જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


11 November 2016

જાણવા જેવું...! કેટલી રકમ પર કેટલો લાગશે ઈન્કમ ટેક્ષ ? જાણો - ટેક્ષનું સરળ ગણિત

જાણવા જેવું... સરકાર દ્વારા રૂ.500 અને 1000 ના ચલણની નોટો અચાનક રદ કરી દેતા દેશભરમાં નાગરિકોને આંચકો લાગ્યો છે. ત્યારે હવે સવાલ એ થાય કે, કેટલી રકમ જમા કરાવવાથી કેટલો ટેકસ લાગશે. આવો અમે તમને જણાવીએ કે, કેટલી રકમ જમા કરાવવાથી કેટલો ટેકસ લાગશે.

500 અને એક હજારની નોટ બંધ થતાં હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે, બેંકમાં કેટલા પૈસા ભરી શકાય, અને જો તેમની પાસે પૈસા વધારે એટલે કે 2 લાખથી વધુ છે તો તેના માટે તેમને કેટલો ટેક્સ ભરવો પડશે.

કેટલો લાગશે ટેક્સ ?


રૂ. 5 લાખ
રકમ પર 75 હજારનો ટેકસ લાગશે
5 લાખમાંથી 2.50 લાખની રકમ પર કોઇ ટેકસ લાગશે નહીં
બાકીના 2.50 લાખની રકમ પર 10 ટકા ટેકસ લાગશે
200 ટકા પેનલ્ટી લાગશે રૂ. 50 હજાર

રૂ. 2 લાખથી લઇ 2.5 લાખ સુધીની રકમ પર કોઇ પણ પ્રકારનો ટેકસ લાગશે નહીં. જ્યારે પાંચ લાખની રકમ પર ટેકસ લાગશે. જેમાં અઢી લાખની રકમ પર કોઇ ટેકસ લાગશે નહીં. બાકીની અઢી લાખની રકમ પર 10 ટકા  ટેકસ એટલે કે, 25000 અને 200 ટકા પેનલ્ટી લાગશે જે થશે 50 હજાર. એટલે ટોટલ 75 હજાર ટેકસ ભરવો પડશે.


રૂ. 10 લાખ
રકમ પર લાગશે 3.75 લાખનો લાગશે ટેક્સ
પ્રથમ 2.50 લાખની રકમ પર કોઇ ટેક્સ નહીં
બાકીના 2.50 લાખની રકમ પર 10 ટકા ટેક્સ
રૂ 5 લાખની રકમ પર લાગશે 1 લાખનો ટેક્સ
200 ટકા પેનલ્ટી પેટે લાગશે 2.50 લાખનો ટેક્સ

રૂ 20 લાખ
રકમ પર 12.75 લાખનો લાગશે ટેક્સ
પ્રથમ 2.50 લાખ પર કોઇ ટેક્સ નહીં
જ્યારે 2.50 લાખની રકમ પર લાગશે 10 ટકા ટેક્સ પેટે 25000
5 લાખની રકમ પર લાગશે 1 લાખનો ટેક્સ
બાકીના 10 લાખ પર લાગશે 30 ટકા ટેક્સ 3 લાખ
200 ટકા પેનલ્ટી પેટે 8.50 લાખનો ટેક્સ લાગશે

રૂ 30 લાખ
રકમ જમા કરાવો ત્યારે લાગશે 21.75 લાખનો ટેક્સ
પ્રથમ અઢી લાખની રકમ પર કોઇ ટેકસ નહીં
તો બાકીના 2.50 લાખની રકમ પર લાગશે 10 ટકા ટેકસ
અન્ય પાંચ લાખ પર 1 લાખનો ટેક્સ લાગશે
બાકીના 20 લાખની રકમ પર લાગશે 30 ટકા લેખે ટેક્સ
200 ટકા પેનલ્ટી પેટે 14.50 લાખનો ટેક્સ ચૂકવવો પડશે

