જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


31 January 2019

વાંકાનેરમાં ગુજરાતનું સૌથી મોટું ફેસબુક પેજ “શું તમે ખેડૂત છો ?” હેક થયું #Hacked Facebook Page

હુશેન પંચાસિયાનું ૨,૨૨,૦૦૦ ફોલોઅર્સ ધરાવતું “શુ તમે ખેડૂત છો ?” ફેસબુક પેજ ૨૯ તારીખે હેક થયું, ૩૧ તારીખે મોરબી જિલ્લા પોલીસ વડા મારફત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની ખેડુતપુત્ર હુસેનભાઈ સિપાઈએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોતાના ફેસબુક પેજ હેક થવા બાબતે ફરિયાદ નોંધાવી છે.
હુસેનભાઈ વાંકાનેર ખાતે કૃષિ ઉદય ફાર્મર કંપનીના નામે ખેડૂત ઉપયોગી સામગ્રીનો વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે તથા ફેસબુક પર ખેડુતોને ઉપયોગી માહિતી મળી રહે તે હેતુથી “શું તમે ખેડુત છો ? તો આ પેજ like કરો જોઈએ fb માં કેટલા ખેડુત છે” ના નામે ફેસબુક પેજ ચલાવતાં હતાં આ ફેસબુક પેજ ના 2.22000 થી પણ વધુ ફોલોઅર્સ હતા આ પેજ ગુજરાતનું સૌથી મોટું ખેડુત લક્ષી ફેસબુક પેજ હતું. આ પેજ ના માધ્યમથી તેઓ  આંતરરાષ્ટ્રીય ખેતીની માહિતી ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડતાં તથા ખેડૂતલક્ષી સરકાર દ્વારા આપવામાં આવતી સ્કીમની માહિતી પણ ખેડુત સુધી પહોંચાડતાં આ પેજના માધ્યમથી વિદેશથી ખેડૂત મિત્રો પણ હુસેનભાઈ ને મળવા આવતાં અને પોતાના વિચારોની આપ-લે કરતા હતા.


તારીખ 29/1/2019 ના મંગળવારના રોજ રાત્રે આ પેજ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને હુસેનભાઈને એડમીન માંથી રિમુવ કરેલ છે આ પેજ નો દુરુપયોગ કરી હેકર ઉશ્કેરણીજનક વિડીયો કે સાહિત્ય મૂકી શકે છે એવી ફરિયાદ હુસેન ભાઈ એસપી સાહેબ ને કરી હતી.

જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં હુસેનભાઈની સાથે વાંકાનેર પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકિઆ (કપ્તાન) અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા તથા ઇલમુદ્દીન બાદીએ સાથે જઈને એસપી સમક્ષ સૌ પ્રથમ આ પેજ માં કોઈ અયોગ્ય માહિતી પ્રસિદ્ધ ન થાય તે માટે તેમને બ્લોક કરીને અને હેકરની સામે કાયદાકીય કાર્યવાહી કરી અને આ પેજના એડમિન તરીકે ફરી પાછા હુશેન સિપાઈ આવે તે માટેની રજૂઆત કરી હતી. આ બાબતે એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ પણ અંગત રસ લઈને એલ.સી.બી ને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને, ઝડપથી આ પેજના એડમિન તરીકે હુશેન સિપાઈ પાછા આવે તેવું કરવાની સૂચના આપી હતી.

28 January 2019

ગુજરાતી જીરૂ નો જાપાન મા નિકાશ થશે રાજેશ્ર્વર ખેડુત કંપની કરશે સપનુ સાકાર: માવજીભાઇ

એક સમયે ભારતીય મરી-મસાલા અને તેજાનાઓ મેળવવા અને તેનો વેપાર કરવા માટે વિશ્વના કઈ-કેટલાય દેશોમાંથી સાહસિકો આપણી ભૂમિને શોધવા માટે દરિયો ખેડીને આવતા હતા. યુરોપ અને આરબ વિસ્તારના કેટલાય દેશો વચ્ચે તો ભારતીય મસાલા માટે રીતસરના યુદ્ધો ખેલાયા હોવાની ઘટનાઓ ઈતિહાસના પાનાં પર મોજૂદ છે. 

