જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


16 September 2016

સોનાથી વઘારે કિમતી જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરવાની માહીતી

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો.

આપણે ઘણા જ પરીશ્રમો દ્વારા જમીન તથા મકાન ઉભુ કરીએ છીએ અને હાશકારો અનુભવીએ છીએ પરંતુ આપણી પાસે સોનુ છે તેની જાણવાની બેંક લોકરમાં કરીએ છીએ. તેના કરતા વધુ કિંમતી જમીન તથા મકાનને લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.

રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે
(૧)  વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે.
(૨)  વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
(૩)  જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
(૪)  જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
(૫)  જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
(૬)  વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
(૭)  સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
(૮)  તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.

આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો.

૧.  તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
૨.  તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
૩.  તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
૪.  તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
૫.  તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
૬.  તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
૭.  માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
૮.  જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
૯.  કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
૧૦.  એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
૧૧.  રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
૧૨.  ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
૧૩.  ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
૧૪.  સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
૧૫.  જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
૧૬.
   જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
૧૭.  તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
૧૮.  સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
૧૯.  સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.
૨૦.  યુ.એલ.સી. ના હુકમો.
 
૨૧.
    ૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
૨૨.  સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
૨૩.  ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.
#krushiuday

8 September 2016

ખેતીવાડી ને લગતી ઓફીસ અને અધીકારીઓ ના ફોન નંબરો

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે.
કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે
✔કિસાન કોલ સેન્ટર : 1800 180 1551
✔GGRC : 1800 232 2652
✔ખેત નિયામકશ્રીની કચેરી : 079 232 56111,
✔ખેત નિયામકશ્રી : 99784 05999
✔ જળ અને જમીન પરીક્ષણ ટોલ ફ્રી નંબર : 1800 123 5000
✔નેશનલ હોર્ટીકલ્ચર મિશન – સી. એમ. પટેલ. : 9924935880
✔અમદાવાદ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94269 40488
✔સંશોધન વિજ્ઞાની ડો ડી. એમ. ભરપોડા : 94278 57618
✔સંશોધન વિજ્ઞાની ડો પી. કે. બોરડ : 94265 08347
✔સંશોધન વિજ્ઞાની ડો કે. એન. અકબરી : 94277 28523
✔હવામાન નિષ્ણાત- જયંતા સરકાર : 94268 05439
✔એરંડા અને રાઈ નિષ્ણાત- પી. એસ. પટેલ 94273 35934
✔ (બાગાયત) હોર્ટીકલ્ચર નિયામકશ્રી – ડો શેરસીયા : 99784 05029
✔વડોદરા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94273 83923
✔કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી- સી. કે. ટીમ્બડીયા : 98253 86435
✔કઠોળ – ડો. એસ.એમ. પીઠીયા – 84284 40575
✔જમીન વિજ્ઞાન – ડો. કે.એન. અકબરી – 94273 28523
✔મગફળી – ડો. કે.એલ ડોબરિયા -94272 12988
✔મસાલાપાક- અમૃતભાઇ પટેલ – 99093 06488
✔બટાટા- ડો. એન.એચ. પટેલ – 94280 06925
✔ઘઉં – ડો. આચાર્ય -94265 76655
✔કપાસ – ડો. ખાનપરા – 94295 01621
✔તલ – ડો. બી. વી. રાદડિયા- 99257 99666
✔કેરી – ડો. દેલવાડિયા- 94269 18857
✔કેરી- આર.આર. વીરડિયા – 94264 76903
✔ઘાસચારા – ડો. એચ.પી. પરમાર- 98791 96905
✔ફોરેસ્ટ્રી – ડો. એમ.યુ. કુકડિયા- 99240 32639
✔જમીન, પાણી પૃથ્થકરણ -ડો. એ.એમ બાફના- 94271 27701
✔કિટક શાસ્ત્રી – ડો. એમ.બી. પટેલ – 99252 29732
– ડો. જી. જી. રાદડિયા. – 81286 86708
✔કૃષિ અર્થશાસ્ત્રી.- ડો. કે.એસ . પટેલ – 98247 36061
✔ટિશ્યૂકલ્ચર – ડો. આર. ટી. દેસાઇ – 99980 02496
✔શેરડી – ડો. ડી. યુ. પટેલ -98251 45179
– મહેશ. બી. પટેલ – 98243 59179
✔ડાંગર- આર. ડી. વશી. – 98796 51940
✔ફળવિજ્ઞાન- ડો. સાગર. જે. પાટીલ- 99980 12218
✔શાકભાજી- ડો. ટી. ટી. દેસાઇ – 99980 02658
– ડી. આર. ભંડેરી – 94284 57852
✔કંદમૂળ- ડો. કે. ડી. દેસાઇ – 94274 13829
✔ફૂલવિભાગ – ડો. એસ.એલ.
✔ચાવલા -999 80 02589
✔જળવિજ્ઞાન – ડો. વી. આર. નાયક – 99740 61709
✔બિયારણ – ડો. એમ.આર.નાયક 98256 79521
✔મત્સ્યપાલન – એચ. જી. સોલંકી – 99980 12207
✔કઠોળ- ડો. પી. બી. પટેલ – 94275 84649
✔કપાસ – 0261 2668045 -અઠવા લાઇન્સ સુરત
✔જુવાર – 0261 2668132 – જુવાર સંશોધન કેન્દ્ર
✔કઠોળ – 02642 245 590 –
✔કઠોળ સંશોધન કેન્દ્ર ભરૃચ
✔ફળપાક – 0260 2337227 – પરીયા, વલસાડ
✔ચોખા – 02626 220212 – ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા
✔ચીકુ, નાળિયેરી, કેળ – 02634 262 326
✔ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી
ખરસાણી, સોયોબીન, મહુડા – 02630 222018 

