જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


9 July 2017

સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી ?

સજીવ ખેતી (Organic Farming) એટલે શું

સજીવ ખેતી (Organic Farming) એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

સજીવ ખેતીની પેદાશો પોશાન્યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ :

આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

પાકપોષણ વ્યવસ્થાપન :

સારૂ કહોવાયેલું નિદણના બીજયુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.છાણીયું ખાતર, ગળતીયું ખાતર વાવેતર માટે જમિન તૈયાર કરતી વખતે આપવું.છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને ઘ્યાનમાં લઇ જુદાજુદા ખોળ, વર્ષિક પોસ્ટ, પ્રેસમડ, કહોવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરવો.જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમિનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.પાક આયોજનમાં લીલા પડવારા ધારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે મુજબ તેનો સમાવેશ કરવો.પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો માસમાં જ ખાતર આપવું.પાકના અવશેષો, ખેતરના ખળાના નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી કહોવાવ્યા બાદ જ ખેતરમાં નાખવો.

રોગ-જીવાત વ્યવસ્થાપન

રોગ-જીવાત પ્રચકારક જાતોની પસંદગી કરવી ઉનાળામાં ઉડી પેડ કરવી.વાવણી સમય જાળવી-ગોઠવી પાકને રોગ જીવાતથી બચાવી શકાય.મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો.બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.

નિંદણ નિયંત્રણ

ઓછામાં ઓછી ખેડ કરવી જેથી નિચલા સ્તરમાં રહેલાં નિદાણના બીજ ઉપર આવે નહીં.

સજીવ ખેતીના ફાયદા

પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક

જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી.પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે.લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.ખેતરમાં જ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.

નિંદામણ દૂર કરવી જરૂરી

વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી પેડ દ્વારા નાશ કરવો.પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરજૉડ કરી નિંદણ દૂર કરવું.લાઇનમાં રહેલ નિંદણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.ઉનાળામાં ઉડી ખેડ કરી ચીઢો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો.સારૂ કોહવાયેલું નિંદણના બીજયુકત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

પિયત વ્યવસ્થા

પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું.પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારીમેળવી આ અવસ્થાયે જ પાણી આપવું.વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.વધારે પિયત આપવાથી રોગ-જીવાત વધે છે.કાર્યથીમ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો.

આમ, ઉપરના મુદ્દા ઘ્યાનમાં રાખીને સફળતાપૂર્વક સજીવખેતી હેઠળ વધારે અને લાંબા સમય સુધી ઉત્પાદન મેળવી શકાય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ

આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ

આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

સ્ત્રોત: કૃષિ ગુરુ બ્લોગ સ્પોટ

24 May 2017

ગુજરાત રાજ્ય ની કૃષિ યુનિવર્સિટીઓ માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના એ-ગૃપના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા 2017/18 ના મુદાઓ ની વિસ્તૃત માહીતી પૃસ્તિકા

ગુજરાત રાજ્ય ની કૃષિ યુનિવર્સિટીઓ માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના એ-ગૃપ ની કોલેજો માં સ્નાતક ના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા 2017/18 ના મુદાઓ ની વિસ્તૃત માહીતી અને સમજ માટે આ માહીતી પૃસ્તિકા જરૂર એક વાચો 



17 May 2017

બીટી કપાસ ની વૌજ્ઞાનીક ખેતી પદ્ધતિ વિશે ની માહીતી

બીટી કપાસ ની વૌજ્ઞાનીક ખેતી પદ્ધતિ વિશે ની માહીતી

પાક નું આયોજન 

બીટી કપાસની ચારેબાજુ બીટી વગરના કપાસ લગાવવાથી ઝીંડવા ને નુકસાન કરતી ઇયળોમાં બીટી કપાસ પ્રત્યે પ્રતિરોધી ક્ષમતા વિકાસ થતી નથી.
કપાસની 10 હાર પછી દીવેલા અથવા ગલગોટાની એક હાર વાવવી. જે છોડને નુકસાનકર્તા કીટકને આકર્ષે છે અને પિંજર પાક તરીકે કામ કરે છે.
વરસાદ આધારિત ખેતીમાં ભેજ સાચવી રાખવા હારની વચ્ચે 3-5 કિલો અડદ અથવા મગ / એકર પ્રમાણે વાવવા અને વાવણીના 30 દિવસે ખેતરમાં ભેળવવા.


