મસાલાપાકોનુ મબલક વાવેતરઃ સરેરાશ વાવણી ૭ ટકા વધી
રાજયમાં રવિ વાવેતર ૨૨.૧૫ લાખ હેકટરે પહોંચ્યું છે અત્યાર સુધીના વાવેતરમાં ઘાણા અને રાયડાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે જયારે જીરુંની વાવણીમાં ઘટાડો જોવાયો છે રાજયમાં મસાલા પાકોનાં વાવેતરમાં જબરો વધારો જોવા મળ્યો છે.પરંતુ જીરૂનું વાવેતર છ ટકા ઘટ્યું છે જયારે ધાણાનાં વાવેતરમાં ૬૫ ટકાનો વધારો થયો છે. રાજય સરકારનાં આંકડાઓ મુજબ ૧૩મી ડિસેમ્બર સુધીમાં રાજયમાં ૨૨.૧૫ લાખ હેકટરમાં રવી વાવેતર થયું છે જે ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૨૦.૭૯ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ગત વર્ષની તુલનાએ સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. સરકારનાં આંકડાઓ મુજબ ધાણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૬૫ ટકાનો વધારો થઈને એક લાખ હેકટરમાં વાવેતર થયું છે પરંતુ જીરૂનું વાવેતર છ ટકા ઘટીને ૨.૨૬ લાખ હેકટરમાં થયું છે.મસાલા પાકોમાં સવા અને ઈસબગુલનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ બે ગણું જેટલું વધ્યું છે.
રાયડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૧ ટકા વધીને ૧.૯૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૭૮ લાખ હેકટરમાં થયું હતું. ઘઉનું વાવેતર પિયતમાં પાંચ ટકાનો વધારો થયો છે જયારે બિનપિયતમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.