જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


23 June 2018

અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની પધરામણી થઇ ગઇ હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સમગ્ર અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેનાથી લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શનિવાર મોડી રાત્રથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. થોડા વિરામ બાદ ફરીથી રવિવારે વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘાની મહેર થવા લાગી હતી. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા પાણટ, કચ્છ જિલ્લામાં પણ વરસાદનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો શનિવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઇ ગઈ છે.

બીજી તરફ વરસાદ પડવાની સાથે જ તંત્રની પોલ ખુલી પડે છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. અમદાવાદમાં આવેલા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઇ છે. શનિવારે વાંકાનેર અને ઝાલોદમાં વીજળી પડતાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ અમદાવાદમાં સૌથી વધારે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે

અમદાવાદ શહેરની વાત કરીએ તો પૂર્વ અને પશ્વિમ અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સેટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, આંબાવાડી, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, થલતેજ, બોપલ, સાંયન્સ સિટી, સોલા, ગોતા, ઘાટલોડિયા, વૈષ્ણવદેવી, ન્યૂરાણી, આશ્રમરોડ, નવરંગપુરા નારાણપુરા સહિત પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, નારોલ, નરોડા, અમરાઇવાડી, સરસપુર, બાપુનગર, વસ્ત્રાલ સહિત સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. પીપીરયામાં બે ઇંચ વરસાદ તો ઉમરગામમાં 12 કલાકમાં સાડ છ ઇંચ વરસાદ પડ્યો છે.

17 June 2018

કોટન ૨૦૧૮-૧૯ની હોટ કોમોડિટી બની શકે... રૂ ના ભાવ ૫૦,૦૦૦ નજીક જોઇએ હવે આવતા વર્ષે ખેડૂતો ને લાભ મળશે કે નહી ?

13 June 2018

વાયરો ફૂંકાતા ખેડૂતોના શ્ર્વાસ અધ્ધર , વહેલા ચોમાસાની આગાહી વચ્ચે મેઘરાજા ગુજરાત માંથી અદ્રશ્ય ? મુંજાતો જગત નો તાત : ચાતક નજરે આકાશ પર મીટ માંડી મેહ વરસાવવા ધરતીપુત્રોની પ્રાર્થના

જો આ કાળુ ધન નિયમીત વરસતું રહે ને તો ઓલ્યું સ્વિસ બેંક નુ કાળુ જાઇ તેલ લેવા .....

