સોઇલ હેલ્થ કાર્ડ યોજના
આ કાર્યક્રમ હેઠળ, સરકાર ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તાનો અભ્યાસ કરી સારા પાક મેળવી શકે તે માટે જમીનનું આરોગ્ય કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનો ઉદ્દેશ ધરાવે. ભારતભરમાં 14 કરોડ ખેડૂતોને આ કાર્ડ આપવનો ઉદ્દેશ છે. આ કાર્ડ એક મુદ્રિત રિપોર્ટ છે. ખેડૂતોને તેના ખેતર અથવા જમીન હોલ્ડિંગ માટે ત્રણ વર્ષમાં એક વાર આપવામાં આવશે.
માટી હેલ્થ કાર્ડ(સોઇલ હેલ્થ કાર્ડ) શું છે?
માટી હેલ્થ કાર્ડમાં માટીની ગુણવત્તાનું સંપૂર્ણ મૂલ્યાંકન છે.
આ કાર્ડમાં નીચેના વિશેની માહિતી શામેલ છે:
1. કાર્યાત્મક લક્ષણો
2. પાણી અને પોષક તત્વો
3. જૈવિક ગુણધર્મો
આની સાથે સુધારાત્મક પગલાં વિશે પણ માહીતી હશે જે સારી ઉપજ લેવા માટે ખેડૂતોએ અપનાવવા જોઇએ.
આ કાર્ડ ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?
1. ખેડૂતોને એક સારો સંશોધિત અહેવાલ મળશે, જેનો ઉપયોગ માટીની ગુણવત્તા સુધારવા માટે નિષ્ણાતો દ્વારા ઉકેલો આપવા માટે કરવામાં આવશે.
2. નિયમિત મોનીટરીંગથી ખેડૂતોને લાંબા ગાળાનો માટી(જમીન) હેલ્થ રેકોર્ડ મેળવવા માટે મદદ મળશે.
3. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને દરેક પ્રકારની જમીનમાં જરૂરી પોષક તત્ત્વો અને ખાતરોની ઉણપ અને તેની જરૂરિયાત વિશેની ભલામણ કરવામાં મદદ કરશે, જે પાક ઉપજ વધારવામાં મદદ કરી શકે છે.
પ્રક્રિયા
દેશની કેટલીક માન્યતાપ્રાપ્ત માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ માટીના નમૂનાની ચકાસણી કરી રહી છે. નિષ્ણાતો દ્વારા આ પરીક્ષણોના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેમના સૂચનો અને ભલામણો જમીન આરોગ્ય કાર્ડ્સ(સોઇલ હેલ્થ કાર્ડ)માં દર્શાવવામાં આવે છે.
વેબ પોર્ટલ પર વધુ માહિતી
કૃષિ વિભાગ દ્વારા માટી હેલ્થ કાર્ડ પોર્ટલ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને આ પોર્ટલ: www.soilhealth.dac.gov.in પર માટીના નમૂના અને પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલોની વિગતો રજીસ્ટર કરવાની જરૂર છે.
એકવાર આ પોર્ટલ પર રજિસ્ટર થયા પછી ખેડૂત નીચે આપેલ કાર્ય(વિગતો) કરી શકે છે:
1. માટી નમૂનાઓનું નોંધણી
2. માટી પરીક્ષણ લેબ દ્વારા આપવામાં આવેલ પરીક્ષણ પરિણામો
3. ખાતર અને પોષક તત્ત્વોની ભલામણો
4. સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું
નમૂના દીઠ ચૂકવણી(ચાર્જ) શું છે?
ખેડૂતો માટે આ નિ:શુલ્ક છે. રાજ્ય સરકારોને માટીના નમૂના દીઠ રૂ.190 આપવામાં આવે છે. આમાં માટીના નમૂનાનું સંગ્રહ, તેના પરીક્ષણ, ખેડૂતને માટી સ્વાસ્થ્ય કાર્ડનું આપવાથી વિતરણનો સમાવેશ થાય છે.
તમે માટી હેલ્થ કાર્ડ બનાવવા માટે તમારા સ્થાનિક કૃષિ અધિકારી અથવા જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરી શકો છો.