જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


29 December 2018

ડીએપી ખાતર અસલી છે કે નકલી? અન્ય ખેડૂતોને પણ આ જાણકારી શેર કરો

જય કિસાન ખેડૂત મિત્રો, આજે દરેક ખેડૂતોના મનમાં પોતે વાપરતા ખાતર અસલી છે કે નકલી તે સરળ રીતે કઇ રીતે ઓળખી શકાય, તેની પદ્ધતિ વિશે તમને જાણકારી આપીશું.

આસમાનને આંબેલા ખાતર ની કિંમત સામે ખેડૂત મિત્રોને પૌષ્ટિક અને અસલી ખાતર મળવું મુશ્કેલ થઇ રહ્યું છે, કેમ કે બજારમાં નકલી ખાતર પધરાવવામાં આવી રહ્યું છે. જેનાથી પાકને ફાયદાને બદલે નુકસાન થાય છે અને જમીનની ગુણવત્તા પણ ઓછી થઈ જાય છે. જો અસલી ખાતર હોય તો કિસાનોને ઉત્પાદનમાં વધારો મળે છે અને ફાયદો થતો હોય છે.

ખાતર નાખવા છતાં પણ ઘણીવાર ખેડૂતોને તેનો ફાયદો મળતો નથી. જેનું કારણ હલકી ગુણવત્તાનું ખાતર અને એમોનિયમ ફોસ્ફેટ નામના રસાયણની મિલાવટ ને કારણે ખાતર સસ્તામાં તૈયાર થઈ જાય છે અને ખેડૂતોને બજાર ભાવે વેચવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ બાબતે નરી આંખે કોઈ જ ખબર પડતી નથી. પરંતુ ખેડૂત જો થોડીક જ સતર્કતા રાખે તો આ નુકસાન થી બચી શકે છે. માટે આજે અમે તમને ખાતરની અસલી-નકલીની ઓળખ કરવાની રીત જણાવીશું।

-ડીએપી ખાતર ની ઓળખ કેવી રીતે કરશો

ડીએપી DAP અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે ખેડૂત ડીએપી ના થોડાક દાણા હાથમાં લઇને તમાકુ ની જેમ ચુના સાથે ચોળી ને તે સૂંઘે અને તેમાંથી તીવ્ર વાસ આવે તો સમજવું કે આ ડીએપી ખાતર અસલી છે. જો કોઈ ગંધ ન આવે તો સમજવું કે આ ડીએપી ખાતર નકલી હોઈ શકે છે. ખેડૂત ભાઈઓ ડીએપી ખાતર ને ઓળખવાની બીજી એક સરળ પ્રક્રિયા પણ છે, ડીએપી ખાતર ના થોડા દાણા તવા પર ધીમી આગથી ગરમ કરીને જોવામાં આવે અને થોડી વારમાં જો આ દાણા ફુલે તો સમજવું કે આ ખાતર અસલી છે. પરંતુ જો આવું ન થાય તો આ ખાતર નકલી સમજવું. આ સિવાય પણ ડીએપી ખાતર ને આસાનીથી નખ વડે તોડી શકાતું નથી જો આ દાણા તૂટી જતા હોય તો તેની ગુણવત્તા હલકી હોઈ શકે છે.

-પાણીમાં યુરિયા સાવ ઓગળી જાય છે

યુરિયા ના દાણા સફેદ ચમકદાર અને એક સરખા આકારના હોય છે. આ દાણા પાણીમાં તરત જ ઓગળી જાય છે અને અડવાથી ઠંડું લાગતું હોય છે. ખેડૂત મિત્રો યુરિયા ખાતર ની ચકાસણી કરવા માટે તવા પર ગરમ કરવાથી જો આ દાણા ઓગળી જાય અને ગરમી વધારવાથી જો આ દાણાનું દ્રવ્ય ઉડી જાય અને આમાં કંઈ ન વધે તો સમજવું કે આ યુરિયા ખાતર એકદમ અસલી છે. પરંતુ જો તવા પર ગરમ કરીને ત્યારબાદ આગ વધારીને જો આ ખાતર ના આવશે તો સમજવું કે આ યુરિયા ખાતર મા  ભેળસેળ થયેલી છે.

-પોટાશ ના દાણા એકબીજા સાથે ચોંટતા નથી

બીજું એક એવું ખાતર છે જેનું નામ છે પોટાશ. પોટેશિયમની માત્રા ધરાવતી આ ખાતર સફેદ મીઠા અને લાલ મરચા ના મિશ્રણ જેવું હોય છે. પોટાશના દાણામાં થોડા ટીપા પાણી નાખીને ભેળવવાથી જો આ મિશ્રણ થી દાણા એકબીજા સાથે ચોંટી જાય તો સમજો કે આ ખાતર નકલી હોઈ શકે છે પરંતુ જો આવું ન થાય તો આ ખાતરની ગુણવત્તા શ્રેષ્ઠ માની શકાય. આ સિવાય પણ પાણીમાં પોટાશ નાખીને હલાવવાથી ખાતરનો લાલ ભાગ પાણીની ઉપર આવી જાય છે. જો આવું થાય તો ખાતર અસલી કહેવાય પરંતુ જો આખું પાણી લાલ રહે તો આ ખાતરની ગુણવત્તામાં પ્રશ્ન થઈ શકે.

