જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


10 June 2019

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ


રાજકોટ, તા. ૧૦ : અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ્સના પગલે આગામી ૧૨ થી ૧૫ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદની શકયતા વધુ રહેલી હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ની આગાહી.

તેઓએ જણાવેલ કે, ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સવારે લો પ્રેસર થયુ હતું જે સાંજે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયેલ. આજે સવારે વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. જેનું લોકેશન ૧૨.૧ નોર્થ, ૭૧.૨ ઈસ્ટ જે નોર્થ કેરળના દરિયા કિનારાથી ૪૨૫ કિ.મી. પશ્ચિમે છે. જેનું પ્રેશર ૯૯૭ મિલીબાર છે. તેમજ પવન ૫૦ થી ૫૫ કિ.મી.ની ઝડપે (એક મિનિટની સરેરાશ) ફૂંકાય છે.


આ સિસ્ટમ્સ મુખ્યત્વે શરૂઆતમાં ઉત્તર બાજુ ગતિ કરશે અને ૧૨મીના કોંકણથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રથી દક્ષિણે પહોંચશે. જે મજબૂત બની આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય ત્યારબાદ આ સિસ્ટમ્સ નોર્થ-વેસ્ટ તરફ જશે. આ સિસ્ટમ્સના લીધે દક્ષિણ અરબી સમુદ્રમાં બાકીના ભાગમાં ચોમાસુ બેસવા સિસ્ટમ્સ અનુકુળ છે. તેમજ મધ્ય અરબી સમુદ્રના થોડા ભાગોમાં પણ આવતા ૨૪ કલાકમાં આગળ ચાલશે. પૂર્વોત્તર રાજયોમાં પણ ચોમાસુ બેસવા વાતાવરણ અનુકુળ છે.  સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતને આ સિસ્ટમ્સ અસરકર્તા હોય. સાવચેતી રાખવી. દરિયાકાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની શકયતા હોય જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ. 

8 June 2019

હાસ, નૈઋત્યના ચોમાસાનુ કેરાલમાં વિધિવત આગમન થઈ ચુક્યુ છે. હવે ચોમાસુ દેશના વિવિધ રાજ્યો તરફ આગળ વધશે

હાશ, કેરાલામાં ચોમાસાનુ આગમન


તિરુવનંતપુરમ, તા.8 જૂન 2019, શનિવાર
દેશભરમાં ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે કેરાલામાંથી રાહતની ખબર આવી છે. નૈઋત્યના ચોમાસાનુ કેરાલમાં વિધિવત આગમન થઈ ચુક્યુ છે. એ પછી હવે ચોમાસુ દેશના વિવિધ રાજ્યો તરફ આગળ વધશે.
હવામાન વિભાગે સાત જૂન સુધીમાં કેરાલામાં ચોમાસુ પહોંચશે તેવી આગાહી કરી હતી. જોકે ચોમાસુ આ વખતે એક સપ્તાહ જેટલુ મોડુ પડ્યુ છે. હવમાન વિભાગનુ કહેવુ છે કે, ચોમાસાના આગળ વધવા અંગે અત્યારે કશું પણ કહેવુ વહેલુ હશે. દેશના ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી સપ્તાહ સુધી હીટવેવ યથાવત રહેશે. શનિવારથી લઈને મંગળવાર સુધી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમી પડશે.

આ રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં 46.8 ડિગ્રી તાપમાન શુક્રવારે નોધાયુ હતુ. રાજસ્થાનના બાડમેર, કોટા અને બીકાનેરમાં પણ 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો.

31 May 2019

મોદી સરકાર ની ખેડૂતોને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો વ્યાપ વધારી દેશના તમામ કિસાનોને આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી છે.


નવી દિલ્હી : મોદી સરકારની આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના પ્રથમ નિર્ણયમાં ખેડૂતોને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો વ્યાપ વધારી દેશના તમામ કિસાનોને આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી છે. ખેડૂતોને અનુલક્ષીને બે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 12.5 કરોડ ખેડૂતો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે આ યોજના હેઠળ બે હેક્ટર ધરાવતા માલીકોનો પણ નિયમ હટાવી દેવામાં આવતા તે લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આજના નિર્ણય બાદ વધુ બે કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
દર વર્ષે આ યોજના પાછળ કુલ 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, જે યોજનાનો વ્યાપ વધારાતા હવે તે ખર્ચ વધીને 87,000 કરોડ રૂપિયા થશે.
જમીન વિનાના ખેડૂતોને પણ આ યોજનામાં લાભ મળી શકે છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના નાના અને મધ્યમ ખેડૂતોને પેન્શન આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
આ યોજનાની જાહેરાત સરકારે ગત વર્ષે તેના અંતિમ બજેટમાં કરી હતી. જેને લાગુ પણ કરી દેવામાં આવી છે અને પ્રથમ રાઉન્ડમાં 2.25 કરોડથી વધુ કિસાનોને આ યોજના હેઠળ નાણાં પુરા પડાયા છે. વાર્ષિક 3 ભાગમાં ખેડૂતોને રૂપિયા 6,000ની ચુકવણી કરવાશે. અત્યાર સુધઈ આ યોજનામાં બે હેક્ટર ધરાવતા જમીનના માલીક નાના અને મધ્યમ ખેડૂતોને જ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે હેક્ટર ધરાવતા જમીનના માલિકનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી સંકલ્પ પત્રમાં ભાજપે દેશના તમામ ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. 2015ના ખેડૂતોની વસ્તી ગણતરી અનુસાર દેશમાં લગભગ 12.6 કરોડ નાના અને મધ્યમવર્ગના ખેડૂતો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાનો વ્યાપ વધારીને તમામ ખેડૂતો સુધી પહોંચાડવાનું વચન આપ્યું હતું.
કેબિનેટની પ્રથમ પ્રેસ કોન્ફરમાં પ્રકાશ તાવડેકરે જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય, બિમારી અને તેમના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કુલ 13,000 કરોડ રૂપિયા ફાળવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તો નાના વેપારીઓ અને દુકાનદારોને પણ ધ્યાને રાખી તે લોકોને પણ આગામી ત્રણ વર્ષમાં વિવિધ સહાયક યોજનાનો લાભ મળી શકે છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...