5 September 2016

આયાત-નિકાસ : ખેડૂતોને ભેખડે ભરાવતી કૃષિ નીતિ

આયાત-નિકાસ : ખેડૂતોને ભેખડે ભરાવતી કૃષિ નીતિ

એક એવું સેક્ટર છે જેમાં એક હાથે તાળી પડતી નથી. કુદરતી ચક્ર જ એવું છે કે, કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન દેશે પણ આયાત-નિકાસની પરંપરાને નિભાવવી પડે છે. પાકના ભાવના વધારા-ઘટાડામાં આયાત-નિકાસના આંક મહત્ત્વનું પરિબળ છે. ભારત કૃષિક્ષેત્રની આયાત-નિકાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માર ખાઈ રહ્યું છે. કેન્દ્રીય વાણીજ્યમંત્રી કૃષિમાં આયાત સામે નિકાસનો આંક સતત ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે પણ હવે ધીમેધીમે સ્ટેબલ થશે એવો બચાવ પણ કરી રહ્યા છે. દેશમાંથી વર્ષે ૨૦૧૫-૧૬માં કૃષિની નિકાસમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં આંક ૨૬૨.૩૦ અબજ ડોલરે પહોંચ્યો છે. ભારતે કૃષિના ૧૨ સેક્ટરમાં પ્રગતિ અને ૧૫ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ મેળવ્યો છે. વિશ્વના ૧૫ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે કારણકે સરકાર કૃષિની આયાત-નિકાસમાં ધ્યાન આપવાને બદલે મોંઘવારી સંભાળવામાં વ્યસ્ત બની આડેધડ નિર્ણયો લઈ રહી છે. અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, ચીન, બ્રિટન, સિંગાપુર, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા મહત્ત્વનાં દેશોમાં ભારતનો વેપાર ઘટયો છે. ભારતે નવા બજારો શોધવા છતાં નિકાસમાં ઘટાડો થયો એ વાસ્તવિકતા છે.