જ્યારે 10 લાખની રકમ જમા કરાવો ત્યારે 2.5 લાખની રકમ પર કોઇ ટેકસ લાગશે નહીં. બાકીના 7.50 લાખની રકમ પર ટેકસ લાગશે. જેમાં 10 ટકા ટેક્સ 25 હજાર લાગશે જ્યારે બાકીના 5 લાખ પર 1 લાખનો ટેક્સ  લાગશે. ઉપરાંત 200 ટકા પેનલ્ટી પેટે2.50 લાખનો ટેક્સ એટલે કે, ટોટલ રૂ.3.75 લાખ રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. તો 20 લાખની રકમ પર 12.75 લાખનો ટેક્સ લાગશે. જેમાં પ્રથમ રૂ.2.50 લાખ ટેક્સ નહીં લાગે જ્યારે 2.50 લાખનો ટેક્સ 25 હજાર, 5 લાખનો પરનો ટેક્સ 1 લાખ, અને 30 ટકા ટેક્સ પેટે 3 લાખનો ટેક્સ. ટોટલ ટેક્સ લાગશે 4.25 લાખ અને 200 ટકાની પેનલ્ટી પેટે રૂ.8.50 લાખનો ટેક્સ એટલે કે, ટોટલ ટેક્સ લાગશે 12.75 લાખનો ટેક્સ લાગશે. જ્યારે તમે 30 લાખની રકમ જમા કરાવશો તો તેના પર પ્રથમ 2.50 લાખની રકમ પર કોઇ ટેક્સ લાગશે નહીં. તો બાકીના 2.50 લાખની રકમ પર 10 ટકા લેખે 25 હજાર ટેક્સ. તો બાકીના 5 લાખની રકમ પર 1 લાખનો ટેક્સ લાગશે. બાકીના 20 લાખની રકમ પર 30 ટકા લેખે 6 લાખનો ટેક્સ લાગશે, અને 200 ટકા પેનલ્ટી પેટે રૂ.14.50 લાખની રકમ ટેક્સ  લાગશે. જેથી ગ્રાહકે 30 લાખની રકમ જમા કરાવવા જતાં ટોટલ 21.75 લાખનો ટેક્સ લાગશે.

રૂ. 40 લાખ
રકમ ડિપોઝિટ કરતાં લાગશે 30.75 ટકાનો ટેક્સ
2.50 લાખની રકમ ટેક્સ ફ્રી રહેશે
બાકીના 2.50 લાખની રકમ પર લાગશે 10 ટકા લેખે ટેક્સ
5 લાખ પર લાગશે 20 ટકા લેખે ટેક્સ
30 લાખની રકમ પર લાગશે 30 ટકા લેખે ટેક્સ
200 ટકા પેનલ્ટી પેટે 20.50 લાખનો ટેક્સ લાગશે

રૂ. 50 લાખ
ની રકમ પર 39.75 લાખનો ટેક્સ લાગશે
પ્રથમ 2.50 લાખની રકમ ટેક્સ ફ્રી રહેશે
બાકીના 2.50 લાખ પર લાગશે 10 ટકા ટેક્સ
5 લાખ પર લાગશે 20 ટકા ટેક્સ
40 લાખ પર લાગશે 30 ટકા ટેક્સ
200 ટકા પેનલ્ટી પેટે 26.50 લાખ ચૂકવવા પડશે

રૂ. 1 કરોડ
રકમ પર 84.75 લાખનો ટેક્સ
પ્રથમ 2.50 લાખની રકમ ટેક્સ ફ્રી રહેશે
બાકીના 2.50 લાખ પર લાગશે 10 ટકા લેખે ટેક્સ
અન્ય પાંચ લાખ પર લાગશે 20 ટકા લેખે ટેક્સ
તો 90 લાખ પર લાગશે 30 ટકા ટેક્સ
200 ટકા પેનલ્ટી પેટે 56.50 લાખનો દંડ ભરવો પડશે

