જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


15 May 2017

ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ સમયસર અને ધમાકેદાર વરસાદની આશા વધી : હવામાન ખાતું

ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ આગમન
તાપમાન વધતા સમયસર અને ધમાકેદાર વરસાદની આશા વધી



 ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ આગમન
   રાજકોટ, તા. ૧૫ : ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ મોસમના પહેલા વરસાદની વર્ષોની પરંપરા હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમા ફેરફાર થયેલ અને ચોમાસુ જૂન ઉતરાર્ધમાં બેસે છે. આ વખતે આંદોમાન નિકોબાર વિસ્તારમાં અત્યારથી ચોમાસાએ ટકોરા મારતા હવામાન શાસ્ત્રીઓના અંદાજ મુજબ ગુજરાતમાં મેઘસવારી ૧૫ જૂન આસપાસ આવી શકે છે. ચોમાસાનું આગમન કયારે અને કેવા સ્વરૂપે થશે ? તેનો ચોક્કસ અંદાજ હજુ એકાદ અઠવાડીયા પછી આવી શકે તેમ છે.
   ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં તાપમાન ૪૦ થી ૪૪ ડીગ્રી વચ્ચે રહ્યુ છે. અગાઉના વર્ષો કરતા આ વખતે ગરમી વધુ પડે છે. જો કે ઉત્તર પ્રદેશ, હરીયાણા, દિલ્હી વગેરે રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં તાપમાન નીચુ છે. વધુ તાપના કારણે વરસાદનું પ્રમાણ વધે તેવી ધારણા છે. સખત તાપ વરસાદને વહેલો ખેંચી લાવવામાં નિમિત બની શકે છે. હવામાન ખાતાએ દેશમાં સારા ચોમાસાની આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં પણ ચોમાસુ જમાવટ કરે અને ખેતી તથા પીવાના પાણીનો પ્રશ્ન ન રહેવા દયે તેવી આશા છે. અત્યારના એંધાણ મુજબ આ વખતે ગુજરાતમાં મેઘસવારી મોડી નહી પરંતુ સમયસર એટલે કે ૧૫ જૂન આસપાસ જ આવવાની શકયતા બળવાન બની છે. ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર થાય તો શરૂઆતના તબક્કે જ પાણી પ્રશ્ને મોટી રાહત થઈ શકે છે તેમજ વાવેતર માટેનો ખેડૂતોનો ઉત્સાહ વધી શકે છે.
   ચોમાસુ નજીક આવતા ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી છે. સરકારે ચોમાસાના સ્વાગતની અને જરૂર પડે તો સામાનાની તૈયારી આગળ વધારી છે.

10 May 2017

મગફળી ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે માહીતી

જમીન અને આબોહવા:  
રેતાળ, ગોરાડું, કાળી તેમજ હલકી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળની વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થાય તે માટે જમીન પોચી, ભરભરી અને પાસાદાર બનાવવી જોઈએ. હળથી ઉંડી ખેડ કરી કરબની જરૂર મુજબ ખેડ કરવી.

જાતો ની પસંદગી:

જે તે વિસ્તાર અને પરિસ્થીીતી માટે ભલામણ થયેલ બિયારણની સુધારેલ જાત પસંદ કરવી. બિયારણ સારી ગુણવત્તા ધરાવતું, પુરતી સ્ફુરણ શકિતવાળું તંદુરસ્ત, ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જોઈએ. હંમેશા પ્રમાણિત બિયારણ વાવવાનો આગ્રહ રાખવો.

આડી : જીએયુ થી - ૧૦, જી જી -૧૧, સોમનાથ, જી જી - ૧ર

ઉભડી : જુનાગઢ - ૧૧, જેએલ - ર૪, જી જી - ર

અર્ધવેલડી : જી જી - ર૦

વાવણી સમય અને પદ્ધતિ :
વાવણીનો સમય : ચોમાસામાં સારો વાવણીલાયક વરસાદ થઈ ગયા પછી મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સંજોગોવસાત વરસાદ મોડો થાય તો આડી જાતને બદલે ઉભડી જાતનું વાવેતર કરવું.