જમીનની તૈયારી
ફૂગ અને ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ઉનાળામાં ઊંડી ખેડ કરી ગરમીમાં જમીનને તપાવવી જેનાથી ફૂગના બીજ અને ઇયળ મરી જાય.
ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં કરવી. દરેક હાર વચ્ચેના પાળા જમીનના ધોવાણમાં અવરોધરૂપ બને છે અને પાણીને જમીનમાં ઉતરવામાં વધુ સમય મળે છે.

પાક વાવણી માટે ખેતર ની સફાઈ કરી ઊંડી ખેડ કરવી અને જમીન ચકાસણી રિપોર્ટ પ્રમાણે ખાતર અને દ્રાવ્ય ખાતરો ની વ્યવસ્થા કરવી
વાવણી પહેલા શેઢાપાળા સાફ કરવા અને જીવાત ના યજમાન છોડ જેવા કે ગાડર, કાસકી, અંગેડો, જંગલી ભીંડો વગેરે નો નાશ કરવો

જાતો
આશાસ્પદ જાતો: મલ્લિકા બીટી, રાશી BG-2, વિક્રમ- 5, અજિત 155, ડોક્ટર સીડ્સ-સોલર76, રાસી સીડ્સ-રાસી 656, અંકુર સીડ્સ-જયાં વગેરે.

બીજ માવજત
વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ / કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
મૂળવિકાસ માટે બીજને મૂળવિકાસ ઉત્તેજક ( રૈલીગોલ્ડ ) @ 1 gm + ટ્રાઇકોડર્મા વિરડી @ 4 gm + સ્યુડોમોનાસ @ 10 gm / kg બીજ પ્રમાણે પટ આપો.
ખુણિયા ટપકાના પ્રાથમિક આક્રમણને ખાળવા સ્ટ્રેપ્ટોસાઇક્લિન @ 15 gm / 15 Ltr પાણીના દ્રાવણમાં બીજને 20 મિનિટ સુધી બોળી રાખવા.
ઓછા વરસાદની પરિસ્થિતીમાં સારા અંકુરણ માટે 1 kg બીજને 20 gm KCl / Ltr પાણીવાળા 650 ml દ્રાવણમાં 10 કલાક બોળી રાખી સુકવવા.
બીજને ઈમીડાક્લોપ્રીડ 7.5 ગ્રામ / કિગ્રા બીજ થાયામિથોક્ઝામ 2.8 ગ્રામ / કિલો બીજ પ્રમાણે પટ આપિને વાવેતર કરવાથી 1 મહિના ચુસીયા જીવાત થી રક્ષણ મળે છે.

વાવણી પદ્ધતિ
જો પિયતની સગવડ હોય તો તંદુરસ્ત અને ઝડપી વિકાસ માટે મે માસના બીજા પખવાડિયામાં અથવા જૂનના પહેલા પખવાડિયામાં વાવેતર કરવું.
હારમાં વાવણી ઉત્તર થી દક્ષિણ દિશામાં કરવી તેનાથી પાકને વધારે પ્રકાશ મળી શકે અને ઉત્પાદન વધે.
કપાસનું બીજ મોંઘું હોય છે માટે તેનું 4 થી 6 સેમી ઊંડાઈ એ થાણીને વાવેતર કરવું. વાવણી અંતર 4-5 x 2-3 ફૂટ રાખવું. ફળદ્રુપ જમીનમાં અંતર વધુ રાખવું. આ માટે 1 એકર માં 500-600 ગ્રામ બીજ જોઈશે.

નીંદણ નિયંત્રણ

નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત અને પાક ઉગ્યા પહેલા પેન્ડીમેથાલીન ( પેન્ડાલીન / સ્ટોમ્પ ) @ 7 ml / Ltr પાણી પ્રમાણે છાંટો.
વાવણી ના 60 દિવસ સુધી પાક ને નીંદણ મુક્ત રાખવો. વાવણી ના 30 અને 60 દિવસ પછી એક ખેડ અને હાથ વડે નીંદામણ કરવું.
ઊભા પાકમાં રાસાયણિક રીતે નીંદણ નિયંત્રણ માટે વાવણીના 30 દિવસ સુધી પાઇરીથાયોબેક સોડિયમ 10% EC ( હીટવીડ ) @20 મિલી / 15 લિટર પાણીમાં ભેળવી જમીન સંપૂર્ણ ભીંજાઇ જાય તે રીતે ઉલ્ટા પગે છાંટો.

