જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


23 October 2018

1 નવેમ્બરથી રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે કરશે ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5000નો ભાવ નક્કી કરાયો


ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. 15 નવેમ્બરથી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા 122 ખરીદ કેન્દ્રો પર મગફળી ખરીદવામાં આવશે. ભારત સરકારે વર્ષ 2018-2019 માટે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 4890 રૂપિયા નક્કી કર્યો છે. જેમાં રાજ્ય સરકાર 110 રૂપિયા બોનસ આપીને 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે. મગફળીના એક મણના ભાવમાં  23 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 978 રૂપિયા ભાવ હતો, હવે એક મણના 1001 રૂપિયા આપવામાં આવશે. 

ટેકાના ભાવે મગફળી વેંચવા ઈચ્છતા ખેડૂતો 11 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અંદાજિત 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ 26.95 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે. 
ગયા વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડો થયા હતા. તેને લઈને રાજ્યભરમાં વિરોધ પણ થયો હતો. મગફળીમાં ઢેંફા ભેળાવવા, ગોડાઉનમાં આગ, અથવા તો બારદાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્યારે આ વખતે સરકાર સખત થઈ ગઈ છે. સરકારે મગફળી ખરીદી કેન્દ્રો પર સીસીટીવી લગાવવા અને ખરીદીનું વીડિયો રેકોર્ડિંગ કરશે. આ સાથે ખરીદ કેન્દ્ર પર સર્વેલન્સ માટે વર્ગ-1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્ક્વોડની રચના કરવામાં આવશે. 
દરેક ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોની એક દિવસમાં વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી વધુમાં 2 હેક્ટરની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વખતે પણ મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને આપવામાં આવી છે. 

5 October 2018

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર કઇ રીતે બનાવડાવશો ?

મોદી સરકારે શરૂ કરેલી આયુષ્માન યોજના અંતર્ગત માત્ર ૩૦ રૂપિયામાં આ ખાસ કાર્ડ બનાવીને તમે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જોકે આ માટે તમારું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઈએ. દેશમાં આ સ્કીમ અંતર્ગત ૧૦ કરોડ પરિવારોના લગભગ ૫૦ કરોડ લોકો સામેલ છે. જેમને ૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.

ગોલ્ડન કાર્ડ બે સ્થળો હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર(CSC) પર બનશે. ગામડાંઓમાં રહેતા લોકોને સરળતાથી આ યોજનાનો લાભ મળે માટે CSC સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. આગામી સપ્તાહથી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કાર્ડ બનાવવા માટે ૩૦ રૂપિયા આપવાના રહેશે. કાર્ડને લેમિનેટ કરવામાં આવશે. સ્કીમમાં સામેલ વ્યકિત CSCમાં આવીને આયુષ્માન ભારતની યાદીમાં તમારૃં નામ ચેક કરી શકો છો.

જો એક પરિવારમાં પાંચ વ્યકિત છે તો દરેકનું અલગ-અલગ કાર્ડ બનશે. CSC ઉપરાંત કાર્ડ હોસ્પિટલમાં પણ બનશે. હોસ્પિટલમાં કાર્ડ મફતમાં બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હજારીબાગ જિલ્લા હોસ્પિટલમાં દેશનું પહેલું ગોલ્ડન કાર્ડ બન્યું હતું. રેણુ દેવી નામની મહિલાના નામથી પહેલું ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યું છે.

આયુષ્માન હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમના દરેક લાભાર્થીને PMO દ્વારા વડાપ્રધાનના લખાણવાળો પત્ર મોકલવામાં આવી રહ્યા છે. આ પત્રના માધ્યમથી જ ઈન્સ્યોરન્સની આગળની પ્રક્રિયા શરૂ થશે. આ પત્રની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડથી હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલમાં તમારી ઓળખ સરળતાથી જઇ જશે. તમામ લાભાર્થીઓના QR કોડ અલગ-અલગ છે. તેથી QR કોડથી હોસ્પિટલમાં તમારી ઓળખ સુનિશ્ચિત થયા બાદ લાભાર્થીના પરિવારને ગોલ્ડન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ ગોલ્ડન કાર્ડ જ તમને હંમેશા કામ આવશે.

આયુષ્માન સ્કીમ હેઠળ કેન્સર, હૃદયની બીમારી, કિડની, લિવર, ડાયાબિટીઝ સહિતની ૧૩૦૦ જેટલી બીમારીઓની સારવાર આયુષ્માન ભારત હેઠળ કવર થશે. સાથે જ આ સારવાર સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં પણ કરાવી શકાશે. જેમાં તપાસ, દવાઓ, સારવાર, હોસ્પિટલાઇઝેશન અને ત્યારપછીના ખર્ચને પણ કવર કરવામાં આવશે. ઉપરાંત હાલની બીમારીને પણ કવર કરવામાં આવશે.

કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે ?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય ?

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.

 કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

 આયુષ્માન મિત્ર કરશે મદદ

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને  20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ થશે, લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમા થશે

આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે.
x

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...