જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


4 December 2017

ઓખી ઇફેક્ટ : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થી ખેતીના શિયાળુ પાકોને નૂકશાન


રાજ્યમાં કમોસમી વરસાદના ૫ગલે ખેતીના શિયાળુ ૫ાકોને ૫ણ ભારે નૂકશાની જવાની ભીતિ પેદા થઇ છે. ઘઉં, જીરુ, બાજરી સહિતના ખેતરમાં વવાયેલા પાકો ઉ૫ર વરસાદની માઠી અસર ૫ડશે.




છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો માટે ચિંતાનો વિષય બનેલા ઓખી વાવાઝોડાની અસર તળે ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા વરસાદી છાંટા વરસી રહ્યા છે. આ ઉ૫રાંત સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં ૫ણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
આ વાવાઝોડું આજે રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થયું હતું. હવામાન વિભાગે અગાઉથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડાના આગમનની અસર ગત રાતથી જ જોવા મળી છે. અને આજે દિવસભર તેની અસર રહેશે. આજે મધરાતે વાવાઝોડું ત્રાટક્યા પછી પણ તા. 6 સુધી તેની અસર ચાલુ રહેશે. આ બન્ને દિવસો દરમ્યાન દરિયો તોફાની બની રહેશે. જો કે માછીમારોને ગઇકાલથી ચેતવણી આપી દેવામાં આવી છે અને બધાને માછીમારીએ જતા રોકી દેવાયા છે. આ વાવાઝોડાના આગમન પૂર્વે ગુજરાતભરમાં આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી વગેરે શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં ગત રાતથી વરસાદ શરૂ થયો છે.
સુરતમાં શાળાઓમાં રજાનો આદેશ : 63 જેટલા ગામડાઓનું સ્થળાંતર
સંભવિત ઓખી વાવાઝોડાને લઈ સુરતમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરભરની શાળાઓને પરિસ્થિતિ જણાય તો રજા અથવા બંધ પાળવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે. કુલ 63 જેટલા ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF ની 4 ટિમ અને SDRF ની 2 ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રખાઇ છે. તારીખ દસમી સુધી સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરાઈ છે. લોકોને ઘરોની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. 6 તારીખ ની મધરાત્રી સુધીમાં ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે.  વાવાઝોડા ને લઈ વૃક્ષો, વિજપોલ, જર્જરિત ઇમારત જેવી જગ્યાઓથી દૂર રહેવાની લોકોને અપીલ કરાઇ છે.
વડોદરામાં બેવડી ઋતુનો અનુભવ કરતા લોકો
વડોદરામાં પણ ઓખી વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ છે. વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ બહાર જવાનું ટાળ્યુ હતુ. લોકોએ ઠંડીની સાથે વરસાદના કારણે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 4-5 ડીસેમ્બર દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા છે

ઓખી વાવાઝોડાના કારણે તા. ૪ થી ૫  ડીસેમ્બર
દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

• ખેડૂત ભાઈઓએ કપાસની વીણી તૈયાર હોય તો વીણી લેવો.

• જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું
મુલતવી  રાખવું.

• જીરુંના પાકમાં મેન્કોઝેબ દવા ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને
તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળીયા રોગનો ઉપદ્રવ થાય નહિ. વરસાદ પછી પણ
આજ દવાનો ફરીને છંટકાવ  કરવો.

• ખેતરમાં રહેલ તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો.

• વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહિ તે માટે તેના નિકાલની
વ્યવસ્થા કરવી.

• ફળપાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા.

• પશુઓને સલામત સ્થળે રાખવા.
એમ. એફ. ભોરણીયા સાહેબ ની ભલામણ
(કે વી કે નાનાકાંધાસર)

3 November 2017

આજ ના બજાર ભાવ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ


સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ
આજ ના બજાર ભાવ
તારીખ: 04/11/2017

કપાસ બીટી - 855.00 , 936.00
ઘઉં લોકવન - 315.00 , 370.00
ઘઉં ટુકડા - 317.00 , 390.00
જુવાર - સફેદ - 470.00 , 520.00
જુવાર - પીળી - 280.00 , 320.00
બાજરી - 230.00 , 250.00
મકાઇ - 230.00 , 295.00
તુવેર - 650.00 , 725.00
ચણા - પીળા - 825.00 , 915.00
અળદ - 540.00 , 807.00
 મગ - 780.00 , 1026.00
વાલ - દેશી - 460.00 , 670.00
વાલ - પાપળી - 455.00 , 625.00
ચોળી - 750.00 , 1250.00
મઠ - 655.00 , 730.00
કડથી - 550.00 , 750.00
સીંગદાણા - 811.00 , 941.00
મગફળી - જીણી - 650.00 , 840.00
મગફળી જાડી - 818.00 , 0.00
તલી - 1250.00 , 1400.00
એરન્ડા - 816.00 , 840.00
અજમો - 450.00 , 950.00
સુવા - 550.00 , 641.00
સોયાબીન - 501.00 , 542.00
સીંગફાડા - 705.00 , 815.00
તલ કાળા - 1175.00 , 1485.00
લસણ - 302.00 , 605.00
ધાણા - 660.00 , 830.00
વરીયાળી - 750.00 , 891.00
જીરૂ - 3136.00 , 3467.00
રાય - 713.00 , 713.00
મેથી - 416.00 , 511.00
ઇસબગુલ - 1125.00 , 1860.00
રાયડો - 616.00 , 657.00
રજકાનું - બી - 2015.00 , 2550.00
ગુવારનું - બી - 608.00 , 693.00
બટાટા - 90.00 , 150.00
ડુંગળી સુકી - 200.00 , 460.00
ટમેટા - 600.00 , 800.00
સુરણ - 510.00 , 610.00
કોથમરી - 840.00 , 1350.00
મુળા - 250.00 , 400.00
રીંગણા - 310.00 , 510.00
કોબીજ - 310.00 , 440.00
ફુલાવર - 240.00 , 340.00
ભીંડો - 340.00 , 410.00
ગુવાર - 410.00 , 610.00
ચોળા સીંગ - 310.00 , 410.00
વાલોળ - 620.00 , 810.00
ગીલોડા - 340.00 , 510.00
દૂધી - 210.00 , 310.00
કારેલા - 350.00 , 450.00
સરગવો - 610.00 , 810.00
તુરીયા - 350.00 , 550.00
પરવર - 340.00 , 500.00
કાકડી - 240.00 , 340.00
ગાજર - 310.00 , 510.00
વટાણા - 1220.00 , 1410.00
બીટ - 210.00 , 410.00
ગલકા - 270.00 , 410.00
મેથી - 250.00 , 350.00
ડુંગળી લીલી - 150.00 , 250.00
આદુ - 500.00 , 700.00
ચણા - લીલા - 210.00 , 390.00
મરચા - લીલા - 310.00 , 410.00
હળદર - લીલી - 440.00 , 550.00
મકાઇ - લીલી - 180.00 , 240.00
લીંબુ - 330.00 , 600.00
પપૈયા - 140.00 , 240.00 

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...