40 લાખની ડિપોઝિટ પર 30.75 લાખનો ટેક્સ  ભરવો પડશે. જેમા પ્રથમ અઢી લાખની રકમ ટેક્સ ફ્રી રહેશે. ત્યાર બાદ 2.50 લાખ પર લાગશે 10 ટકા ટેક્સ પેટે 25 હજાર રૂપિયા. બાકીના 5 લાખ પર લાગશે 20 ટકા ટેક્સ 1 લાખ રૂપિયા. તો 30 લાખની રકમ પર લાગશે 9 લાખનો ટેકસ, ઉપરાંત 200 ટકા ટેક્સ પેટે 20.50 લાખનો ટેક્સ ચૂકવવો પડશે. જેથી ગ્રાહકે 40 લાખની ડિપોઝિટ પર 30.75 લાખનો ટેક્સ ચૂકવવો પડશે. 50 લાખની રકમ જમા કરાવવા પર 39.75 લાખનો ટેક્સ  ચૂકવવો પડશે. જેમાં પ્રથમ 2.50 લાખની રકમ ટેક્સ ફ્રી રહેશે. બાકીના 2.50 લાખ પર 10 ટકા લેખે 25 હજારનો ટેક્સ લાગશે. બાકીના પાંચ લાખ પર 20 ટકા લેખે 1 લાખનો ટેક્સ લાગશે. બાદ 40 લાખની રકમ પર 30 ટકા લેખે 12 લાખનો ટેક્સ ચૂકવવો પડશે બાદ 200 ટકા પેનલ્ટી પેટે લાગશે. 26.50 લાખનો ટેક્સ લાગશે. તો 50 લાખની રકમ જમા કરાવવા પર ટોટલ 39.75 લાખનો ટેક્સ  ચૂકવવો પડશે. 100 લાખની રકમ પર 84.75 લાખનો ટેક્સ ચૂકવવો પડશે. જેમાં પ્રથમ 2.50 લાખની રકમ પર ટેક્સ લાગશે નહીં. તો બાકીના 2.50 લાખની રકમ પર 10 ટકા લેખે 25 હજારનો દંડ. બાકીના 5 લાખ પર 20 ટકા પેટે લાગશે 1 લાખનો ટેક્સ. તો બાકીના 90 લાખ પર લાગશે 30 ટકા ટેક્સ તો 200 ટકા પેનલ્ટી પેટે 56.50 લાખનો દંડ ભરવો પડશે. તો ગ્રાહકે કુલ 84.75 લાખનો ટેક્સ ચૂકવવો પડશે.

2.50 લાખની રકમ ઇન્કમટેક્ષ ફ્રી હોવાથી તેના પર કોઇપણ પ્રકારનો ટે~સ  લાગશે નહીં, પરંતુ અઢી લાખથી ઉપરની રકમ પર ટેક્સ વસુલવામાં આવશે. જ્યારે કોઇપણ નાગરિક અઢી લાખથી વધુની રકમ જમા કરાવશે તો તેના પર ઇન્કમટેકસ વિભાગ બાજ નજર રાખશે.

સંદર્ભ - Vtv Gujarati

30 October 2016

ખેડૂતો માટે નવા વર્ષના સંકલ્પ - દિનેશ ટીલવા

પીપળાના પાને, દિનેશ ટીલવા-રાજકોટ થી
 ખેડૂત મિત્રો, તમારા ઉત્સાહને નવા વર્ષે અભિનંદન... તમારા ખેતર, ગામ કે સીમ શેઢે જ કુદરતે આપને તેમજ અન્યને ખુશી થવા માટે સમૃદ્ધી હજારો વર્ષોથી આપેલ છે. આજથી શરુ થતા નવા વર્ષના સંકલ્પ તરીકે વિચારો કે શેઢા બહાર કશું લેવા જવું નથી અથવા વેચવા જવું નથી (કૈક એવું કરવું કે જરૂરિયાતવાળા તમારા ખેતરના શેઢા સુધી પધારે..) બીજાની પંચાયતમાં કે બીજાના નળિયા ગણવામાં મારો કીમતી સમય વેડફીશ નહિ અને હું ખુદ જ નવું કશું કરીશ કે લોકો મને મારી પ્રગતી બાબતે પૂછવા આવે... ખેતર-શેઢે કે પડતર જમીનમાં ઊગેલ કોઈ ઘાસ, વનસ્પતિ, વેલા કે વનરયમાં હું સુખી થાવ તેવું કશુક તો છે જ કે જેને મેં ઉગાડ્યું નથી, ખાતર પાણી કે કોઈ કાળજી મેં લીધી નથી છતાં કુદરતે મારા ઢોર-ઢાંખર કે મારા કુટુંબ માટે આપેલ / ઉગાડેલ છે તેને સમજવા પ્રયત્ન કરી તેમાંથી પૈસા પેદા કરવાનું હુન્નર હું જાતે જ વિકાસવિશ અને લોકોને પ્રેરણા મળે તેવું કશું નક્કર કરીશ... માનવ જીવન છે ત્યારથી ઓછા ભણેલા અથવા ગામડિયા લોકોને બીજા કોઈ ઉલ્લુ બનાવી સરપચ, ધારાસભ્ય, સંસદ કે પછી મારી જ્ઞાતિના વડા બની બેઠા છે તેની કોઈ ફાલતું વાતમાં ફસાઈશ નહિ હું મારો સુખી થવાનો માર્ગ જાતે જ કંડારીશ આ મારું નવા વર્ષનું પ્રણ અને પ્રાણ છે... હા, તમે કોઈ આવી વાતે મુંજાવ તો લોકો તમારી મદદ કરવા હમેશા તૈયાર જ છે, આવી કોઈ વાતના જાણકારને પૂછતાં શરમાવું નહિ... આ સોશિયલ મીડિયા, ફેસબુક,વોટ્સ અપ અને મોબાઈલનો ઉપયોગ આવા જ કામ માટે હું કરીશ... ટીખળી અને ટાઈમપાસ લોકો ખુદ તો હેરાન હોય છે એ બીજાને હેરાન કરવા પણ હરહમેશ નવા નવા ગતકડા રેકોર્ડ કરી ફોરવર્ડ કરતા રહે છે તેમાં મારો કીમતી સમય નહિ વેડફુ... ભાવ વધારો, સબસીડી, લોન કે બીજી વિરોધ કરવાની પ્રવુંર્તીમાં પડવા કરતા હું જ એવું કશું કરીશ કે બીજા ખેડૂતો મારા ખેતરે મારી પ્રગતી જોવા પધારે... હું હવે ગાડરિયા પ્રવાહમાં તણાયા વગર કોઈ સામા પૂરે તરવા સમર્થ છું જ એવું આજના દિવસે પ્રણ લઉં છું.. મારામાં જિંદગી જીવવાની તાકાત છે અને હું કૈક કરી બતાવીશ એમાં મીનમેખ નથી... હું ઉત્સાહી છું તો હું મારી મંજિલે જરૂર પહોચીશ એમાં મીનમેખ નથી... (મિત્રો, આજના આ સંકલ્પ માત્ર વાંચી ડીલીટ ના કરશો બીજાને પણ તમારા ઉત્સાહમાં ભાગીદાર બનાવશો... "સીમ-શેઢા વગરનો એવો હું" પીપળાના પાને, દિનેશ ટીલવા-રાજકોટ તા. ૩૦-૧૦-૨૦૧૬)

