જય કિસાન ખેડૂત મિત્રો, આજે દરેક ખેડૂતોના મનમાં પોતે વાપરતા ખાતર અસલી છે કે નકલી તે સરળ રીતે કઇ રીતે ઓળખી શકાય, તેની પદ્ધતિ વિશે તમને જાણકારી આપીશું.
આસમાનને આંબેલા ખાતર ની કિંમત સામે ખેડૂત મિત્રોને પૌષ્ટિક અને અસલી ખાતર મળવું મુશ્કેલ થઇ રહ્યું છે, કેમ કે બજારમાં નકલી ખાતર પધરાવવામાં આવી રહ્યું છે. જેનાથી પાકને ફાયદાને બદલે નુકસાન થાય છે અને જમીનની ગુણવત્તા પણ ઓછી થઈ જાય છે. જો અસલી ખાતર હોય તો કિસાનોને ઉત્પાદનમાં વધારો મળે છે અને ફાયદો થતો હોય છે.
ખાતર નાખવા છતાં પણ ઘણીવાર ખેડૂતોને તેનો ફાયદો મળતો નથી. જેનું કારણ હલકી ગુણવત્તાનું ખાતર અને એમોનિયમ ફોસ્ફેટ નામના રસાયણની મિલાવટ ને કારણે ખાતર સસ્તામાં તૈયાર થઈ જાય છે અને ખેડૂતોને બજાર ભાવે વેચવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ બાબતે નરી આંખે કોઈ જ ખબર પડતી નથી. પરંતુ ખેડૂત જો થોડીક જ સતર્કતા રાખે તો આ નુકસાન થી બચી શકે છે. માટે આજે અમે તમને ખાતરની અસલી-નકલીની ઓળખ કરવાની રીત જણાવીશું।
-ડીએપી ખાતર ની ઓળખ કેવી રીતે કરશો
ડીએપી DAP અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે ખેડૂત ડીએપી ના થોડાક દાણા હાથમાં લઇને તમાકુ ની જેમ ચુના સાથે ચોળી ને તે સૂંઘે અને તેમાંથી તીવ્ર વાસ આવે તો સમજવું કે આ ડીએપી ખાતર અસલી છે. જો કોઈ ગંધ ન આવે તો સમજવું કે આ ડીએપી ખાતર નકલી હોઈ શકે છે. ખેડૂત ભાઈઓ ડીએપી ખાતર ને ઓળખવાની બીજી એક સરળ પ્રક્રિયા પણ છે, ડીએપી ખાતર ના થોડા દાણા તવા પર ધીમી આગથી ગરમ કરીને જોવામાં આવે અને થોડી વારમાં જો આ દાણા ફુલે તો સમજવું કે આ ખાતર અસલી છે. પરંતુ જો આવું ન થાય તો આ ખાતર નકલી સમજવું. આ સિવાય પણ ડીએપી ખાતર ને આસાનીથી નખ વડે તોડી શકાતું નથી જો આ દાણા તૂટી જતા હોય તો તેની ગુણવત્તા હલકી હોઈ શકે છે.
-પાણીમાં યુરિયા સાવ ઓગળી જાય છે
યુરિયા ના દાણા સફેદ ચમકદાર અને એક સરખા આકારના હોય છે. આ દાણા પાણીમાં તરત જ ઓગળી જાય છે અને અડવાથી ઠંડું લાગતું હોય છે. ખેડૂત મિત્રો યુરિયા ખાતર ની ચકાસણી કરવા માટે તવા પર ગરમ કરવાથી જો આ દાણા ઓગળી જાય અને ગરમી વધારવાથી જો આ દાણાનું દ્રવ્ય ઉડી જાય અને આમાં કંઈ ન વધે તો સમજવું કે આ યુરિયા ખાતર એકદમ અસલી છે. પરંતુ જો તવા પર ગરમ કરીને ત્યારબાદ આગ વધારીને જો આ ખાતર ના આવશે તો સમજવું કે આ યુરિયા ખાતર મા ભેળસેળ થયેલી છે.
-પોટાશ ના દાણા એકબીજા સાથે ચોંટતા નથી
બીજું એક એવું ખાતર છે જેનું નામ છે પોટાશ. પોટેશિયમની માત્રા ધરાવતી આ ખાતર સફેદ મીઠા અને લાલ મરચા ના મિશ્રણ જેવું હોય છે. પોટાશના દાણામાં થોડા ટીપા પાણી નાખીને ભેળવવાથી જો આ મિશ્રણ થી દાણા એકબીજા સાથે ચોંટી જાય તો સમજો કે આ ખાતર નકલી હોઈ શકે છે પરંતુ જો આવું ન થાય તો આ ખાતરની ગુણવત્તા શ્રેષ્ઠ માની શકાય. આ સિવાય પણ પાણીમાં પોટાશ નાખીને હલાવવાથી ખાતરનો લાલ ભાગ પાણીની ઉપર આવી જાય છે. જો આવું થાય તો ખાતર અસલી કહેવાય પરંતુ જો આખું પાણી લાલ રહે તો આ ખાતરની ગુણવત્તામાં પ્રશ્ન થઈ શકે.
-સુપર ફોસ્ફેટની ઓળખ ની રીત
સુપર ફોસ્ફેટની અસલિયતની ઓળખની ખૂબ જ સરળ છે. આ ખાતર ના દાણા સખત અને કાળા બદામી રંગના હોય છે. આ દાણા ને થોડા ગરમ કરવાથી જો આ ફૂલે નહી તો સમજવા ખાતર છે યાદ રાખવું કે, ગરમ થવા પર ડીએપી ના દાણા ફુલતા હોય છે અને સુપર ફોસ્ફેટ ના દાણા ફુલતા નથી આ પ્રકારે ભેળસેળ ની ઓળખ કરવી સરળ બને છે. સુપર ફોસ્ફેટ ને પણ સીધી રીતે તોડી શકાતા નથી.
ઝીંક સલ્ફેટ ની ચકાસણી કરવાની ઝીંક સલ્ફેટ ના દાણા આછા પીળાશ પડતા અને બારીક કણોના આકારમાં હોય છે ઝીંક સલ્ફેટમાં મુખ્યત્વે મેગ્નેશિયમ સલ્ફેટ ભેળસેળ કરવામાં આવે છે આ ખાતરની ચકાસણી કરવી ઘણી અઘરી છે. આ ખાતરની વિશેષતા એ છે કે ડીએપી ના મિશ્રણમાં આ મિશ્રણ ભેળવીને રગડો બનાવવામાં આવે છે જો ડીએપી સાથે મેળવીને આ ખાતરનો રગડો ઘટના બને તો સમજવું કે આ ખાતર માં કંઈક ગરબડ છે.
સૌજન્ય : khetud.club
પરથી માહિતી સંકલિત કરેલ છે.