જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


2 April 2018

ખેતઅોજાર માટે અોનલાઇન અરજી કરો : ખેડૂતો માટે સહાય લેવાની સુવર્ણતક

ખેતઅોજાર માટે અોનલાઇન અરજી કરો : ખેડૂતો માટે સહાય લેવાની સુવર્ણતક

ગુજરાતમાં ખેડૂતો માટે અવનવી યોજનાઅો હાલમાં અમલમાં મૂકાયેલી છે. અા યોજનાઅોનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અાઇ ખેડૂત નામની વેબસાઈટમાં અરજી કરવાની હોય છે. જેમાં અરજી કરી ખેડૂતો અોનલાઇન સહાયનો લાભ મેળવી શકે છે. અેપ્રિલમાં ખેડૂતો માટે ખેતઅોજારો માટે સહાયની યોજના ચાલું છે. ખેડૂતો માટે ખેતઅોજાર અે અતિ જરૂરી છે. અા સહાયનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અરજી કરી લાભ મેળી લેવો જોઇઅે. ખેડૂતોઅે અા લીન્ક પર અોનલાઇન અરજી કરવાની જરૂર છે. https://www.ikhedut.gujarat.gov.in/

ખેતીવાડી ની યોજનાઓ તા.1.4.2018 થી  30.4.2018 સુધી ચાલુ છે

 1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
  2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ
  3.એમ.બી. પ્લાઉ
  4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
  5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
  6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
  7.ઓટોમેટીક સીડ ડ્રીલ
  8.કલ્ટીવેટર
  9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ🚿
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)

–  અરજી કરવા શુ કરવું?
👉તમારા/બાજુના ગામના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને ઓનલાઈન અરજી કરાવવી.
👉અરજી સાથે જોડવાના પુરાવા
(૧) ૮/અ નવો ઓરીજનલ
(૨) બેક પાસબુકની ઝેરોક્ષ
(૩) આધાર કાડૅની ઝેરોક્ષ
(૪) જાતિના દાખલની ઝેરોક્ષ(ફક્ત અનુસુચિત જાતિના ખેડુત માટે)

👆આટલા પુરાવા જોડીને અરજીમા સહી કે અંગૂઠો કરીને અરજી ગ્રામસેવકને આપવી.

👉અરજીમાં જમણી બાજુ ખેડુતના નામની નીચે ખેડૂતનો રેગ્યુલર ચાલુ મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે અવશ્ય લખવો.
👉માંગ્યા મુજબના તમામ પુરાવા ફરજીયાત જોડવાના રહેશે અન્યથા અરજી નામંજૂર ગણાશે
👉અરજી મંજૂર થયા બાદ જ જે તે સાધન માન્ય કંપની-ડીલર પાસેથી ખરીદવાનુંરહેશે.
👉 ઓનલાઇન અરજી કયૉ બાદ દિવસ-૭ સુધીમા અરજી પૂરાવા સાથે ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે
👉અગાઉ જે ખેડૂતોએ જે તે સાધન મા સબસિડીનો લાભ લીધો હોય તેમણે અરજી કરવી નહી અન્યથા કમ્પ્યુટરમાં અરજી આપો આપ રદ થઈ જશે
👉જે ખેડૂત ખરેખર જે તે સાધન લેવા માંગતા હોય તેમણે જ અરજી કરવી

28 March 2018

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચી પણ રૂપિયા ૮૦૦ કરોડ સલવાયા

જાગો ફળદુ જાગો... ધરતીપૂત્રો પાયમાલ થઇ રહ્યા છે


રાજકોટ (અકીલા) તા. ર૮ : ગુજરાતના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળી વેંચેલ પણ તેમાના અનેક ખેડૂતોને મગફળી વેચાણના પૈસા ૩ મહિના જેટલો સમય થવા આવ્યો છતા હજુ મળ્યા નથી ખેડૂતોના હિતના દાવો કરતી કેન્દ્ર અને રાજય સરકાર માટે આ પ્રશ્ન પડકાર જેવો થઇ ગયો છે. હાલનું નાણાકીય વર્ષ પુરૂ થતા સુધીમાં (૩ દિવસમાં) ખેડૂતોને નાણા ન મળે તો બેક વ્યાજનું મોટું ભારણ માથે આવવાની ભીતિ છે.

સરકારે ગઇ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદેલ. ખેડૂતોને ટેકાના ભાવથી આપવાના થતા નાણા કેન્દ્ર અને રાજય સરકારે નાફેડ મારફત ચૂકવવાના થતા હોય છે. છેલ્લા ત્રણેક મહિનાની ખરીદીના રૂ.૮૦૦ કરોડથી વધુ રકમ આપવા પાત્ર થતી હોવાનું કૃષિ ક્ષેત્રના વર્તુળો જણાવે છે. કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચેના સંકલનના અભાવે અથવા અન્ય કોઇ કારણસર ખેડૂતોને આ નાણા મળ્યા નથી. જે તે વખતે ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા બજારમાં વેચી હોત તો તે વખતે જ પૈસા મળી ગયા હોત અથવા અત્યાર સુધી રાખી હોત તો ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળ્યા હોત તેમ ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યુ છે. કેન્દ્ર અને રાજયમાં ગુજરાત ખેડૂત અગ્રણી કૃષિ મંત્રીપદે છે ત્યારે ખેડૂતોની આશા વધી છે. ખેડૂતોના હિતની માત્ર વાત કરવાના બદલે કૃષિમંત્રી આર. સી. ફળદુ ખેડૂતો માટે કંઇક કરી બતાવે તેવુ ખેડૂતો ઇચ્છે છે.

ખેડુતોનો કપાસનો પાક વીમો મંજૂર થઇ ગયો છે. પણ હજુ ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યો નથી

25 March 2018

હિટવેવેનું આગમન હવે ગરમી ભુક્કા બોલાવશે આગામી બે દિવસ આકરી ગરમી સહન કરાવી પડશે

હિટવેવેનું આગમન

રાજકોટ સૌરાષ્ટ્ર માં હવે ગરમી ભુક્કા બોલાવશે આગામી બે દિવસ આકરી ગરમી સહન કરાવી પડશે  રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હીટવેવને કારણે સૌરાષ્ટ્રમાં ગરમ પવનો ફૂંકાશે. જેના કારણે મહતમ તાપમાનમાં વધારો થશે.


બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...