એરંડામાં તેજીની સર્કિટ: ભાવ રૂ.1170ને પાર
Agriscience News 13 Nov 18
જેના ઉત્પાદનમાં ગુજરાતના ખેડૂતોની મોનોપોલી છે એવા એરંડામાં તોફાની તેજી જોવા મળી રહી છે. મંગળવારે એનસીડીઇએક્સ ઉપર એરંડા વાયદામાં તેજીની સર્કિટ લાગી હતી. એરંડાના નવેમ્બર વાયદામાં 4 ટકાના ઉછાળા સાથે રૂ.6240ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો. હાજર બજારમાં પણ પ્રતિમણ રૂ.50નો વધારો જોવા મળ્યો. એરંડાની સૌથી વધુ આવક ધરાવતા પાટણ માર્કેટયાર્ડમાં રૂ.1150થી રૂ.1171ની સપાટીએ ભાવ રહ્યા.
છેલ્લા એક મહિનાથી એરંડામાં સતત તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. સતત તેજી બાદ પણ એરંડાની આવકો જેવી વધવી જોઇએ એ રીતે વધી નથી. આ કારણે તેજીને વેગ મળ્યો છે. આ વર્ષે એરંડાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં જંગી કાપ આવે એવી સંભાવના છે. એરંડામાંથી દિવેલ બને છે અને દિવેલમાંથી સિબાસીક એસિડ બને છે. ચીન તેમજ યુરોપના દેશોમાં સિબાસીક એસિડની માંગ સતત વધી રહી છે. આ કારણે એરંડાની માંગ સતત વધી રહી છે. જ્યારે સપ્લાઇ પ્રમાણમાં ઓછી છે