મધ્યયુગીન રાજાશાહી તેમજ અંગ્રેજ હકુમતના સમયગાળામાં ભારત ભૂમિમાં ઉપજેલ વિવિધ ખેતપેદાશોનો સ્વાદ અને સોડમ જગતભરમાં ફેલાઈ હતી. પરંતુ આઝાદી બાદ પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપી શકવાને કારણે આપણી નિકાસનો આંકડો ઘણો નીચો આવ્યો. જો કે એ વાત અલગ છે કે તત્કાલીન સમયે ખેડૂતોના ભાગે તો માત્ર મહેનત કરવાનું જ આવતું હતું. કેમકે ફળ કોઈ બીજા લોકો જ ખાઈ જતા હતા. 
જોકે સ્વાસ્થ્ય રસિકો અને સ્વાદ રસિકોના દિલમાં ભારતીય મસાલા માટેની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. અને માટે જ આજે વાત કરવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા વિસ્તારના ગામડાઓના ખેડૂતોના એક સંગઠન વિષે કે જેના સભ્ય ખેડૂતો દ્વારા પકાવેલ જીરુંની નિકાસ થઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો દેશ જાપાન આપણા ખેડૂતો પાસેથી જીરુંની સીધી આયાત કરી રહ્યો છે.
ખેડૂતોની ઉન્નતિમાં યોગદાન આપવા માટે જાણીતી સંસ્થા ‘ઇફકો કિસાન સંચાર લિ.ના સક્રિય સહયોગ દ્વારા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોએ રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામથી એક ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.)ની સ્થાપના કરી. ઇફકો અને નાબાર્ડના અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનમાં કામ થતું ગયું અને ખેડૂતોએ રચાયો સફળતાનો ઈતિહાસ. 
ફક્ત ખેડૂતો દ્વારા જ સંચાલિત આ એફ.પી.ઓ.માં વાવ વિસ્તારના ૩૨૦ ખેડૂત ખાતેદાર સભ્યો જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં વાવેલ વસ્તુઓનું જાતે ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ કરીને સામુહિક માર્કેટિંગ કરે છે. ચાલુ વર્ષે આ એફ.પી.ઓ.ના સભ્ય ખેડૂતોએ નિકાસના વૈશ્વિક ધારાધોરણ અને ગ્લોબલ ગેપ સર્ટીફીકેશન પ્રોગ્રામના આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો મુજબ પોતાના ખેતરોમાં જીરું વાવ્યું છે. જે આગામી માર્ચ માસ સુધીમાં નિકાસ માટે તૈયાર થશે. 
એક લીમીટેડ કંપની તરીકે કામ કરતા આ રાજેશ્વર એફ.પી.ઓ. પાસે પોતાનું સંપૂર્ણ પ્રોસેસિંગ યુનિટ પણ છે કે જ્યાં ગ્રેડિંગ અને પેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના ચેરમેન માવજીભાઈ પટેલ જણાવે છે કે ‘ત્રણ મહિના બાદ અમારી જમીનમાં તૈયાર થનાર જીરુંમાંથી ૨૫૦ ટન જેટલું જીરું જાપાનમાં નિકાસ કરવામાં આવશે. જાપાનીઝ રસોડાના વઘારમાં સોડમ ઉમેરવાની આ ઘટનાનું એક ગુજરાતી તરીકે અમારા સૌ ખેડૂત સભ્યોને ગૌરવ છે.’
વધુમાં માવજીભાઈ જણાવે છે કે ‘અમારા એફ.પી.ઓ. દ્વારા નિકાસનો આ સફળ પ્રયોગ રાજ્ય અને દેશના ખેડૂતો માટે નમુનારૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. સાથે જ અન્ય ખેડૂતભાઈઓને કહેવાનું કે જો અમારી રાજેશ્વર એફ.પી.ઓ. આવી સફળતા મેળવી શકતા હોય તો આપણા અન્ય ખેડૂતભાઈઓ પણ ચોક્કસ સફળ થઇ શકે છે. જરૂર છે માત્ર થોડા આયોજન સાથે ભેગા મળીને અને નિયમોના ચુસ્ત પાલન સહીત, દ્રઢ ઈચ્છાશક્તિ વડે કામ કરવાની.’
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની જેવી કંપનીની સ્થાપના માટે જરૂરી પ્રક્રિયા કે તેની કાર્ય પદ્ધતિ વિશે વધુ જાણવા કે માટે માવજીભાઈનો (મો.૮૦૦૦૮ ૩૫૮૮૫) સંપર્ક કરવો. અથવા તો તમારી નજીકમાં આવેલ નાબાર્ડ, ઇફકો કિસાન, રિલાયન્સ ફાઉન્ડેશન, આગાખાન રૂરલ સપોર્ટ, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની મુલાકાત લઈને માહિતી મેળવવી. આ સંસ્થાઓનો એફ.પી.ઓ. બનાવવા માટે માર્ગદર્શનની સાથે નાણાંકીય સહાય પણ કરે છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...