જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


13 February 2019

તાર ફેન્સીંગ સબસીડી ચાલુ મેળવવા માટે આગામી 12/03/19 સુધી અરજી સ્વિકાર્ય

ખેતરની ફરતે તાર ફેન્સીંગ અંગેની સરકારી સબસીડી મેળવવા માટે આઇ - ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા . 12 માર્ચ સુધી ઓનલાઇન અરજી થઇ શકશે .

જેમાં તાર ફેન્સીંગના પ્રતિ રનીંગ મીટર દીઠ રૂ . 300 અથવા ખરેખર થનાર ખર્ચમાંથી જે ઓછુ હશે એની 50 ટકા રકમ સબસીડી તરીકે ચુકવાશે . આ સબસીડી બે તબ્બકામાં મળશે . જેમાં પ્રથમ તબક્કામાં 25 ટકા અને બાકીની 75 ટકા સહાય બીજા તબક્કામાં મળશે . સંયુક્ત તપાસ ટીમની ચકાસણી અને થર્ડ પાર્ટી દ્વારા જી . પી . એસ . સિસ્ટમથી ઈન્સપેકશન રીપોર્ટ મળ્યા બાદ જ સહાય ચુકવાશે . આ સહાય મેળવવા માટે ખેડૂતોએ સંગઠીત થવું પડશે અને સામૂહિક ધોરણે ક્લસ્ટર માટે અરજી કરવાની થશે . સબસીડીની ચુકવણી પણ અરજદારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જુથ લીડરના ખાતામાં જ થશે

નવી યોજના હેઠળ તૈયાર થતી તારની વાડ ઉંચી હોવાથી રોઝ એને કુદી નહિ શકે તેમજ આ વાડની નીચેના ભાગે જાળી હોવાથી ભૂંડ પણ એમાંથી પસાર નહિ થઇ શકે . આ યોજના હેઠળ ૫૦ ટકા રકમ સરકાર અને ૫૦ ટકા રકમ ખેડૂતોએ ભોગવવાની થશે . જયારે આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ વધુમાં વધુ જમીન માટે ભેગા થઈને સંયુક્ત રીતે અરજી કરવાની રેહશે . આ રીતે સમૂહમાં એકસાથે ઘણી જમીનમાં વાડ બનશે તો એનો કુલ ખર્ચ પણ ઘટી જશે .

વધુ માહીતી માટે I- Khedut પોર્ટલ પર અરજી કરવા માટે અહી ક્લિક કરશો


9 February 2019

હેકરને તમાચો: હેક થયેલું આપણુ ખેડૂત ફેસબુક પેજ 10 દિવસમાં facebook Company એ Husen Panchasiya ને પાછું આપ્યું

“શું તમે ખેડૂત છો ?” નામનું હેક થયેલું FB પેજ ૧૦ દિવસમાં હેકર્સ પાસેથી હુશેન પંચાસીયાને પરત કરાવતું ફેસબુક

મોરબી જીલ્લા ના વાંકાનેરના પંચાસિયા ગામના હુસેન પંચાસીયાનું “શુ તમે ખેડૂત છો ?” નામનું એફબી પેજ બનાવ્યું હતુ. જે થોડા દિવસો પહેલા હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ પેઝ પરત મેળવવા હુસેનભાઈએ તમામ દિશામાં સતત પ્રયત્નો કર્યા અને તેમને દરેક દિશામાંથી મિત્રોનો સહકાર મળ્યો. આખરે ફેસબુકે માન્યું કે “શું તમે ખેડુત છો ?” એ પેજ હેક થયું છે અને તેમના મૂળ એડમીન હુશેન પંચાસીયા છે.

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના હુસેન સિપાઈ સમગ્ર તાલુકામાં હુસેન પંચાસીયા તરીકે ઓળખાય છે. તેઓ ખેડૂતોને માહિતી આપતું “શું તમે ખેડુત છો?” નામનું પેજ ચલાવે છે. આ પેઝને સવા બે લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. કૃષિ પેજમાં ગુજરાતમાં આ પેજ સૌથી મોટું છે. આવડી મોટી લાઈકની સંખ્યા જોઈને હેકર્સ દ્વારા આ પેજ હેક કરવામાં આવ્યું હતું. પરિણામે સોશિયલ મીડિયામાં નેટના નટ ગણાતા બન્ને ભાઈઓને હેકર લાલચમાં ફસાવવામાં સફળ થયો હતો. પરિણામે હુસેન સિપાઈનું સવા બે લાખથી વધુ લાઇક ધરાવતું પેજ હેક થઈ ગયું અને તેમનો કંટ્રોલ હુસેન પંચાસીયાના હાથમાંથી જતો રહ્યો.

હેકર શરૂઆતના સાત દિવસ શાંત રહ્યો બાદમાં એડમીન બનીને બે દિવસથી તેમણે વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ત્રીજા દિવસે ફેસબુકે સ્વીકારી લીધું કે ‘શું તમે ખેડૂત છો?” એ પેજ કોઈ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને તેમના ખરેખર મૂળ એડમીન હુશેન પંચાસીયા છે. તેમના માટે એફ બીએ માગેલા પુરાવા અને માહિતી હુસેન પંચાસીયાએ આપી ત્યારે ફેસબુકે હેકર પાસેથી એ પેજ લઈને તેમના એડમીન તરીકે મૂળ મલિક એવા હુસેન પંચાસીયાને ફરીથી પ્રસ્થાપિત કરતા હેકરના હાથ હેઠા પડ્યા છે.

