ઉપયોગ થાય છે. જેમાં
પ્રથમમાં કાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ થાય છે.
બીજામાં એટીએમમાંથી પૈસા ઊપાડવામાં થાય છે.
અને
ત્રીજા ઉપયોગમાં વેપારીને ત્યાં ખરીદી કર્યા બાદ પીઓએસ (Point of sale) મશીનમાં કાર્ડ સ્વેપ કરીને પેમેન્ટ કરાય છે.
હવે આ ત્રણ ઉપયોગની વાત કરીએ તો, હાલ દેશમાં યુવાવર્ગ ઓનલાઈન પેમેન્ટની કામગીરી કરે છે.
બાકીનો તમામ વર્ગ રોકડમાં વ્યવહાર કરે છે.
હવે
આજે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે ત્યારે શું આપણે કેશલેસ સિસ્ટમ અપનાવીને દેશને વિશ્વનું આગેવાન ન બનાવી શકીએ. દેશમાં આજે સૌથી વધુ વસ્તી યુવાનોની છે અને દેશના મોબાઈલ વપરાશકારોમાં મોટાપાયે સ્માર્ટફોન વપરાશકાર છે. ત્યારે ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન તરફ જવું ખૂબ સહેલું છે. આજે સામાન્ય ગામડાનો માણસ પણ વોટ્સએપ યુઝ કરે છે, તેને જરૂર છે ફક્ત આ બાબતનું જ્ઞાન આપવાની ઓનલાઈન પેમેન્ટ અને ખરીદી પણ તેટલી જ સરળ પ્રક્રિયા છે. ત્યારે આવા સમયે દરેક યુવાન આ નોલેજ ઓછા માં ઓછા દસ વ્યક્તિને આપી કેશલેસ સિસ્ટમ અપનાવીને દેશને વિશ્વનું આગેવાન બનાવી શકીએ.
હવે થી પ્લાસ્ટીક ચલણ ને વધારવા માટે હવે સરકાર લોકોને ડેબિટ કાર્ડ આપવા માંગે છે. સરકારી સુચના થી જલ્દી હવે બેંક આ સુવિધા આપશે. આને પ્રી રીચાર્જ ડેબિટ કાર્ડ સેવા નું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડમાં એક મર્યાદા સુધી પૈસા જમા થઇ શકશે. લોકો તેનો પ્લાસ્ટીક મની તરીકે ઉપયોગ કરી શકશે.
મોટા મોટા સ્ટોર, આઊટલેટ, શોપીંગ મોલમાં કાર્ડ સ્વેપ કરવાની સિસ્ટમનો મોટા પાયે વપરાશ થાય છે.
ટૂંક સમયમાં નાના તેમજ મધ્યમવર્ગના દુકાનદાર, લારી ગલ્લા, ફેરિયાવાળા પાસે આવી સવલત ઉપલબ્ધ હશે. ભારતમાં બેંકોએ ઓનલાઈન સિસ્ટમ અપનાવી વિકાસ કર્યો છે. તેમજ ભારતીયજનો ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા નજીકના ભવિષ્યમાં
ભારતને કેશલેસ સિસ્ટમ તરફ આગળ વધારી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.