દેશી ખાતર
વાવણીના 10 દિવસ પહેલા ચાસમાં 10 થી 12 ટન / એકર સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. ખાતર વહેલા નાખવાથી સૂક્ષ્મતત્વો નો નાશ થાય છે.

રાસાયણિક ખાતર
પિયત કપાસમાં 24 kg નાઇટ્રોજન ( 120 kg એમોનિયમ સલ્ફેટ ) + 20 kg ફૉસ્ફરસ ( 125 kg SSP ) + 10 kg પોટાશ ( 16 kg MOP ) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપો.
બિનપિયત કપાસમાં 24 kg નાઇટ્રોજન ( 120 kg એમોનિયમ સલ્ફેટ ), 16 kgફૉસ્ફરસ ( 100 kg SSP ) + 10 kgપોટાશ ( 16 કિલો MOP ) / એકર વાવણી સમયે ચાસમાં આપો
બિનપિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 25 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ), 8 કિલો ફૉસ્ફરસ ( 50 કિલો SSP ) અને 10 કિલો પોટાશ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.
પિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 25 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ), 10 કિલો ફૉસ્ફરસ ( 62 કિલો SSP ) અને 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.
બિનપિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 50 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ) અને 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.
વાવણી ના 75 દિવસ પછી તંદુરસ્ત અને સારા વિકાસ 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ) + 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.

પાણીમાં દ્રાવ્ય ખાતરો નો છંટકાવ

જિંડવાના સારા વિકાસ માટે જિંડવાના વિકાસ સમયે 8 દિવસ ના અંતરે બે વાર 13:00:45 પોટેશિયમ નાઇટ્રેટ @ 150 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

જિંડવાના સારા વિકાસ માટે જિંડવા ની વિકાસ અવસ્થાએ કેલ્સિયમ નાઇટ્રેટ @ 225 ગ્રામ / 15 લિટર પાણી પ્રમાણે છાંટો.તે નાઇટ્રોજન શોષવાની શક્તિ વધારે છે.

જીંડવા ના આકાર અને વજન માં વૃદ્ધિ માટે 10 દિવસ ના અંતરે 3 વખત 100 gm NPK ( 0:52:34 ) + 30 ml હ્યુમિક એસિડ / 15 Ltr પાણી મુજબ છાંટો.

જીંડવાના સારા વિકાસ માટે 100 gm પાણીમાં દ્રાવ્ય સલ્ફેટ ઓફ પોટાશ ( 00:00:50 ) / 15 Ltr પાણી મુજબ જીંડવાના વિકાસના સમયે છાંટો.

જીંડવાના વજન અને રેસાની ગુણવત્તા વધારવા જીંડવા બનતી વખતે 100 gm 12:61:00 ( MAP ) + 15 ml ક્લોરમેકવેટ ક્લોરાઈડ / 15 Ltr પાણી મુજબ છાંટો.

પિયત સમયપત્રક

સારા વિકાસ માટે ગોરાડું જમીનમાં 15 દિવસના અંતરે અને ભારે જમીન માં 25 દિવસના અંતરે પિયત આપવું.

કટોકટીની અવસ્થાઑ

પાણી ની અછત ની પરિસ્થિતી માં એકાતરા ચાસે વારાફરથી પિયત આપવું. કટોકટીની અવસ્થાઓ- વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલ અવસ્થા અને જીંડવા વિકાસ અવસ્થા


જીવાત નિયંત્રણ

મિલિબગ

મિલીબગ ઉપદ્રવીત નીંદણ જેવા કે કોંગ્રેસઘાસ અથવા કપાસની સાંઠીઓને ફેબ્રુવારી માસ પહેલા બાળી અથવા જમીન માં દાટી નાશ કરવી.

ચીકટો અસરગ્રસ્ત ખેતરમાં ઘેટાં બકરાં કે અન્ય ઢોર ને ચરવા માટે દાખલ થવા દેવા નહીં.પાકની સાંઠીઓને એકઠી કરીને ખેતરમાં જ બાળી નાશ કરવો.

