જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


25 October 2017

રાજકોટ યાર્ડમાં લાભપાંચમે મગફળીની ૭૦,૦૦૦ ગુણી-કપાસની ર૦,૦૦૦ મણની આવક : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની કુલ ૩ લાખ ગુણીની આવકોઃ મગફળીના ૭પ૦ થી ૯૦૦ અને કપાસના ૯૦૦ થી ૧૦૦૦ રૂ.ના ભાવ બોલાયા

સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂ.૯૦૦: ગુજરાતમાં ૧૧૪ ખરીદ કેન્દ્રોઃ પ્રથમ દિવસે પ્રતીકાત્મક ખરીદી


રાજકોટ  દિપાવલીની રજા બાદ લાભપાંચમના શુભમુહુર્તે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની પુષ્કળ આવકો થઇ હતી. ખેડુતોને તેની જણસોના સારા ભાવો મળ્યા હતા.  રાજકોટ યાર્ડમાં લાભપાંચમના શુભમુહુર્તે ૭૦,૦૦૦ મગફળીની ગુણીની આવક થઇ હતી. ખેડુતોને જીણી મગફળીના ભાવ ૮૪૦ થી ૯૦૦રૂ. અને જાડી મગફળીના ૭પ૦ થી ૮૦૦ રૂ. મળ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળીની ૩ લાખ ગુણીની આવકો થઇ હતી તેમજ કપાસની ર૦,૦૦૦ મણની આવકો થઇ હતી અને કપાસના એક મણના ભાવ ૯૦૦ થી ૧૦૦૦ રૂ. ઉપજયા હતા. તસ્વીરમાં બેડી યાર્ડમાં આવેલ મગફળીનો પુષ્કળ જથ્થો નજરે પડે છે. 

ગુજરત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયમાં ૧૧૪ જેટલા કેન્દ્રો મગફળી ખરીદી  માટે નકકી કરવામાં આવ્યા છે આજે લાભ પાંચમથી ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા છ. રાજકોટ જિલ્લામાં જામકંડોરણા, ગોંડલ, પડધરી, વીંછીયા, જસદણ, ધોરાજી, ઉપલેટા વગેરે ખરીદ કેન્દ્રો છે. પાસવર્ડન મળે  ત્યાં મેન્યુઅલી ખરીદ કાર્યવાહી કરવાની સુચના છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયાએ જેટલી જરૂર પડે એટલી મગફળી ખરીદવાની જાહેરાત કરી છે.
   રાજયમાં મગફળીની ખરીદ કરવા માટે સરકાર દ્વારા ૧૧૪ કેન્દ્રો ફાઇનલ કરવામાં આવ્ય છે જયાંથી કુલ ૩ લાખ ર૦ હજાર ટન મગફળી ખરીદવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છ.ે રાજકોટ જીલ્લામાં રાજકોટ ઉપરાંત પડધરી,વીંછીયા, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે સહકારી સંસ્થાઓ મારફતે ખરીદી કરવાની હોવાથી ગુજકોટને ૪૭ જયારે બનાસ ડેરીને ૩૩, ગુજકોટમાસોલને ૧૭, સાબર ડેરીને ૧૭ તથા ગુજપ્રોને પ કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ખરીદી કેન્દ્ર ઉપર સહકારી સંસ્થાના અધિકારીઓની ટીમ રહેશે.
   સરકારને ટેકાના ભાવથી મગફળી વેચવાની પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા ખેડુતોએ ટેકાના ભાવની નજીકના ભાવથી કે ઓછા ભાવથી ખુલ્લ બજારમાં મગફળી વેચી રોકડા રૂપિયા હાથવગા કરવાનું પસંદ કર્યુ છે.

અકીલા સમાચાર

18 September 2017

૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોઇ છે અને તેમની ઉપયોગીતા જાણો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

(A) બ્લોક નંબર

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧િ/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય. આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા. એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.

(B) સર્વે નંબર

જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.

(C) જમીનનો સત્તા પ્રકાર

આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.

(D) ખેતરનું નામ

ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.

(E) ખેડવા લાયક જમીન

ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.

(અ) જરાયત જમીન – આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.

(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.

(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.

(F) પોત ખરાબ

પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

(G) આાકર/જુરી

આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.

(H) ગણાતીયાના નામ

જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.

(I)

# નામંજૂર – ખાતેદાર જયારે ૭/૧ર માં માલિક હકક ફેરફાર કે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે તેની એન્ટ્રી પડે છે અને આ એન્ટ્રી જયારે ચકાસવામાં આવે ત્યારે પૂરતા પુરાવા રજુ ન થાય તો તે એન્ટ્રી નામંજૂર થાય છે.

$ તકરારી – ખાતેદાર જયારે પુરાવાઓના આધારે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે જે સરકારશ્રી તરફથી વાંધો લેવામાં આવે કે સહમાલિકો કે અન્ય ત્રાહિત વ્યક્તિ તરફથી વાંધો લેવામાં આવે કે કોર્ટ મેટર થાય ત્યારે પડેલી એન્ટ્રી તકરારી એન્ટ્રી તરીકે ઓળખાય છે અને જયાં સુધી તકરારી મેટર પતે નહીં ત્યાં સુધી એ પેન્ડીંગ રહે છે.

રદ : જયારે ૭/૧ર માં કે હકક પત્રક કે માલિકી હકક ફેરફાર કે અન્ય હકકો માટે એન્ટ્રી પાડવામાં આવેલ હોય પરંતુ તેની કાર્યવાહી પૂર્ણ ન થાય તો તે એન્ટ્રી રદ થાય છે.

(J) ખાતા નંબર

જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.

(K) મોજ જે તે ગામનું નામ

ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.

(L) કબજેદારનું નામ

અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.

(M) નોંધ નંબરો

જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.

(N) બીજા હકકો અને બોજાની વિગત

સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.

(O) બાંધકામ સી.ઓ.પી.

જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.

(P) ખેતી વિષયક માહિતી

અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.


17 September 2017

ગુજરાત સરકારની ખેતીના યાંત્રિકી કરણ માટેની સહાય ની યોજનાઓ

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય આપે છે.

ખેતીવાડી ખાતાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓની સમજ અને ટ્રેનિંગ આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા અને ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

ખાતા દ્વારા ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે અપાતી ટ્રેકટરની સહાયની વિગતો નીચે મુજબ છે.

નોંધ આ ફોટા પર ક્લિક કરો ઓનલાઇન કરજી તેમજ તમામ માહીતી મળશે

નોંધ ઘટકો ની ઓનલાઇન અરજી કરવા માટે આ ફોટા પર ક્લિક કરશ
 અરજી કરવા માટે આ ફોટા પર ક્લિક કરવી


ઘટકનું નામ:- ટ્રેકટર

સહાયનું ધોરણ-AGR-50

૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,

૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦,૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે.

રિમાર્ક્સ-

ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)-10.

અરજી કરો-તા 18/07/2017થી 31/12/2017 સુધી.

આ અંગે વધુ માહીતી માટે આપ ગ્રામકક્ષાએ ગ્રામ સેવક,તાલુકાકક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી),તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...