દૂધ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૪૭.૪૦ મિલિયન ડોલર વેપાર સામે વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧૧૫.૦૭ મિલિયન ડોલર વેપાર રહી ગયો છે. ભારતની નિકાસનીતિમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કઠોળની આયાતમાં સરકાર એક મજાકનું પાત્ર બનીને ઊભરી રહી છે. સરકાર કઠોળના ભાવ ન વધે માટે ૯૦ હજાર ટનનો બફરસ્ટોક કરવા માગે છે. જે માટે આયાત થઈ રહી છે. ખેડૂતોને હાલમાં ટેકાથી પણ નીચા ભાવ કઠોળના મળી રહ્યાં હોવા સામે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે વિદેશમાં કઠોળની આયાત માટેના સોદા કરી રહી છે. મોઝાબિંકમાં કઠોળની ખેતી કરાવનાર સરકાર બ્રાઝિલમાં પણ આ જ ધારાધોરણો અનુસાર ખેતી કરાવવા માગે છે. બ્રાઝિલમાં કઠોળની ખેતી પાછળ ખર્ચ કરનાર સરકાર આ વર્ષે ખેડૂતોને કઠોળના ટેકાના ભાવથી વધુ ભાવ અપાવે તે તાતી જરૂરિયાત છે. મગનો ભાવ ટેકાથી પણ નીચો ગયો છે. કઠોળના ભાવ વધે તુરંત જ સરકારનું ટેન્ડર તૈયાર થઈ જાય છે. મકાઈની આયાત માટે ત્રણ ત્રણ વાર ટેન્ડરો ભરવા કંપનીઓ આગળ આવી નથી. ગત વર્ષે ડુંગળીની આયાત બાદ કોઇ ખરીદદારો મળ્યા ન હતા. આ વર્ષે ડુંગળીના ભાવ ધડામ દઈને નીચે પટકાતાં સરકારે નિકાસશુલ્કમાં રાહત આપવાની સાથે ૫ ટકાની છૂટછાટ પણ આપી છે.

વિશ્વભરમાં ઘઉંના ભાવ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચા છે પણ ભારતમાં સૌથી ઊંચા હોવાનું મુખ્ય કારણ ઘઉંની આયાત પર ૨૫ ટકા ડયૂટી છે. વિશ્વબજારમાંથી સસ્તા ઘઉં ભારત આવી શકે તેવી સ્થિતિ નથી, સરકાર ઘઉંનું ઉત્પાદન ૯૪૦ લાખ ટન થયું હોવાનું અશક્ય રટણ લગાવી રહી છે. સરકાર હાલમાં છૂટછાટ આપે તો ઘઉંના ઊંચા ઉત્પાદનનો પરપોટો ફૂટવાનો ડર છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડયૂટી છતાં ટ્રેડરોએ ૮.૫ લાખ ટન ઘઉંની આયાત માટે બીડ કરી છે. જે નવ વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં હાલમાં ઘઉંના પુરવઠાની સ્થિતિ તંગ હોવા છતાં પણ સરકાર આયાત ડયૂટી જાળવી રાખવાના મૂડમાં છે. દેશનાં ગોડાઉનોમાં ૨૭૦ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે. આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના છે, છેલ્લે વર્ષ ૨૦૦૬માં ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરતાં વૈશ્વિક ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો હતો.

મગફળી અને તેલીબિયાં પાકોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આયાતમિલો ખાદ્યતેલની આયાતડયૂટી વધારવા માટે બુમરાણ પાડી રહી છે. મર્યાદિત માત્રમાં ખાદ્યતેલની આયાત કરવાની માગ કરાઈ રહી છે. ભારતમાં આ વર્ષે પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય તેવી સંભાવના છે. ખેડૂતોને બોનસ આપી કઠોળનું વાવેતર વધારવા પ્રોત્સાહન આપતાં વાવેતર વિસ્તાર ૧૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. હવે કઠોળના ભાવ ખેડૂતોને ટેકાથી પણ ઊંચા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ગત વર્ષે કઠોળની ખરીદી પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચી કાઢયું છે. તેલીબિયાં પાછળ પણ રૂ. ૭૦ હજાર કરોડથી વધુનો ભારત ખર્ચ કરે છે. કૃષિક્ષેત્રના નિકાસ આંકમાં સતત ઘટાડો અને આયાત આંક વધી રહ્યો છે. નિકાસઆંકમાં વધારો થશે તો જ કૃષિક્ષેત્રની પ્રગતિ શક્ય છે. આ વર્ષે આશા રાખીએ કે તેલીબિયાં, કઠોળના ઊંચા ઉત્પાદન બાદ સરકારની આયાત-નિકાસ નીતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે.
Via - એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત સંદેશ 06/09/16 http://www.readwhere.com/read/c/13009797

4 September 2016

જાણો નવી શરત - જુની શરત શું છે ? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં ફેરફાર કઈ રીતે થઈ શકે ? ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે તેમની માહીતી

જાણો નવી શરત - જુની શરત શું છે? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...