જીરૂ ની ખેતી પધ્ધતી વીશે માહીતી

જીરૂ ની ખેતી પધ્ધતી વીશે માહીતી

★ *પાક માટે અનુકૂળ જમીન અને જમીન ની તૈયારી* :

※ સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી અને પુરતા પ્રમાણમાં સેન્દ્રીય ત્તવ ધરાવતી જમીન વધારે માફક આવે છે. વધુ પિયતવાળી જમીનમાં નિંદામણ વધુ થતાં વારંવાર તેને દૂર કરવાનો ખર્ચ વધી જાય છે.

※ આ પાકને ઠંડુ, સુકુ તથા સ્વચ્છ હવામાન વધારે માફક આવે છે. હળથી ઉંડી ખેડ કરી ર થી ૩ વાર કરબની ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી.

※ ત્યારબાદ સમાર મારી સમતળ કરવી. જમીનના ઢોળાવ પ્રમાણે કયારા સાંકડા અને નાના એટલે કે ૬ મી. × ર મી. મા૫ના બનાવવાથી ઉત્પાદન, નફો તથા પિયતની કાર્યસમતામાં વધારો થાય છે.

★ *વીવેતર સમય* :
※ નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે.ગ્રે. આજુબાજુ થાય ત્યારે કરેલ વાવણી વધારે લાભદાયી પુરવાર થયેલી છે.

※ મોડી વાવણીમાં રોગ-જીવાતનો વધારે ઉ૫દ્રવ જોવા મળે છે

★ *વાવેતર નું અતર અને બીજનો દર*

※ વાવણી ૫ઘ્ધતિ, જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે પ્રતિ હેકટરે ૧ર થી ૧૬ કિલોગ્રામ બિયારણ પુરતું છે.

※ ૩૦ સે.મી. ના અંતરે વાવણી કરવાથી બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નિંદણ નિયંત્રણમાં ૫ણ વધારે અનુકુળતા રહે છે.

※ વાવણીની ઉંડાઈ ૧.૫ થી ર સે.મી. સુધી રાખવી.

★ *રાસાયણિક ખાતર અને દેશી ખાતર જથો  કિલો - હેકટર*

★ *રાસાયણિક ખાતર*

૩૦+૧૫ કિલોગ્રામ ના.ફો. પ્રતિ હેકટરે​.

