જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


25 November 2016

જાણો કેવી રીતે ઓછી જમીન હોવા છતાં કમાય છે લાખો રૂપિયા

આ છે ખરો ખેડૂત, જાણો કેવી રીતે ઓછી જમીન હોવા છતાં કમાય છે લાખો રૂપિયા

ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં જીવામૃત દ્વારા સજીવ ખેતી કરી થોરડી ગામના ખેડૂત અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા, જીવામૃત દ્વારા ખેતી કરી લાખો રૂપિયા કમાનાર કોણ છે, આ ખેડૂત કઈ રીતે બન્યા અન્ય ખેડૂતો માટે પ્રેરણા આવો જાણીયે  

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે રહેતા આ છે લાલજીભાઈ રાવજીભાઈ બુહાટ, જે પોતાની આગવી સુજ અને જીવામૃત દ્વારા ખેતી કરી ગીર પંથકમાં નવી ઓળખ બનાવી છે. લાલજીભાઈને થોરડી ગામ પાસે આંબાનો બાગીચો છે, પરંતુ આ બગીચો અન્ય આંબાના બગીચાથી કૈક અલગ છે. લાલજીભાઈના બાગીચાની કેરીની બજારમાં સારી એવી માંગ છે. કઈ રીતે લાલજીભાઈ જીવા અમૃત બનાવી તેનો ઉપયોગ કરે છે ! ગોમૂત્ર ગાયનું ગોબર લોટ ગોળ અને માટી આ પાંચ દ્રવ્ય ઉમેરી જીવામૃત બનાવી તેને એક એકર જમીનમાં 200 લીટર જેટલું જીવામૃતનો છટકાવ કરાય છે. આ સિવાય લાલજીભાઈ પાંચ દ્રવ્ય બનાવીને પણ ખેતી કરે છે. ગાયનું ગોબર, ગોમૂત્ર પાકાયેલા કેળા શેરડીનો રસ દહીં અને દૂધનું મિશ્રણ કરી 21 દિવસ સુધી તેના સડવા દેવાનું 21 દિવસ બાદ ત્યાર થતા તેનો ખેતરમાં છટકાવ કરવાથી જમીનમાં બેકટેરિયા વધે છે, જે વૃક્ષનો મુખ્ય ખોરાક છે જેથી અન્ય કોઈ ખાતર નાખવું પડતું નથી.

લાજીભાઈ ખરી પડેલી કેરીનો પણ સારી રીતે ઉપયોગ કરે છે. આંબા પરથી ખરી પડેલી ખાખડીનો પાવડર બનાવે છે. તેમજ કાચી કેરીનું સરબત બનાવે છે. મોટી ખરી પડેલી કેરીના અથાણા બનાવે છે, જ્યારે પાકેલી કેરીના રસના ડબ્બા ભરી તે રસ બજારમાં સારા ભાવે વહેંચાય છે. જ્યારે કેરીની ગોટલીનો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. લાલજીભાઈ ગોટલીનો મુખવાસ બનાવી તે પોતાની બ્રાન્ડ બનાવી બજારમાં વહેંચે છે. લાજીભાઈ પોતાના બગીચાની ખરી પડેલી કેરીને પણ સારા ભાવે વિવિધ વસ્તુ બનાવી વહેંચે છે, એટલે કે કોઈ વસ્તુ વેસ્ટેડ થતું નથી.

લાલજીભાઈના કહેવા મુજબ વૃક્ષોને સારું સંગીત અને મંત્રો ખુબજ ગમે છે, જેથી લાલજીભાઈ પોતાના બગીચામાં હોમ હવન કરે છે અને મંત્રોચાર પણ કરે છે. હોમ હવન અને ધૂપ કરવાના કારણે બગીચામાં આવેલી જીવાત નાશ પામે છે. લાલજીભાઈના કહેવા મુજબ ખેડૂતો જીવામૃત દ્વારા સજીવ ખેતી કરે તો કોઈજ ખેડૂત garib નહિ રહે અને આત્મ હત્યા કરવા મજબુર નહીં બને.
http://www.vtvgujarati.com/news.php?id=23662

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...