જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


4 December 2017

મધરાત સુધીમાં ઓખી દ.ગુજરાતના કાંઠે ત્રાટકશે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે.

સુરતના કિનારે ઓખીનું લેન્ડ ફોલઃ તંત્ર એલર્ટઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ વલસાડથી લઇને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના કાંઠે ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાશે સુરતમાં તમામ કર્મચારીઓની રજા રદ્દઃ સ્ટેન્ડ ટુઃ ૧૫-૧૭ કિ.મી.ની સ્પીડથી વાવાઝોડુ આગળ વધે છે ગુજરાતના ૯ જિલ્લામાં ૨ થી ૪ ઇંચ વરસાદ પડવાની સંભાવના ગઇકાલે મુંબઇમાં ડિસેમ્બર મહિનાનો દાયકાનો સૌથી વધુ વરસાદ પડયાઃ શાળા - કોલેજો બંધ

   નવી દિલ્હી તા. ૫ : ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મધરાત સુધીમાં ઓખી સુરતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત સોમવારે સાંજે ગુજરાતના દરિયા કિનારાથી ૭૭૦ કિમી દૂર હતું જે પ્રતિ કલાક ૧૫-૧૭ કિમીની ઝડપે સુરત તરફ વધી રહ્યું છે. જેના કારણે સોમવાર સવારથી જ પોરબંદર, ભાવનગર, રાજકોટ, આણંદ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને મોડી સાંજથી છૂટોછવાયો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
   ૫૦ લાખ જેટલી વસ્તી ધરાવતા સુરતમાં NDRFની ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણરૂપે તૈયાર છે અને ડિઝાસ્ટર પ્લાન વર્કિંગ કરી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વિજ કંપનીઓને ચક્રવાત દરમિયાન પાવર બંધ કરવા અને ત્યારબાદ ફરી પૂર્વવત કામગીરી શરૂ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ઇલેકિટ્રસિટીના ખુલ્લા જંકશન બોકસને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈરાઇઝ ટાવર લાઇટને ૬ ડિસેમ્બર સુધી નીચે કરી દેવામાં આવી છે. શહેરના ૭૮૦૦ સ્ટ્રોમ વોટર ડ્રેન કિલન કરી દેવામાં આવ્યા છે. તેમજ જો ઝાડ પડવાના કેસમાં રસ્તો કિલયર કરવા માટે ૬૦ કટિંગ મશિન સાથે ૬૦ લોકો ધરાવતી એક એવી કુલ ૧૫ ટીમ સ્ટેન્ડબાયમાં તૈયાર રાખવામાં આવી છે.'
   મુંબઈમાં સોમવારે ઓખી વાવાઝોડાના કારણે ડિસેમ્બર મહિનામાં દશકાનો સૌથી વધુ વરસાદ નોધવામાં આવ્યો હતો. જેના પગલે મંગળવારે રાજય સરકાર દ્વારા સ્કુલ અને કોલેજોમાં તકેદારીના ભાગે રજા ઘોષિત કરવામાં આવી છે. જોકે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું કે યુનિવર્સિટીઝની એકઝામ તેના શેડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે.
   દ.ગુજરાતમાં નવસારી-વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી-ભાવનગર ખાતે NDRFના વધુ ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. પ્રિન્સિપલ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે, 'દ. ગુજરાતના વલસાડથી લઈને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ૭૦ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર આ નવ જીલ્લામાં ૭૦-૧૦૦ mm જેટલો હળવોથી ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે.' વાવાઝોડાના કારણે અમે દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય નુકસાનની ભીતી સેવી રહ્યા છે. જોકે દરેક જાતની આપત્તિ સામે લડવા માટે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

ઓખી ઇફેક્ટ : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થી ખેતીના શિયાળુ પાકોને નૂકશાન


રાજ્યમાં કમોસમી વરસાદના ૫ગલે ખેતીના શિયાળુ ૫ાકોને ૫ણ ભારે નૂકશાની જવાની ભીતિ પેદા થઇ છે. ઘઉં, જીરુ, બાજરી સહિતના ખેતરમાં વવાયેલા પાકો ઉ૫ર વરસાદની માઠી અસર ૫ડશે.




છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો માટે ચિંતાનો વિષય બનેલા ઓખી વાવાઝોડાની અસર તળે ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા વરસાદી છાંટા વરસી રહ્યા છે. આ ઉ૫રાંત સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં ૫ણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
આ વાવાઝોડું આજે રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થયું હતું. હવામાન વિભાગે અગાઉથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડાના આગમનની અસર ગત રાતથી જ જોવા મળી છે. અને આજે દિવસભર તેની અસર રહેશે. આજે મધરાતે વાવાઝોડું ત્રાટક્યા પછી પણ તા. 6 સુધી તેની અસર ચાલુ રહેશે. આ બન્ને દિવસો દરમ્યાન દરિયો તોફાની બની રહેશે. જો કે માછીમારોને ગઇકાલથી ચેતવણી આપી દેવામાં આવી છે અને બધાને માછીમારીએ જતા રોકી દેવાયા છે. આ વાવાઝોડાના આગમન પૂર્વે ગુજરાતભરમાં આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી વગેરે શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં ગત રાતથી વરસાદ શરૂ થયો છે.
સુરતમાં શાળાઓમાં રજાનો આદેશ : 63 જેટલા ગામડાઓનું સ્થળાંતર
સંભવિત ઓખી વાવાઝોડાને લઈ સુરતમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરભરની શાળાઓને પરિસ્થિતિ જણાય તો રજા અથવા બંધ પાળવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે. કુલ 63 જેટલા ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF ની 4 ટિમ અને SDRF ની 2 ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રખાઇ છે. તારીખ દસમી સુધી સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરાઈ છે. લોકોને ઘરોની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. 6 તારીખ ની મધરાત્રી સુધીમાં ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે.  વાવાઝોડા ને લઈ વૃક્ષો, વિજપોલ, જર્જરિત ઇમારત જેવી જગ્યાઓથી દૂર રહેવાની લોકોને અપીલ કરાઇ છે.
વડોદરામાં બેવડી ઋતુનો અનુભવ કરતા લોકો
વડોદરામાં પણ ઓખી વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ છે. વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ બહાર જવાનું ટાળ્યુ હતુ. લોકોએ ઠંડીની સાથે વરસાદના કારણે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 4-5 ડીસેમ્બર દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા છે

ઓખી વાવાઝોડાના કારણે તા. ૪ થી ૫  ડીસેમ્બર
દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

• ખેડૂત ભાઈઓએ કપાસની વીણી તૈયાર હોય તો વીણી લેવો.

• જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું
મુલતવી  રાખવું.

• જીરુંના પાકમાં મેન્કોઝેબ દવા ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને
તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળીયા રોગનો ઉપદ્રવ થાય નહિ. વરસાદ પછી પણ
આજ દવાનો ફરીને છંટકાવ  કરવો.

• ખેતરમાં રહેલ તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો.

• વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહિ તે માટે તેના નિકાલની
વ્યવસ્થા કરવી.

• ફળપાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા.

• પશુઓને સલામત સ્થળે રાખવા.
એમ. એફ. ભોરણીયા સાહેબ ની ભલામણ
(કે વી કે નાનાકાંધાસર)

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...