આ માટે હુસેન પંચાસીયાએ તમામ દિશાએ જબરદસ્ત લડત કરવી પડી હતી. જેમાં તેમને દરેક તબક્કે તેમના મિત્રોનો ખૂબ સારો સહકાર મળ્યો. સૌ પ્રથમ પોલીસ ફરિયાદ કરવાથી શરૂઆત કરી અને એ ફરિયાદ છેક ફેસબુક સુધી પહોંચાડવામાં અને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, ચર્ચાઓ અને માહિતીની આપ-લે કરવામાં, જે મિત્રો એ સહકાર આપ્યો તેમાં ઈલમુદિન બાદી, અયુબ માથાકિઆ (કપ્તાન), હરદેવસિંહ ઝાલા(મોરબી અપડેટ), ઉસ્માનગની શેરસીયા, તોફીક ભાલારા, શકીલ ઠાસરીયા, વી.એન. શેરસીયા અને છેક મધ્યપ્રદેશથી અલ્તાફખાનનો ખૂબ સારો સહકાર મળ્યો. પરિણામે છેલ્લા દસ દિવસથી ચિંતામાં રહેતા હુસેન પંચાસીયાની હેકર્સ સામે જીત થઈ.

હુસેન પંચાસીયાએ આ સમય દરમ્યાન સાથ સહકાર આપનાર અને ફોનથી કે મેસેજથી પૂછપરછ કરનાર તમામ મિત્રોનો આભાર માન્યો છે. મારી પાસે સૌથી મોટી મૂડી મારા મિત્રોની છે તેમ વધુમાં કહ્યું હતું. હવે “શું તમે ખેડૂત છો?” તો આ પેજ ને લાઈક કરો, જોઈએ ફેસબુકમાં કેટલા ખેડુત છેની ટેગ લાઈન ધરાવતું આ પેજ ફરી પાછું હુશેન પંચાસિયાના સંચાલન હેઠળ અને ગુજરાતના ખેડૂતોના સેવામાં આવી ગયું છે.

31 January 2019

વાંકાનેરમાં ગુજરાતનું સૌથી મોટું ફેસબુક પેજ “શું તમે ખેડૂત છો ?” હેક થયું #Hacked Facebook Page

હુશેન પંચાસિયાનું ૨,૨૨,૦૦૦ ફોલોઅર્સ ધરાવતું “શુ તમે ખેડૂત છો ?” ફેસબુક પેજ ૨૯ તારીખે હેક થયું, ૩૧ તારીખે મોરબી જિલ્લા પોલીસ વડા મારફત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની ખેડુતપુત્ર હુસેનભાઈ સિપાઈએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોતાના ફેસબુક પેજ હેક થવા બાબતે ફરિયાદ નોંધાવી છે.
હુસેનભાઈ વાંકાનેર ખાતે કૃષિ ઉદય ફાર્મર કંપનીના નામે ખેડૂત ઉપયોગી સામગ્રીનો વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે તથા ફેસબુક પર ખેડુતોને ઉપયોગી માહિતી મળી રહે તે હેતુથી “શું તમે ખેડુત છો ? તો આ પેજ like કરો જોઈએ fb માં કેટલા ખેડુત છે” ના નામે ફેસબુક પેજ ચલાવતાં હતાં આ ફેસબુક પેજ ના 2.22000 થી પણ વધુ ફોલોઅર્સ હતા આ પેજ ગુજરાતનું સૌથી મોટું ખેડુત લક્ષી ફેસબુક પેજ હતું. આ પેજ ના માધ્યમથી તેઓ  આંતરરાષ્ટ્રીય ખેતીની માહિતી ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડતાં તથા ખેડૂતલક્ષી સરકાર દ્વારા આપવામાં આવતી સ્કીમની માહિતી પણ ખેડુત સુધી પહોંચાડતાં આ પેજના માધ્યમથી વિદેશથી ખેડૂત મિત્રો પણ હુસેનભાઈ ને મળવા આવતાં અને પોતાના વિચારોની આપ-લે કરતા હતા.


તારીખ 29/1/2019 ના મંગળવારના રોજ રાત્રે આ પેજ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને હુસેનભાઈને એડમીન માંથી રિમુવ કરેલ છે આ પેજ નો દુરુપયોગ કરી હેકર ઉશ્કેરણીજનક વિડીયો કે સાહિત્ય મૂકી શકે છે એવી ફરિયાદ હુસેન ભાઈ એસપી સાહેબ ને કરી હતી.

જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં હુસેનભાઈની સાથે વાંકાનેર પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકિઆ (કપ્તાન) અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા તથા ઇલમુદ્દીન બાદીએ સાથે જઈને એસપી સમક્ષ સૌ પ્રથમ આ પેજ માં કોઈ અયોગ્ય માહિતી પ્રસિદ્ધ ન થાય તે માટે તેમને બ્લોક કરીને અને હેકરની સામે કાયદાકીય કાર્યવાહી કરી અને આ પેજના એડમિન તરીકે ફરી પાછા હુશેન સિપાઈ આવે તે માટેની રજૂઆત કરી હતી. આ બાબતે એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ પણ અંગત રસ લઈને એલ.સી.બી ને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને, ઝડપથી આ પેજના એડમિન તરીકે હુશેન સિપાઈ પાછા આવે તેવું કરવાની સૂચના આપી હતી.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...