ચાલુ વર્ષે સતત કુદરતની અકળ કળામાં માનવીનું મન મુંજાયેલુ જોવા મળે છે. એક બાજુ હવામાન નિષ્ણાંતો અને ભારતીય હવામાન વિભાગ સારા વરસાદની અને વહેલા ચોમાસાની આગાહી કરી રહ્યા હતા તેવામાં અનુભવીઓની આંખોનું અનુમાન કાંઈક અલગ જ હોય વાયરો ફૂંકાતા ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયેલા જોવા મળે છે તેવામાં બફારાથી છૂટકારો મેળવતા ત્રસ્તથી પ્રજા અને આકાશબાજુ ચાતક નજરે મીટ માંડી બેઠેલા ધરતીપુત્રો હવે કુદરત ઝડપથી મેહ રૂપી મહેર વરસાવે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ચાલુ સપ્તાહના પ્રારંભ પહેલા જ ચોમાસુ સૌરાષ્ટ્ર સુધી ખેંચી લાવતુ પ્રબળ વાતાવરણ બન્યુ હતું. પરંતુ કુદરતની કાંઈક રીત જ ન્યારી હોય તેમ એકાએક પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં જ દેશમાં ચોમાસુ કેરળના દરીયાકાંઠેથી પ્રવેશ કરી ગયુ હતુ અને નિશ્ર્ચિત ગતી સાથે દેશના અન્ય વિસ્તારમાં પણ આગળ વધવા લાગ્યુ હતું. સાનુકુળ સંજોગોને પગલે ગુજરાત રાજયમાં પણ ચોમાસુ નિયમીત જુન મહિનાના ત્રીજા સપ્તાહ પહેલા જ જુન મહિનાના બીજા અઠવાડીયામાં બેસી જવાનું અનુમાન લગાવાઈ રહ્યુ હતું.પરંતુ એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો અને કયા સપ્તાહના અંતિમ ભાગમાં મહારાષ્ટ્ર, ગોવા અને મુંબઈ સુધી પહોંચી ગયેલુ ચોમાસુ બીજી દિશામાં ફંટાઈ ગયુ હતું. સામાન્ય રીતે મુંબઈથી નવસારીના દરીયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશતુ ચોમાસુ અરબી સમુદ્રમાં કરંટ ઓછો થઈ જવાને કારણે ગુજરાત સુધી પહોંચી શકયુ નહતું. પરંતુ બંગાળની ખાડીમાં તિવ્ર સીસ્ટમ બનવાને કારણે વરસાદને લાવતા મૌસમી પવનો બંગાળ બાજુ ખેંચાઈ જતા સૌરાષ્ટ્ર-ગુજરાતને બદલે દેશના અન્ય વિસ્તારોમાં તરફ ચોમાસુ ખેંચાઈ ગયુ હતુ અને સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદથી હાલમાં વંચીત રહેવાનો વારો આવ્યો છે. અહીંથી ફંટાઈ ગયેલુ ચોમાસુ દેશના અન્ય 16 રાજયોમાં ધામેધુમે શરૂ થઈ ગયુ છે જયારે ગુજરાતના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા બાદ ખેંચાઈ ગયેલા વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીને ગરમી અને બફારાનું આક્રમણ વધી ગયુ છે. આકાશમાં વાદળાઓ અવર-જવર વચ્ચે પણ હજી સૌરાષ્ટ્ર-કચ્છના દરીયાકાંઠાને બાદ કરતા મોટાના શહેરોમાં પારો 35 થી 42 ડીગ્રી વચ્ચે રહેવા લાગ્યો છે તો વાદળછાંયા વાતાવરણને કારણે હવામાં રહેલા ભેજથી બફારો લોકોને ઝંપવા દેતો નથી.
તેવામાં હાલમાં જ ગયેલા રોહિણી નક્ષત્રમાં જો વરસાદ શરૂ થઈ ગયો હોત તો 72 દિવસ સુધી ચોમાસું સારૂ વરસત તેવી લોક વાયકા છે પરંતુ આ રોહિણી નક્ષત્રમાં વાયરો ફૂંકાયો હોય બોતેરૂ ફૂંકાવાની શકયતા જોવા મળતા ધરતીપુત્રોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે. હવામાન વિભાગ અને અંક જયોતિષ અને ખગોળ નિષ્ણાંતો દ્વારા ચોમાસુ સારૂ જવાનું અનુમાન અને આગાહી કરવામાં આવી રહી છે પરંતુ રોહિણી નક્ષત્રમાં ફૂંકાયેલા વાયરાને કારણે અનુભવીયોના કહેવા મુજબ 72 દિવસ માઠા રહેવાના સંજોગો પણ બની શકે છે જેને કારણે ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે. જેથી બફારાથી મુંજાતો માનવી અને કિસાનો આકાશ તરફ મીટ માંડી હવે મેહ રૂપી મહેર વરસાવવા કુદરતને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ભીમ અગીયારસ અને અષાઢી બીજના વાતાવરણ પર નજર
ચાલુ વર્ષે પુરૂષોતમ માસ એટલે કે અધિક માસ આવ્યો છે. વાસ્તવમાં જેઠ મહિનાના અગીયારસથી વાવણી કાર્ય ખેડુતો શરૂ કરી દેતા હોય છે અને કુદરત પણ આ દિવસે અમી છાંટણા કરી ધરતીપુત્રોને આશીર્વાદ આપતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે અધીક માસમાં રોહિણ નક્ષત્ર પર વાયરૂ ફૂંકાતા ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે પરંતુ આવતી કાલથી ભારતીય શાસ્ત્ર મુજબનો જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે તેવામાં હવે આ જેઠ મહિનાની નીમી અગીયારસ એટલે કે ભીમ અગીયારસ ઉપર ખેડુતોએ હવે નજર માંડી છે સાથે જ જો અષાઢી બીજના દર્શન ન થાય તો ખુબજ સારો વરસાદ થાય તેવી માન્યતા હોવાને પગલે કિસાનોની અષાઢી બીજના વરતારા પર પણ નજર મંડાઈ રહેલી છે. 

