જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


20 January 2018

આવતા અઠવાડીયે ઝાકળવર્ષા - ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે : અશોકભાઈ પટેલ

આવતા અઠવાડીયે ઝાકળવર્ષા - ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૦ : હાલ ગરમીમાં ઘટાડો થયો છે. જયારે આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો - ઘટાડો તેમજ ઝાકળવર્ષા પણ થશે. જયારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.


તેઓએ જણાવેલ કે ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ અઠવાડીયાના શરૂઆતના દિવસોમાં તાપમાન નોર્મલથી ઘણુ ઉંચુ જોવા મળ્યુ હતું. જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળેલ. તાપમાન નોર્મલ કે તેનાથી નીચું નોંધાયેલ અને ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. આંકડાઓ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન ૧૧.૮ (નોર્મલ), રાજકોટ - ૧૩.૨ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), જયારે વિવિધ ૧૧-૧૨ ડિગ્રીવાળા સેન્ટરોમાં ગાંધીનગર-૧૧, મહુવા-૧૨ અને ભુજ ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ.
અશોકભાઈએ તા.૨૦થી ૨૭ની આગાહી કરતાં જણાવ્યુ કે હાલ તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૨૨-૨૩ (સોમ-મંગળ) દરમિયાન પશ્ચિમી પવનોના લીધે પહેલા કચ્છ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ઝાકળની શકયતા છે.
તા.૨૩મીના મંગળવારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વરસાદ પડશે. તા.૨૪-૨૫ (બુધ-ગુરૂ)ના સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તાપમાન નોર્મલથી એકાદ-બે ડિગ્રી ફરી નીચુ જશે.
તા.૨૬-૨૭ (શુક્ર-શનિ)ના પશ્ચિમી પવનના લીધે ઝાકળની સંભાવના છે. તેમજ તા.૨૫ થી ૨૭ દરમિયાન વાદળો પણ છવાશે. આમ, આ અઠવાડીયા દરમિયાન તાપમાનમાં વધારો - ઘટાડો જોવા મળશે. દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે. ઠંડીના ચમકારા અનુભવાશે.

 અકીલા સમાચાર

11 January 2018

ખેતી વિષયક નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા આદેશ

ગાંધીનગર તા.૧૧: ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ૧૫ વર્ષ પૂર્ણ થયેથી ફકત ખેતીથી ખેતીના હેતુસર નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબતે મહેસુલ વિભાગે સંયુકત સચિવ (જમીન સુધારણા) શ્રી કલ્પેશ શાહની સહીથી ગઇકાલે પરિપત્ર પ્રસિધ્ધ કરી તમામ કલેકટરોને મોકલાયેલ છે.


પરિપત્રમાં જણાવાયુ છે કે મંત્રીશ્રી (મહેસુલ)ની સુચના ધ્યાને રાખીને તા.૩૧-૧૨-૧૭ના રોજ ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને તા.૪-૦૭-૨૦૦૮ અને તા.૦૩-૦૫-૨૦૧૧ના ઠરાવીને જોગવાઇઓ ધ્યાને રાખીને ફકત ખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવીને જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજપ સત્તા પ્રકાર એવી નોંધ કમી કરી તેની જગ્યાએ માત્ર બીનખેતીના હેતુ માટે પ્રિમીયમને પાત્ર ગણીને આવા હુકમો સંબંધિત મામલતદારશ્રીએ કરવાના રહે છે. જેથી ભવિષ્યમાં બિનખેતીના પ્રસંગે ફકત ખેતીથી બિનખેતીનું પ્રિમીયમ વસુલ કરવાનું રહે છે.
ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલી નવી શરતની જમીન તેમજ ભુદાન હેઠળ આપવામાં આવેલી જમીનોને આ સુચનાઓ લાગુ પડતી નથી તે બાબત ખાસ ધ્યાને લેવાની રહેશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા નવી શરતથી જુની શરતમાં ફેરવવા અંગે વખતો વખત બહાર પડેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
તેમજ તા.૩૧-૧૨-૧૭ અંતિત ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય અને શરતભંગ ના હોય તેવી કોઇ પણ નવી શરતની ગ્રામ્ય વિસ્તારની જમીન હવે પછી બાકી રહેતી નથી. જે અંગે કલેકટરને પ્રમાણપત્ર પણ આપવાનું રહે છે આ પ્રમાણપત્ર તા.૩૧-૦૧-૧૮ના સુધીમાં રૂબરૂમાં સચિવશ્રી (જ.સુ.)ને મોકલી આપવુ

25 December 2017

એક સાચી હકીકત છે. જે દરેક ખેડૂત ના ઘરે બનતી જ હોય છે પણ અફસોસ કે કોઈને દેખાતું નથી

ખેડુત ના ઘરે જન્મ લીધો હોય. અથવા ખેડૂત ની મહેનત થી પકવેલું અનાંજ પેટ માં હોય. તો એક વાર જરુર વાચજો. અને બીજા ને વધું માં વધું શેયર કરજો......


આ કોઈ રાજકીય વાર્તા નથી એક સાચી હકીકત છે. જે દરેક ખેડૂત ના ઘરે ઘટે સે

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે સે તે જરુર પુરા થાય છે....

પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી..ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરેછે.પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે....

ઘરે છોકરાઑ ને કહેતો જાય છે કે આજે તમારા માટે કપડા અને મિઠાઇ લેતો આવીશ...

