ગુજરાતના ખેડુત પુત્રએ પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની
પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.
પુત્રની આ સફળતાથી ખૂબ ખુશખુશાલ બનેલા પ્રિન્સના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અબુંજા સિમેન્ટ ફેક્ટરી નજીક નાનકડી ખેતી ધરાવે છે. સાથે જ પાન અને ચાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્ર પ્રિન્સને ભણવાનો શોખ હોવાથી પોતે કરકસર કરીને ધોરણ-9 થી જ તેને રાજકોટ મોકલ્યો હતો. અને કોઈપણ રીતે તેની જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસ કર્યા
માતા-પિતાની આર્થિક પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ પ્રિન્સ પણ ભણવા માટે બાકી બધું ભૂલીને મહેનતમાં લાગી ગયો હતો. પ્રિન્સને તેની આ મહેનતનું ફળ મળ્યું છે. અને તેણે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જો કે તે આટલેથી જ અટકવા માંગતો નથી. ધોરણ 12 માં સાયન્સ રાખીને ડોક્ટર અથવા એન્જીનીયર બનવાનું પોતાનું સ્વપ્ન હોવાનું તેણે જણાવ્યું હતું.