જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


16 December 2016

રાજયમાં રવિપાક વાવેતર મા ઘાણા-રાયડાનું વધ્યું અને જીરું નું વાવેતર ઘટ્યુ

મસાલાપાકોનુ મબલક વાવેતરઃ સરેરાશ વાવણી ૭ ટકા વધી


રાજયમાં રવિ વાવેતર ૨૨.૧૫ લાખ હેકટરે પહોંચ્યું છે અત્યાર સુધીના વાવેતરમાં ઘાણા અને રાયડાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે જયારે જીરુંની વાવણીમાં ઘટાડો જોવાયો છે રાજયમાં મસાલા પાકોનાં વાવેતરમાં જબરો વધારો જોવા મળ્યો છે.પરંતુ જીરૂનું વાવેતર છ ટકા ઘટ્યું છે જયારે ધાણાનાં વાવેતરમાં ૬૫ ટકાનો વધારો થયો છે. રાજય સરકારનાં આંકડાઓ મુજબ ૧૩મી ડિસેમ્બર સુધીમાં રાજયમાં ૨૨.૧૫ લાખ હેકટરમાં રવી વાવેતર થયું છે જે ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ  ૨૦.૭૯ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ગત વર્ષની તુલનાએ સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. સરકારનાં આંકડાઓ મુજબ ધાણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૬૫ ટકાનો વધારો થઈને એક લાખ હેકટરમાં વાવેતર થયું છે પરંતુ જીરૂનું વાવેતર છ ટકા ઘટીને ૨.૨૬ લાખ હેકટરમાં થયું છે.મસાલા પાકોમાં સવા અને ઈસબગુલનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ બે ગણું જેટલું વધ્યું છે.

રાયડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૧ ટકા વધીને ૧.૯૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૭૮ લાખ હેકટરમાં થયું હતું. ઘઉનું વાવેતર પિયતમાં પાંચ ટકાનો વધારો થયો છે જયારે બિનપિયતમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.

8 December 2016

આજ ના બજાર ભાવ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

સરદાર વલ્લભભાઈ પટેલ 
માર્કેટીંગ યાર્ડ રાજકોટ 
આજ ના બજાર ભાવ 
તારીખ: 09/12/2016

★કપાસ બીટી - 970.00 , 1054.00
★ઘઉં લોકવન - 380.00 , 425.00

7 December 2016

મારા ભારત દેશની જનતા કેશલેસ સિસ્ટમ અને પ્લાસ્ટિક મની તરફ આગળ વધી રહી છે

કેશલેસ સિસ્ટમ, 
પ્લાસ્ટીક મની,  
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ, 
પીઓએસ (Point of sale) મશીન, 
ઓનલાઈન શોપિંગ આ શબ્દો  હવે અજાણ્યા નહિ રહે.

મારા ભારત દેશની જનતા કેશલેસ સિસ્ટમ અને પ્લાસ્ટિક મની તરફ આગળ વધી રહી છે

નોટબંધીના પગલે સરકાર ડિજિટલ ઇન્ડિયાના પ્રથમ ચરણ સમાન ભારતને કેશલેસ બનાવવાના પ્રયાસ પણ હાથ ધરાશે. એક અંદાજ મુજબ ભારતમાં થતા નાણાંકીય વ્યવહારોમાં ૬૦ ટકા જેટલા વ્યવહાર રોકડમાં થવાનો અંદાજ છે. બાકીના ૪૦ ટકા વ્યવહાર ઓનલાઈન થાય છે. દેશનો યુવાવર્ગ ઓનલાઈન શોપિંગ તરફ વળેલો છે. જ્યારે બાકીનો તમામ વર્ગ ઓફલાઈન શોપિંગ કરે છે. ધીમે ધીમે તેમાં પરિવર્તન આવતું જશે. દુકાનદારો દ્વારા કાર્ડ સ્વેપ થકી ખરીદ વેચાણ, કાર્ડ થકી પેટ્રોલ પુરાવાય, કાર્ડ થાકી શાકભાજી ખરીદાય, ઘરના દરેક સભ્ય પાસે કાર્ડ હોય અને તેના થકી ખરીદ વેચાણ ના વ્યવહારો થતા હોય, તે દિવસો દૂર નથી.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...