પત્નિ ને કહેછે કે,તારી સાડી જુની સે ને ફાટવા લાગી સે આજે ઍક નવી સાડી લેતો આવીશ....
ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે ઍમ છે,

તમે તમારા માટે જુત્તા લેતા આવજો તુટી ગયા છે.
જયારે ખેડુત બજાર પહોચે છે ત્યારે, તેની ઍક મજબુરી હોયસે.. કે તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો....

વેપારી તેના માલ ની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે.એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે,

એક બાકસ ના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે,પણ ખેડુત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી.

તો પણ માલ તો વેચાઇ જાય છે.પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો,માલનુ વજન મળી ગયા પછી જ્યારે રુપિયા મળે છે..

ત્યારે વિચાર કરે છે કે,આમાથી દવા વાળાને આપવાના છે,ખાતર વાળાને આપવાના છે,અને મજુરને પણ આપવાના છે,અને હા વિજળીનુ બિલ પણ ભરવાનુ છે .

બધો હિસાબ કર્યા પછી કશુ જ બચતુ નથી..તે લાચાર બનીને ઘરે આવતો રહે છે.છોકરાઑ તેના ઘર આગણે રાહ જોઇને ઉભા હોય છે...

બાપુજી__બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે,અને પુસે છે કે અમારા નવા કપડા લાવ્યા....?

ત્યારે ખેડુત કહે સે.. કે, બેટા બજાર મા સારા કપડા જ ન હતા, દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે,

ઍટલે લય લૈશુ...પણ ખેડુત ની પત્નિ સમજી જાય છે.કે માલનો સારો ભાવ મળ્યો નથી,તે છોકરાઑને કહે છે.કે જાવ હવે તમે રમવા જતા રહો...

ખેડુત તેની પત્નિ ને કહે છે કે, અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો.

પત્નિ પણ સમજદાર હોય છે... તે કહે છે કે, કાઇ વાધો નહિ ફરી ક્યારેક લય લૈશુ..પણ તમે તમારા જુત્તા લેતા આવ્યા હોયતો..? ખેડુત કહે છે.અરે એતો હુ ભૉલી જ ગયો...

પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે.ખેડુતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે,તો પણ ખેડુતને દિલાશો આપે છે.

અને પોતાની ભિજાયેલી આખોને સાડી ના છેડાથી લુછતા લુછતા રસોડા મા ચાલી જાય છે.પછી બીજા દિવશે

સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઑ સાથે ફરીથી નવા પાકની કામગીરી મા લાગી જાય છે.

આ કહાની બધા જ નાના મોટા ખેડુતો ને લાગુ પડે છે.
હુ ઍમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો...

જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લૈ ને બજાર મા પહોચી જાય છે,

અને ઍકની ઍક જાહેરાત દશ વાર બતાવે છે.કેમેરા ના સામે શહેરની બહેનો હાથ મા બાસ્કેટ લૈ ને પોતાનો મેક અપ સરખો કરતી કરતી કહે સે...કે, શાકભાજી ના ભાવ બહુ વધી ગયા છે,

અમારા રસોડાનુ બજેટ બગાડી નાયખુ છે.પણ હુ ઍમ કહુ છુ કે ક્યારે તો પોતાનુ બાસ્કેટ ખુણા મા મુકી ને કોઇક ખેતરમાં જઈને કોઇ ખેડુત ની હાલત તો જુઓ...

તે કઇ રીતે પાક ને પાણી આપે છે...25 લીટરની દવા ભરેલી ટાકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે....

20 કિલો નુ તગારુ ઉચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાક ને ખાતર આપે છે...

પાવર કાપ મા પણ પાવર આવવાની રાહ જોત જોતા આખી રાતના ઉજાગરા કરે છે...

આવા ધગધગતા ઉનાળામાં મથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે...?

જહેરીલા જાનવરોનો ડર હોવા છતા પણ ઉઘાડા પગે ખેતરોમા રખડવુ પડે છે..?

જે દિવશે તમે આ વાસ્તવિક તા પોતાની આખો થી જોઇ લેશો ,તે દિવશ થી રસોડામા પડેલા.

શાકભાજી, ઘઉ, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ.. વગેરે બધુ જ સસ્તુ લાગવા માંડશે. ત્યારે તો તમે કોઇ ખેડુતનુ દુખ સમજી શકશો.....!!

આમતો સરકાર ખેડૂતો વિશે ઘણું બધું વિચારતી હોય છે ઘણીબધી સ્કીમો હોય છે અને ઘણા બધા લાભ હોય છે પણ અફસોસ કે વચ્ચેના વચેટિયાઓ તેનો લાભ ઉઠાવી લેતા હોય છે અને આ સ્કીમનો લાભ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતો નથી.

ખેડૂતને તરીકે કામ કરતાં જોયો હોય તો તમને ખ્યાલ હશે કે તેને કોઈ પણ ઋતુમાં કામ કરતાં જોયો હશે એ પછી ભલેને શિયાળો ઉનાળો ચોમાસું હોય ત્યારે લોકો ઘરની બહાર ન નીકળી શકે એવી જ શબ્દ ઋતુમાં અથવા એવા વાતાવરણમાં ત્યારે તે ખેડુત પોતાના ખેતરમાં મહેનત કરતો હોય છે...

જય જવાન .જય કિશાન ખેડૂત ના દીકરા હોય તો શેર કરજો

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...