-સુપર ફોસ્ફેટની ઓળખ ની રીત

સુપર ફોસ્ફેટની અસલિયતની ઓળખની ખૂબ જ સરળ છે. આ ખાતર ના દાણા સખત અને કાળા બદામી રંગના હોય છે. આ દાણા ને થોડા ગરમ કરવાથી જો આ ફૂલે નહી તો સમજવા ખાતર છે યાદ રાખવું કે, ગરમ થવા પર ડીએપી ના દાણા ફુલતા હોય છે અને સુપર ફોસ્ફેટ ના દાણા ફુલતા નથી આ પ્રકારે ભેળસેળ ની ઓળખ કરવી સરળ બને છે. સુપર ફોસ્ફેટ ને પણ સીધી રીતે તોડી શકાતા નથી.


ઝીંક સલ્ફેટ ની ચકાસણી કરવાની ઝીંક સલ્ફેટ ના દાણા આછા પીળાશ પડતા અને બારીક કણોના આકારમાં હોય છે ઝીંક સલ્ફેટમાં મુખ્યત્વે મેગ્નેશિયમ સલ્ફેટ ભેળસેળ કરવામાં આવે છે આ ખાતરની ચકાસણી કરવી ઘણી અઘરી છે. આ ખાતરની વિશેષતા એ છે કે ડીએપી ના મિશ્રણમાં આ મિશ્રણ ભેળવીને રગડો બનાવવામાં આવે છે જો ડીએપી સાથે મેળવીને આ ખાતરનો રગડો ઘટના બને તો સમજવું કે આ ખાતર માં કંઈક ગરબડ છે.

સૌજન્ય :  khetud.club

પરથી માહિતી સંકલિત કરેલ છે.

12 November 2018

એરંડા માં જોરદાર તેજી વાયદા બજાર મા 4% તેજી સર્કિટ

એરંડામાં તેજીની સર્કિટ: ભાવ રૂ.1170ને પાર

Agriscience News 13 Nov 18

જેના ઉત્પાદનમાં ગુજરાતના ખેડૂતોની મોનોપોલી છે એવા એરંડામાં તોફાની તેજી જોવા મળી રહી છે. મંગળવારે એનસીડીઇએક્સ ઉપર એરંડા વાયદામાં તેજીની સર્કિટ લાગી હતી. એરંડાના નવેમ્બર વાયદામાં 4 ટકાના ઉછાળા સાથે રૂ.6240ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો. હાજર બજારમાં પણ પ્રતિમણ રૂ.50નો વધારો જોવા મળ્યો. એરંડાની સૌથી વધુ આવક ધરાવતા પાટણ માર્કેટયાર્ડમાં રૂ.1150થી રૂ.1171ની સપાટીએ ભાવ રહ્યા.

છેલ્લા એક મહિનાથી એરંડામાં સતત તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. સતત તેજી બાદ પણ એરંડાની આવકો જેવી વધવી જોઇએ એ રીતે વધી નથી. આ કારણે તેજીને વેગ મળ્યો છે. આ વર્ષે એરંડાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં જંગી કાપ આવે એવી સંભાવના છે. એરંડામાંથી દિવેલ બને છે અને દિવેલમાંથી સિબાસીક એસિડ બને છે. ચીન તેમજ યુરોપના દેશોમાં સિબાસીક એસિડની માંગ સતત વધી રહી છે. આ કારણે એરંડાની માંગ સતત વધી રહી છે. જ્યારે સપ્લાઇ પ્રમાણમાં ઓછી છે

23 October 2018

1 નવેમ્બરથી રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે કરશે ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5000નો ભાવ નક્કી કરાયો


ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. 15 નવેમ્બરથી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા 122 ખરીદ કેન્દ્રો પર મગફળી ખરીદવામાં આવશે. ભારત સરકારે વર્ષ 2018-2019 માટે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 4890 રૂપિયા નક્કી કર્યો છે. જેમાં રાજ્ય સરકાર 110 રૂપિયા બોનસ આપીને 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે. મગફળીના એક મણના ભાવમાં  23 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 978 રૂપિયા ભાવ હતો, હવે એક મણના 1001 રૂપિયા આપવામાં આવશે. 

ટેકાના ભાવે મગફળી વેંચવા ઈચ્છતા ખેડૂતો 11 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અંદાજિત 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ 26.95 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે. 
ગયા વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડો થયા હતા. તેને લઈને રાજ્યભરમાં વિરોધ પણ થયો હતો. મગફળીમાં ઢેંફા ભેળાવવા, ગોડાઉનમાં આગ, અથવા તો બારદાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્યારે આ વખતે સરકાર સખત થઈ ગઈ છે. સરકારે મગફળી ખરીદી કેન્દ્રો પર સીસીટીવી લગાવવા અને ખરીદીનું વીડિયો રેકોર્ડિંગ કરશે. આ સાથે ખરીદ કેન્દ્ર પર સર્વેલન્સ માટે વર્ગ-1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્ક્વોડની રચના કરવામાં આવશે. 
દરેક ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોની એક દિવસમાં વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી વધુમાં 2 હેક્ટરની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વખતે પણ મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને આપવામાં આવી છે. 

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...