★ *દેશી ખાતર*
 વધારે રેતાળ જમીન કે જયાં ફળદ્રુ૫તા ઓછી હોય ત્યાં પ્રતિ હેકટરે ૧૦ થી ૧ર ટ્રેકટર ટ્રોલી સારું કહોવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરવાના સમયે  જમીન સાથે ભેળવી દેવું જોઈએ.

★ *નિંદામણ અને આંતરખેડ*

જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નિંદણમુકત રાખવો ખાસ જરૂરી છે.
જયાં ખેત મજૂરો સહેલાઈથી, સસ્તા દરે મળતા હોય ત્યાં વાવણી બાદ ર૫-૩૦ દિવસે અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું.પેન્ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિયતત્વ  પ્રમાણે પ્રતિ હેકટરે જીરૂની વાવણી ૫છી પ્રથમ પિયત ૫હેલાં અથવા પિયત ૫છી ભેજયુકત જમીનમાં બે થી ત્રણ દિવસે એકસરખો છંટકાવ કરવો.

★ *પાક ની મુખ્ય જીવાત અને નિયંત્રણ*

※ *મોલો* :
દિવેલીનો ખોળ અથવા લીમડાનો ખોળ ર ટન પ્રતિ હેકટરે  વા૫રવો.

ગુજરાત જીરૂ-૪ જેવી જીવાત પ્રતિકારક જાત વાવવી.

સેન્ફિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉ૫યોગ કરવો.

ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ  ૫ખવાડિયા સુધીમાં મસાલા પાકોની  વાવણી કરવી.

મોલોના ૫રીક્ષણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

ખેતરમાં મોલોના કુદરતી દુશ્મનો જેવાકે કોકસીનેલા સેપ્ટમપંકટાટા, બ્રુમોઈડસ સુચુરેલીસ,મીનોચીલસ સેકસમેકયુલેટસ અને હીપોડામીયા વેરાઈગેટા, સીરફીડ માખીના કીડા (એપીસીરફસ બલ્ટેટસ, ઈસ્ચીડોન સ્કુટેલારીસ) અને ક્રાયસો૫ર્લા કાર્નીયા કુદરતી રીતે મોલોને નિયંત્રણમાં રાખતા હોય છે.આ ૫રભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના  છંટકાવ ટાળવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ (૫૦૦ગ્રામ/૧૦ લિ.પાણી) અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ. પાણી)ના ૫દર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

ને૫સેક સ્પ્રેયર કરતાં કન્ટ્રોલ્ડ ડ્રોપ્લેટ એપ્લીકેટરથી મિથાઈલ- ઓ -ડિમેટોન ૦.૦ર૫ ટકા દવાનો છંટકાવ કરવાથી જીરૂની મોલોનું  અસરકારક નિયંત્રણ  થાય છે.

જીરૂની મોલોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૦.૦૪ ટકા દવા (૧૦મીલી/૧૦લિ. પાણી) અથવા  કાર્બાસલ્ફાન ૦.૦૫  ટકા (ર૦મીલી/૧૦લિ. પાણી) ના બે છંટકાવ ૫દર દિવસના અંતરે કરવા ભલામણ છે.

★ *થ્રિપ્સ*  :
થાયામેથોકઝામ ૭૦ડબલ્યુએસ દવા ૪.ર ગ્રામ/કિગ્રા બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/કિગ્રા બીજને ૫ટ   આપીને વાવણી કરવાથી જીરૂની થ્રીપ્સનું નિયંત્રણ મળે છે.

થ્રીપ્સના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન  ૦.૦૫% (ર૦મીલી/૧૦લિ. પાણી)અથવા ટ્રાયજોફોસ ૦.૦૫% (૧ર.૫મીલી/૧૦લિ. પાણી)અથવા  એસીફેટ ૦.૦૭૫% (૧૦ગ્રામ/૧૦લિ. પાણી)પૈકી કોઈ૫ણ  એક દવાના ૧૫ દિવસના અંતરે  બે છંટકાવ કરવા.

★ *તડતડીયા* :
થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ર.૮ ગ્રામ પ્રતિ કિેગ્રા બીજ દીઠ ૫ટ આપીને વાવવાથી મેથીમાં  તડતડિયાનું અસરકારક નિયંત્રણ મળે છે

જીઓકોરીસ   નામના ૫રભક્ષી ચૂસીયા તડતડિયાનું નિયંત્રણ કરે છે.

★ *સફેદમાખી*  :
સફેદમાખીના ૫રી૧ાણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ(૫૦૦ગ્રામ/૧૦લિ. પાણી)અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ.પાણી)ના પંદર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

★ *પાક ના મુખ્ય રોગ અને નિયત્રણ*  :

※ *જીરા નો કાળિયો અને ચરમી*  :
એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.

ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબજ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા  પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું.

વાવણી ૫હેલાં બીજને મેન્કોઝેબ અથવા થાયરમ પૈકી એક ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે ૫ટ આ૫વો.

પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.

પિયત માટે કયારા  ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું ૫િયત આપી શકાય. વાદળછાયા અને ધુમ્મસ વાળા  વાતાવરણમાં પિયત આ૫વાનું ટાળવું.

વધુ ૫ડતા નાઈટ્રોજનયુકત ખાતરોથી છોડની વાનસ્૫તિક વૃઘ્ધિ વધારે થતાં રોગ ઝડ૫થી  ફેલાય છે. આ માટે છાણિયા ખાતરનો વધુ ઉ૫યોગ કરવો જોઈએ.

પાક ૩૫-૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૩૫ ગ્રામ/૧૦ લીટર) અથવા ડાયફેનકોનાઝોલ ૦.૦ર૫ ટકા (૧૦ મીલી/૧૦ લીટર)  તેમજ ર૫ મીલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી દવાનું દ્રાવણ છોડ ઉ૫ર ધૂમાડા સ્વરૂપે ૫ડે અને બધાજ છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવું જોઈએ. આમ, ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ચરમી રોગની   તીવ્રતા ઓછી રહે છે

※ *જીરાનો સુકારો* :
છાણીયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા પોલ્ટ્રી ખાતર ર.૫ ટન/હે. આ૫વાથી રોગના પ્રમાણમાં ઘટાડો થાય છે.

ગુવાર કે જુવારના પાક ૫છી જીરૂનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ઉનાળામાં ર-૩ વખત  ઉંડી ખેડ કરવી.

સુકારા પ્રતિકારક જાતો જેવીકે ગુ.જીરૂ-૩ અને ગુ.જીરૂ-૪ નું વાવેતર કરવું.

કાળી ચરમી કે કાળીયા રોગમાં જણાવ્યા પ્રમાણે બીજને દવાનો ૫ટ આ૫વો.

※ *જીરાનો ભુકી છારો*  :
સંરક્ષણાત્મક ૫ગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકીનો ર૫કિગ્રા/હે. પ્રમાણે સવારમાં છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.

રોગ  દેખાય કે તરતજ ઉ૫ર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂ૫માં છંટકાવ કરવા માટે ર૫ ગ્રામ દ્રાવ્ય ગંધક અથવા કેલીકઝીન  ૭મીલી દવા  ૧૦ લીટર પાણીમાં ઓગાળી ર-૩ છંટકાવ કરવા.

ભૂકી રૂપેગંધકનો છંટકાવ  સવારે છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે જ કરવો જેથી ઝાકળના કારણે  ભૂકી છોડ ઉ૫ર ચોંટી રહે. ૫રંતુ દ્રાવ્ય ગંધક કે  કેલીકઝીનનો છંટકાવ દિવસે છોડ ઉ૫રથી ઝાકળ ઉડી ગયા ૫છી જ કરવો જેથી સુકા છોડ ઉ૫ર દ્રાવણ ચોંટી રહે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે.

★ *પીયત ની સંખ્યા*  :
પ્રથમ પિયત વાવણી બાદ તુર્તજ, બીજુ હલકું પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે ( સારા અને ઝડપી ઉગાવા માટે),  ત્રીજુ પિયત ૩૦ દિવસે અને ચોથુ પિયત ૬૦ દિવસે આ૫વાની ભલામણ છે.

★ *કાપણી*  :
છોડ પુરેપુરા પીળા થાય ત્યારે કા૫ણી કરવાથી ગુણવત્તામાં સુધારો થાય છે.

મોડી  કા૫ણી થી જીરૂના દાણા ખરી ૫ડે, રંગ ઝાંખો થાય અને તેલના ટકા ૫ણ ઓછા થાય છે.

દાણા ખરી ન જાય તે માટે કા૫ણી ઝાકળ ઉડી જાય તે ૫હેલાં અથવા સવારના અગિયાર વાગ્યા સુધી કરવી.

પાકવાના દિવસ :: ૧૦૫ -૧૧૦

ઉત્‍પાદન કિલો / હેકટર ૯૫૦-૧૧૦૦

સંદર્ભ - *આણંદ કૃષિ યુનિવર્સિટી*

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...