વાવણીનું અંતર :

આડી જાત : ૬૦ × ૧પ સે.મી.

ઉભડી જાત : ૪પ × ૧૦ સે.મી.

બીજ નો દર તથા માવજત:
બીજનું પ્રમાણ : દાણા - ૧૦૦ થી ૧ર૦ કિ.ગ્રા. / હે.

બીજ માવજત : ઉગસુક રોગના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. દાણા દીઠ ૩ થી , ગ્રામ કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ, એમીસાન દવાનો પટ આપી રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાથી ૧પ ટકા જેટલો રાસાયણીક ખાતરનો બચાવ થાય છે.

ખાતર વ્યવસ્થાપન: 
ઉનાળામાં પિયતને લઈ ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ થઈ શકે તે માટે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર આપવું. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ મગફળીને આપવાની ભલામણ છે. રપ-પ૦-૦ ના.ફો.પો. કિ.ગ્રા. /હે આપવા. ૧૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૧૧ કિ.ગ્રા. યુરિયા ખાતરો વાવતા પહેલા ચાસમાં ઓરીને આપવા. દક્ષિાણ ગુજરાતમાં ફોસ્ફરસ ઓછું એટલે ર૦ કિ.ગ્રા./હે. આપવું. આ ઉપરાંત જમીનમાં ગંધકની ઉણપ હોય તો ર૦ કિ.ગ્રા. / હે. સલ્ફર આપવું.

પિયત વ્યવસ્થાપન:  
દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા ૭ પિયત આપવાની ભલામણ છે.

૧. વાવણી બાદ તુર્તજ

ર. એક અઠવાડિયા બાદ

૩. ચાર અઠવાડિયા બાદ

૪. બાકીના ૪ પિયત ૧૩ થી ૧પ દિવસના અંતરે આપવા.

નિદણ વ્યવસ્થાપન:
મગફળીના પાકને ૪પ દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન (સ્ટોમ્પ) ૧ કિ.ગ્રા./હે (૩.૩૩ લી./હે.) પ૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુર્તજ બિયારણના સ્ફુરણ પહેલાં જમીન પર છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.

કાપણી અને સંગ્રહ:  
મગફળીની જાતો ૯૦ થી ૧ર૦ દિવસે પાકી જાય છે. દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં મગફળી ઉખાડતાં પહેલાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી મગફળી ઉખાડવામાં સરળતા રહે છે અને ડોડવા જમીનમાંત તુટતા નથી.

3 April 2017

આઇ ખેડુત ( I-khedut) પર વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ

આઇ ખેડુત પર વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ તા ૦૧-૦૪-૨૦૧૭ થી ૩૦-૦૪-૨૦૧૭ સુધી કાર્યરત છે આથી લાભાર્થી ખેડુત મિત્રોએ ગ્રામસેવકનો સંપર્ક કરવો. આ પ્રકારની અરજીઓ હાલમા કાર્યરત છે
 ખેતીવાડીની યોજનાઓ ૫૯ યોજનાઓ કાર્યરત છે
પશુપાલનની યોજનાઓ ૨૧ યોજનાઓ કાર્યરત છે
બાગાયતી યોજનાઓ ૯૯ યોજનાઓ કાર્યરત છે.
ઉપરોકત વિષયોના અનુસંધાનમા અરજી કરવા માટે નીચે આપેલી લાલ કલર પર ક્લિક કરો. 
 આઇ-ખેડુત પરની યોજનાઓ માટે અહી ક્લિક કરો

કૃષિ અને સહકાર વિભાગ હેઠળના ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઇન અરજીઓ કરવા માટે iKhedut Portal ખુલ્લુ મૂકેલ છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...