ચીકટો ઉપદ્રવીત ખેતરમાં ઉપયોગ કરેલ ખેતઓજારોને તંદુરસ્ત ખેતરમાં ઉપયોગ કરતાં પહેલા બરાબર સાફ કરવા અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

મિલીબગને આવતા અટકાવવા માટે અવરોધ પાકના રૂપમાં મકાઇ, બાજરા અને જુવાર વાવવી અને વાવવા અને ગાડર, કાંસકી, જંગલી ભીંડી અને કાંગ્રેસ ઘાસ જેવા નિંદણનો નાશ કરવો.

તમારો પાક ચકાસો, જો ઉપદ્રવની શરૂવાત જણાય તો નિયંત્રણ માટે નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 2%, @ 10 kg / એકર પ્રમાણે જમીન અને અસરગ્રસ્ત છોડ ઉપર આપવો. જો ઉપદ્રવ વધુ હોય તો બુપ્રોફેજીન 25SC ( અપ્લુડ, બ્યુપ્રો, બુપ્લોન ) 30 ml 15 Ltr પાણીમાં ભેળવી છાંટો.

મોલોમશી

મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી 10 / પાન કરતાં ઓછી હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ ( કાન્ફીડોર, ટાટામીડા ) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ ( એક્તારા / અનંત ) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી અથવા થાયોમેથોક્ષમ12.6% + લેંબડા-સાયહેલોથ્રીન 9.5% (અલિકા) @ 80 મિલી / 200 લિટર /એકરમુજબ છાંટો.

લીલા તડતડિયા
લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા 2 / પાન કરતાં ઓછી હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ ( કાન્ફીડોર, ટાટામીડા ) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા / અનંત ) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી અથવા થાયોમેથોક્ષમ12.6% + લેંબડા-સાયહેલોથ્રીન 9.5% (અલિકા) @ 80 મિલી / 200 લિટર /એકરમુજબ છાંટો.

થ્રીપ્સ

થ્રીપ્સનો ઉપદ્રવ ઓગષ્ટ થી સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે. જો ઉપદ્રવ 10 / પાન કરતાં વધુ હોય તો, ફિપ્રોનિલ 5SC ( રિજેંટ, રેબીડ, ફેક્સ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC ( કોન્ફિડોર સુપર ) 30 મિલી / એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન 5EC ( કરાટે, રીવા ) @ 15-20 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી

સફેદમાખી પાનમાથી રસ ચૂસી કોકડવા ફેલાવે છે. જો તે પાન દીઠ 8-10 કરતાં વધુ હોય તો નિયંત્રણ માટે 20 ગ્રામ ડાયફેન્થિયુરોન ( પેગાસસ, પજેરો ) / 15 લિટર પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC ( ઓબેરોન ) @ 18 મિલી / 15 લિટર પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 ગ્રામ / 15 લિટર પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 મિલી / 15 લિટર પાણી અથવા પાઇરીપ્રોક્ષિફેન 10EC (સુમિલનોં) @ 500 મિલી / 200 લીટર પાણી / એકર મુજબ છાંટો.

પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન 10EC ( મેજેસ્ટિક, મેજીસ્ટાર ) @ 25 ml / 15 Ltr પાણી અથવા 20 gm ડાયફેન્થિયુરોન ( પેગાસસ, પજેરો ) / 15 Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC ( ઓબેરોન ) @ 18 ml / 15 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી પ્રમાણે છાંટો.

ઊધઈ

ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC ( રેજંટ, સલ્વો ) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ 80 WG ( લેસેટા ) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

કાતરા

કાતરા દિવસમાં જમીન માં સંતાઈ જાય છે અને રાત્રે નુકસાન કરે છે. તેને રોકવા ખેતરમાં કેટલીક જગ્યાએ સૂકા ઘાસની નાની ઢગલી કરવી, દિવસમાં ઇયળ ઘાસની ઢગલી નીચે હોય તેને ભેગી કરો અને મારી નાખો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ 80 WG ( લેસેટા ) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.