8 June 2018

ચોમાસુ ખેતીમાં આગોતરુ આયોજન (Kharif Crop Advance Planning)



આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં ચોમાસુની ઋતુમાં મોટાભાગની ખેતી કરવામાં આવે છે કારણ કે આપણી મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અને વરસાદ મોટાભાગનો ચોમાસુની ઋતુમાં પડે છે. તેથી ચોમાસુનો સમય આપણા ખેડૂતમિત્રો માટે એક અગત્યનો સમય હોય છે. આ સમય દરમિયાન આપણે પણ આપણી ખેતીમાં ચોક્કસ પ્રકારનું આગોતરું આયોજન (kharif crop advance planning) કરી સારૂ આર્થિક વળતર મેળવી શકીએ.

જમીન
સામાન્ય રીતે જમીન વાવેતર માટે લાયક બનાવા વરસાદ ચાલુ થાય તે પહેલાં પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ જેમકે, જમીનને યોગ્ય રીતે ખેડીને તૈયાર કરવી, જેથી વરસાદ પડે ત્યારે તરત વાવણી કરી શકાય.

જમીનને અનુકૂળ આવે તેવા પાકોનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે હલકી રેતાળ જમીનમાં મગ, અડદ, ગુવાર જેવા પાકો જયારે ભારે કાળી જમીનમાં કપાસ, શેરડી જેવા પાકોનું આયોજન કરવું જોઈએ.

ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપાવવા દેવી જેથી જમીનમાં રહેલા કોશેટા, ઈયળોનો નાશ થાય તેમજ રોગજીવાતનો ઉપદ્રવ ઓછો થાય તે માટે શેઢા પાળા ચોખ્ખા રાખવા.

જરૂર જણાય તો ખેતરને સમતળ કરવું અને છેલ્લી ખેડ ઢાળની વિરૂદ્ધ દિશામાં કરવી જોઈએ જેથી ચોમાસાના પ્રથમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે અને જમીનનું ધોવાણ અટકે.

બિયારણ
સામાન્ય રીતે આપણે જે પાકનું વાવેતર કરવાનું હોય તે પાકના બિયારણની યોગ્ય જાત પસંદ કરવી જોઈએ.

પાકનું આયોજન એટલે કે જે તે વિસ્તારના ચોમાસાની શરૂઆત અને વરસાદની સરેરાશ ધ્યાને લઈ લાંબા ટૂંકા ગાળાના પાકો પસંદ કરવા.

ઘણીવાર આપણને વાવણી સમયે બિયારણ જોઈતુ હોય તે સમયે બિયારણની ખેંચ વર્તાતી હોય છે ત્યારે નાછુટકે આપણે ખાનગી બીજ ઉત્પાદકો પાસેથી બિયારણો મેળવવા પડે છે. ઘણીવાર ઉત્પાદન પણ ઓછું મળે છે.

બિયારણનો પાક ઉત્પાદનમાં મહત્ત્વનો ફાળો રહેલો છે. આ માટે આપણે અગાઉથી જમીનને અનુકૂળ જે પાક વાવવાનો હોય તે મુજબનુ બિયારણ કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન કેન્દ્રો, બીજ નિગમ પાસેથી ખરીદવા જોઈએ, માટે યોગ્ય સમયે વાવણી કરી વધારે ઉત્પાદન મેળવી શકાય.

