જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


27 January 2018

વિશ્વમાં નાળિયેર ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ

નવી દિલ્હી: કેન્દ્રિય કૃષિ  તથા ખેડૂત કલ્યાણ મંત્રી રાધા મોહન સિંહે શનિવારે પટનામાં કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા નારિયેળ વિકાસ બોર્ડના ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર તથા ક્ષેત્રિય કાર્યાલય ભવનાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે વિશ્વમાં નારિયળના ઉત્પાદન અને ઉત્પાદક્તામાં  ભારત અગ્રણી દેશ છે. વાર્ષિક નારિયેળનુ ઉત્પાદન 20.82 લાખ હેક્ટરમાંથી 2395 કરોડ નારિયેળ છે અને ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 11505 નારિયેળ છે. દેશના GDPમાં નારિયેળનુ યોગદાન અંદાજે  રૂ.27900 કરોડનુ છે.


વર્ષ 2016-17માં ભારતમાંથી રૂ.2084 કરોડના મૂલ્યની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં 1 કરોડ્થી વધુ લોકો પોતાની આજિવિકા ચલાવવા માટે આ પાક પર નિર્ભર છે. કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે નારિયેળના ઉત્પાદનમાંવધારો જોવા મળ્યો છે. વર્ષ 2013-15માં 4210.4 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ હતુ જ્યારે વર્ષ 2015-17માં 4440.5 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ. જે મોટી ઉપલબ્ધી છે.

નાળિયેર પ્રોડક્ટની નિકાસ વર્ફ્ષ 2011-14માં રૂ.3017.30 કરોડની થઈ હતી જે વધીને વર્ષ 2014-17માં રૂ.4846.36 કરોડ થઈ જે 60.62%ની વૃધ્ધિ છે. વર્ષ 2016ની શરૂઆતમાં ભારત મલેશિયા, ઈન્ડિનેશિયા અને શ્રીલંકાને કોકોનટ ઓઈલની નિકાસ કરવા લાગ્યુ છે, જ્યાંથી પહેલા આપણે આયાત કરી રહ્યા હતા. ભારતમાંથી પ્રથમ વખત વર્ષ 2016થી મોટી માત્રામાં નારિયેળની નિકાસ યુએસ અને યૂરોપમાં નિકાસ થઈ રહી છે.

બિહારમાં પણ સારી રીતે દેખરેખ રાખવાથી નારિયેળની ખેતી થઈ શકે છે. અત્યારે બિહારમાં 14,900 હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ રહી છે,. પરંતુ  બોર્ડના અનુમાન પ્રમાણે અંદાજે 50 હજાર હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ શકે છે.   

23 January 2018

તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું ફરજિયાત POS મશીનથી જ વિતરણ

રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધત્તિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખાતર વપરાશ અંગે ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા શુભ હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણનું POS મશીન મારફતે નક્કી કરેલ છે.


જે અંતર્ગત તા. ૧ લી ફેબ્રુઆરી-૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં રાસાયણિક ખાતરોનું પી.ઓ.એસ. મશીન દ્વારા ફરજિયાત વેચાણ કરવાનું રહે છે. ખાતર ખરીદી માટે ખાતર ખરીદી કરવા જનાર ખેડુતે પોતાનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. જે ખેડુત પાસે આધાર કાર્ડ નથી, તેઓએ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી, નોંધણી નંબર મેળવવાનો રહેશે. આધાર માટે નોંધણી કરાવેલ ખેડુતોએ ખાતર ખરીદી માટે આધાર નોંધણી નંબર અને ચુંટણી ઓળખપત્ર અથવા કિસાન ક્રેડીટ કાર્ડ સાથે, લઈ જઇ ખાતર ખરીદી શકશે. ખેડુત વતી ખાતર ખરીદવા જનાર વ્યક્તિએ પોતાનું અને જે ખેડુત માટે ખાતર ખરીદવાનું હોય તે, ખેડુતનું આધાર કાર્ડ સાથે લઈ જવાનું રહેશે.
ખેડુતોને, ખાતર વિતરણ કેન્દ્ર પરથી POS દ્વારા ખાતર ખરીદી માટે સંપૂર્ણ માર્ગદર્શન-સહયોગ આપવામાં આવશે. રાજ્યના તમામ ખાતર વિક્રેતાઓને રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પી.ઓ.એસ. મશીન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવેલ છે. તમામ ખાતર વિક્રેતાઓને આપવામાં આવેલ પી.ઓ.એસ.મશીનમાં કરાવવાનું થતું રજીસ્ટ્રેશન તથા સોફ્ટવેર અપગ્રેડેશન તથા તેમને મળેલ તમામ રાસાયણિક ખાતરોના જથ્થાનું એકનોલેજમેન્ટની કામગીરીતા.૨૦-૧-૨૦૧૮ પહેલાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. તમામ ખાતર વિક્રેતાઓને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને આ અંગે કોઇ મુશ્કેલી હોય તો ખેતીવાડી અધિકારીશ્રી / ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પી.ઓ.એસ.મશીન સિવાય વિતરણ થનાર ખાતર સબસીડીને પાત્ર ગણાશે નહી.

21 January 2018

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.
જીરાના પાક માટે અત્યાર સુધી વાતાવરણ અનુકુળ રહ્યુ છે. જો 15 ફેબ્રૂઆરી સુધી આવુ જ સારૂ વાતાવરણ રહેશે તો જીરાના પાકને કોઈ પ્રકારનુ નુકશાન નહી થાય અને જીરાની ગુણવતા પણ સારી રહે તેવી સંભાવના છે.

ઉંઝા કોમોડિટી એસોસીએશનના પ્રમુખ વિજય જોશીએ જણાવ્યુ હતુ કે ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની રોજની અંદજીત 50 થી 100 બોરીની આવક છે. તેમજ જુના જીરાની રોજની 2000 બોરીની આવક છે. તેમજ અંદાજે રોજની 5000 બોરીની વેચવાલી છે. અત્યારે જુના જીરાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.3400-3500 ચાલી રહ્યો છે. જો કે નવા જીરાની આવક ફેબ્રૂઆરીમાં શરૂ થશે. ગત વર્ષે સીઝનમાં ખેડુતોને પ્રતિ 20 કિલો જીરાના ભાવ રૂ.3000-3500 વચ્ચે મળ્યા હતા. આ વર્ષે પણ ખેડુતોને રૂ.3000 થી 3500 ભાવ મળે તેવી સંભાવના છે. જો કે દિવાળીમાં જીરાનો ભાવ રૂ.4000 પર પહોંચી ગયો હતો. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનથી પણ જીરૂ આવે છે.

દેશની વાર્ષિક જીરાની જરૂરિયાત અંદાજે 35 લાખ બોરીની છે. તેમજ નિકાસ 20 લાખ બોરીની રહે છે. ગત વર્ષે અંદાજીત 58 લાખ બોરીનું ઉત્પાદન થયુ હતુ. આ વર્ષે વાતાવરણ એક મહિનો સારૂ રહ્યુ તો જીરાનુ ઉત્પાદન વધુ થવાની સંભાવના છે. રાજ્યમાં સ્ટોકિસ્ટો પાસે હાલમાં અંદાજીત ચાર થી પાંચ લાખ બોરીનો સ્ટોક છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર ગત વર્ષે જીરાની નિકાસ અંદાજે 1,19,000 ટનની હતી. આ વર્ષે જીરાની નિકાસ 1,25,000 ટનની રહે તેવી સંભાવના છે. ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહી છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...