રોગ નિયંત્રણ

બળિયા ટપકા
બળિયા ટપકાનો ઉપદ્રવ મોટેભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. શરૂવાતમાં પાન પર બદામી રંગના ટપકા પડે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણ માં ઉપદ્રવ તીવ્ર બનતા પાન ખરી જાય છે. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64 WP ( રિડોમિલ, સંચાર ) @ 30 gm / 15 Ltr પાણી અથવા બાઇટરલેટોન 25 WP ( બાયકોર ) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ ( કવચ, ડેકોનીલ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ 250 EC ( ફોલિકુર, ટોર્ક) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63 WP ( સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.

સુકારો
સુકારો કાળી જમીનમાં વધુ દેખાય છે. તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25 kg / એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150 gm કાર્બેન્ડેઝીમ / એકર મુજબ પિયત સાથે આપો.

ખુણિયા ટપકા
ખુણિયા ટપકાના પ્રાથમિક આક્રમણને ખાળવા સ્ટ્રેપ્ટોસાઇક્લિન @ 15 gm / 15 Ltr પાણીના દ્રાવણમાં બીજને 20 મિનિટ સુધી બોળી રાખવા.

રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @ 1 gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP ( બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ ) @ 45 gm / 15 ltr પાણી મુજબ છાંટો.

મૂળખાઈ

મૂળ નો સડો રોગ રેતાળ અને ગોરાડું જમીન માં વધુ દેખાય છે, નિયંત્રણ માટે 500 gm કોપરઓક્સિક્લોરાઈડ50WP ( બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ ) + 150 gm કાર્બેન્ડેઝીમ / એકર મુજબ પિયત સાથે આપો.


અન્ય સમસ્યાઓ

લાલ પાન

પાન લાલ થયા બાદ ખરી પડવાની સમસ્યાના મુખ્ય કારણો આ પ્રમાણે છે, રાત્રિનું તાપમાન ઓચિંતું નીચું જવું, પાણીની અછત અને પાનમાં નાઇટ્રોજન અને મેગ્નેશિયમની ખામી. નિયંત્રણ માટે 75 gm મેગ્નેશિયમ સલ્ફેટ + 75 gm યુરિયા + 5 ml સ્ટિકર 15 Ltr પાણીમાં ભેળવી છાંટો

કાપણી અને પછી ની માવજત

કાપણી સમય અને તકનિક

જીંડવા સંપૂર્ણ ખૂલ્યા બાદ તડકામાં વીણી કરવી, વીણી મોડી કરવાથી જીંડવા ખરી જાય છે જેનાથી રૂ ની ગુણવત્તા ઘટે છે.
અડધા ખુલેલા જીંડવાને તોડી લઈ તેને સુકવ્યા બાદ તેમાંથી રૂ કાઢવાથી હલકી ગુણવત્તા ધરાવતું રૂ મળે છે. તેથી આવી પધ્ધતિઓ ટાળવી. ગુણવત્તા જાળવવા તેને તડકામાં ના સુકવતા છાયડામાં સુકવો.

ગ્રેડિંગ

વધારે આવક મેળવવા કપાસની વીણી વખતે પાકને વધુ પડતાં ઝાકળ અને કચરાથી રક્ષણ આપવું. યોગ્ય રીતે સંગ્રહ કરવો. તેનું ગ્રેડિંગ કરી જ્યારે ભાવ વધારે હોય ત્યારે વેચવો.

પહેલી અને છેલ્લી વાવણીનાં કપાસની ગુણવત્તામા ખાસ્સો ફરક હોવાથી તેને અલગ રાખવો જોઇએ


કપાસની ગુણવત્તા મુજબ તેના ગ્રેડ બનાવી બજાર માં લઈ જવો. જે કપાસ સફેદ રંગનો, સુવાળો, ડાઘ કે અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજ મુક્ત અને 30 થી 35 મિલિમિટર તંતુની લંબાઈ વાળો હોય તેને સ્પેશલ ગ્રેડમાં મૂકવો. જે કપાસ સફેદ રંગનો, અડકતા સુંવાળો, ખુબજ ઓછી અશુધ્ધિવાળો, અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજમુક્ત, 28 થી 30 મિલિમિટર લાંબા તાંતણાવાળો હોય તેને સુપર ગ્રેડ નો ગણવો. જે કપાસ  રંગમા સફેદ ઝાંખુ, અડકતા મુલાયમ, ઑછા : વત્તા પ્રમાણમા અશુધ્ધિ, ડાઘ, અપરિપક્વ ભાગ, તેને એવરેજ ફેર ક્વાલિટી નો ગણવો..

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...