વાવણી
ચોમાસુ ખેતીમાં વાવણીનો સમય ખૂબ જ મહત્ત્વનો હોય છે માટે વાવણી લાયક વરસાદ થાય તછી તરત જ આયોજન મુજબના પાકોનું વાવતેર યોગ્ય અંતરે કરવું જોઈએ. જેથી પાકની વ્રુદ્ધિ અને વિકાસ સારો થાય તેમજ ભેજની માત્રા પણ જળવાઈ રહે છે.

ઘણીવાર વરસાદ મોડો શરૂ થાય તેવા સમયે આયોજનમાં થોડો ફેરફાર કરી ટૂંકાગાળાના પાકોનું વાવેતર કરવું હિતાવહ છે જેથી સમયસર પાકો તૈયાર થઈ શકે.

ખાતર
આયોજનમાં પસંદ કરેલા પાક માટે ભલામણ કર્યા મુજબ ખાતરો જેવા કે છાણિયું ખાતર, રાસાયણિક ખાતરો અને જૈવિક ખાતરોનો કેટલો જથ્થો જોઈશે. તેની યોગ્ય ગણતરી કરી ચોમાસુ ઋતુમાં વાવણી કરતા પહેલાં મેળવી લેવું જરૂરી છે.

વાવણી સમયે જોઈતા હોય તે ખાતરો ખેચ વર્તાતી હોય છે. આવા સંજોગોમાં ખાતર આપવાનો યોગ્ય સમય સચવાતો નથી, જેની પાક ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય છે.

નીંદણ, રોગ અને જીવાત
ચોમાસુ પાકોમાં નીંદણ ઓછું થાય તે માટે ખેતરમાં સંપૂર્ણ કહોવાયેલું છાણિય ખાતર આપવું તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપાવવા દેવી જેથી જમીનમાં રહેલા કોશેટા, ઈયળોનો નાશ થાય તેમજ રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય તે માટે શેઢા પાળા ચોખ્ખા રાખવા.

નીંદામણ કરવા માટે મજૂરો મળી રહે તેવું આયોજન કરવું પણ ઘણી વખત અમૂક વિસ્તારમાં મજૂરોની અછત વર્તાય છે. આવા સમયે પાકને ધ્યાને લઈ નીંદણનાશક દવાઓ કેટલી જોઈશે તે પ્રમાણે વાવણી પહેલાં મેળવી લેવી જોઈએ, જેથી વાવણી બાદ તુરત કે વાવણી પહેલા જમીનમાં આપવાની દવા યોગ્ય સમયે યોગ્ય માત્રામાં છંટકાવ કરી નીંદણ નિયંત્રણ નીંદણ ઉગ્યા પહેલાં જ કરી શકાય છે.

રોગ અને જીવાત માટેની દવાઓ પણ કેટલી જોઈશે. તે પ્રમાણે વાવણી મેળવી લેવી જોઈએ કારણ કે જે સમયે આપણા પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ શરૂ થતાં જોઈતી હોય તે સમયે ઘણી વાર આપણને મળતી નથી. જેથી પાક ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે.

પિયત
સામાન્ય રીતે વરસાદ આધારિત પાકને પિયતની જરૂર રહેતી નથી. ઘણીવાર વરસાદની લાંબાગાળાની ખેંચ વર્તાય છે, તે વખતે પાકને કટોકટીના સમયે એકાદ પિયત આપી શકાય તે રીતે આયોજન કરવું. આ માટે આપણે ખેતરનુ પાણી ખેતરમાં તેમજ ખેતતલાવડીનો અભિગમ અપનાવો જોઈએ જેથી પાકને કટોકટીના સમયે પૂરતા પ્રમાણમાં પિયત મળી રહે તે રીતે આયોજન કરવું.
કાપણી
પાક તૈયાર થઈ ગયા પછી યોગ્ય સમયે કાપણી કરી શકાય તે રીતે આયોજન કરવું.
આમ આ બધી બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય રીતે આયોજન બધ્ધ રીતે ખેતી કરવામાં આવે તો આર્થિક વળતર પણ સારૂં મેળવી શકીએ.
સંદ્ર્ભ: આણંદ ક્રુષિ યુનિવર્સિટી

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...